Book Title: Shravak Shiromani Shantiprasadji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૨૪૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો (૬) પત્રકારિત્વના વિષયમાં વિશિષ્ટ યોગદાન : વિશાળ ઔદ્યોગિક અને વ્યાપારી કાર્યવાહીઓ સાથે સંબંધ હોવાથી વિજ્ઞાપનકાર્ય માટે તેમના પરિવારને ભારતના વિવિધ સમાચારપત્રો અને પત્રિકાઓ સાથે સંબંધ રહેતો. સને ૧૯૪પની આજુબાજુ “નવભારત ટાઇમ્સ'નું પ્રકાશન દિલ્હીથી ચાલુ થયું. અને ૧૯૫૫માં બેનેટ કોલમેન કંપની “ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના મૂળ માલિક પાસેથી સાહુ કુટુંબના હસ્તક આવી. તે સમયથી માંડીને આજ સુધી તેઓએ ભારતીય પત્રકારત્વમાં પોતાના જૂથની કાર્યક્ષમતા અને વિવિધતા, પ્રચાર અને પ્રસારણ, ઉચ્ચકક્ષાનું રહે અને અંગ્રેજી જેટલું જ, બલ્ક તેથી પણ વધારે મહત્ત્વ હિંદી ભાષાને મળે તેવો પ્રશંસનીય પ્રયત્ન કરીને તેમણે હિંદી ભાષાના રાષ્ટ્રીય દરજજાને સક્રિય અનુમોદન આપ્યું છે. ઉપર્યુક્ત કાર્યો ઉપરાંત સમસ્ત ભારતમાં અનેક વિદ્યાલયો, પાઠશાળાઓ, પુસ્તકાલયો અને શોધ-સંસ્થાઓને તેમજ અસંખ્ય ગરીબ વિદ્યાર્થીઓને તેઓએ ઉદારતાથી પ્રગટ તેમજ ગુપ્ત બન્ને રીતે સહાય કરી હતી. વિશિષ્ટ ધાર્મિક સેવાઓ (૧) ભગવાન મહાવીરના ૨૫૦૦ મો નિર્વાણ-મહોત્સવ પ્રાદેશિક, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અત્યંત સફળતાપૂર્વક ઉજવાયો હતો. આ મહોત્સવનું સૌથી વધારે શ્રેય જો કોઈ એક ત્યક્તિને આપવું હોય તો તે વ્યક્તિ સાહુ શાંતિપ્રસાદજીને જ આપી શક્રય. પોતાના અંગત સંબંધોનો સદુઉપયોગ કરીને તેઓએ તે વખતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી તથા કેન્દ્ર સરકારના અન્ય પ્રધાનોને આ મહોત્સવમાં સક્રિય રસ લેતા કર્યા હતા. ભગવાન મહાવીરના રાષ્ટ્રીય સ્મારક માટે તેમણે દિલ્હીમાં જ સરકાર દ્વારા જમીનની ફાળવણી કરાવી આપી હતી. મહોત્સવ-સમિતિના તેઓ કાર્યાધ્યક્ષ હતા. રાષ્ટ્રીય પ્રાંતીય, જિલ્લાકીય અને તાલુકા સ્તરે વિવિધ જૈન સમિતિઓની રચનાની તેઓએ જ પ્રેરણા આપી હતી, જેથી મહોત્સવ માત્ર મોટાં શહેરો પૂરતો જ મર્યાદિત ન રહેતા ભારતનાં નાનાં નાનાં ગામડાં સુધી પણ પ્રસરે અને ભગવાન મહાવીરનો વિશ્વમૈત્રી, સર્વધર્મસમભાવ અને આધ્યાત્મિકતાનો સંદેશ સૌ કોઈને પ્રાપ્ત થઈ શકે. પોતાની દિલ્હી, કલકત્તા, મુંબઈ અને અન્ય શહેરોની ઑફિસોનાં મકાનો આ કાર્ય માટે તેઓએ ફાળવી આપ્યાં હતાં. મહોત્સવમાં ભારતના ચારેય જૈન સંપ્રદાયોના અગ્રણીઓને દિલ્હીમાં એક ધ્વજ નીચે ભેગા કરવાનું તથા “સમણસું” પ્રકાશનનું સારું એવું શ્રેય શ્રી સાહૂજીને ફાળે જાય છે. (૨) જૈન વિદ્યા પ્રત્યે અનુપમ ભકિન : સને ૧૯૬૮માં બનારસસંસ્કૃત વિશ્વવિદ્યાલયના ઉપક્રમે ઑલ ઇન્ડિયા ઓરિઅન્ટલ કોન્ફરન્સનું અધિવેશન ભરાયું હતું. આ અધિવેશનમાં જૈન વિદ્યા અંગેનો કોઈ કાર્યક્રમ નહોતો. જ્યારે સાહૂજીને આ બાબતની ખબર પડી ત્યારે તેઓએ કેટલાંક તાત્કાલિક પગલાં ભરીને જનવિદ્યા For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 2 3 4 5 6