Book Title: Shripal Maynana Adhyatmik Jivan Rahasyo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Ashokbhai Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 9
________________ સાધનાનાં રહસ્યોને જીવનમાં ઉતારી આપણું જીવનને વામનમાંથી વિરાટ બનાવવાની, સામાન્ય મનુષ્યમાંથી મહામાનવ બનવાની અને વ્યક્તિગત કોચલાને તોડીને અમર તત્ત્વના દ્વાર ખોલવાની કળા પ્રાપ્ત કરી, આત્માનુભવ–આત્મસ્વરૂપની પ્રાપ્તિની દિશામાં આગળ વધીએ એ જ અભ્યર્થના. આત્માના અનંત સમૃદ્ધિના ગુપ્ત ભંડારની ચાવી (A Key to Cosmic Secret) શ્રી નવપદ અને સિદ્ધચક્રની આરાધનામાં છે તે દર્શાવતું આ પુસ્તક આપણું જીવનની અણમોલ સંપત્તિરૂપ છે. શ્રી અરિહંત પરમાત્મા, નવપદ અને શ્રી સિદ્ધચક્રની ત્રિભુવનવિજ્યી આરાધના એ આત્મસમૃદ્ધિના અનંત ખજાનાના સંશેધનની અનુભવસિદ્ધ પ્રક્રિયા છે તે શ્રીપાલ અને મયણના દષ્ટાંત ઉપરથી સમજી શકાય. આ પુસ્તકમાં શ્રીપાલ અને મયણની જીવન સિદ્ધિઓના મૂળમાં કેવા પ્રકારની સાધના અને ધ્યાન રહેલું છે તે તત્ત્વ વૈજ્ઞાનિક પદ્ધતિથી બતાવવામાં આવ્યું છે. શ્રીપાલ અને મયણાના જીવનના દિવ્ય પ્રસંગેના આલંબને આપણે પણ તેઓની જેમ આત્માના શુદ્ધ ચૈતન્યને અનુભવ અને પૂર્ણનન્દની પ્રાપ્તિ કરી શકીએ અને અશાનિ, ભય, શેક, ચિંતા અને આર્તધ્યાનની પીડાથી મુક્ત બની શકીએ. શ્રી નવપદજી અને સિદ્ધચક્રજી ઉપર વૈજ્ઞાનિક દષ્ટિએ સંશાધના રૂપ આ પુસ્તકમાં રજૂ થયેલ તાત્વિક વિચારણું સમગ્ર મુમુક્ષુવર્ગને અરિહંત પરમાત્મા, નવપદે, સિદ્ધચક્ર, નમસ્કાર મહામંત્ર પ્રત્યે ભક્તિ અને આરાધભાવ જગાડવા માટે પ્રેરણારૂપ બનશે તેવી આશા સાથે આ પુસ્તક પ્રકાશન કરવામાં આવે છે. લેખક શ્રી બાબુભાઈ કડીવાળાએ ૨૩ વર્ષ સુધી પૂ. પં. ભી! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 406