Book Title: Shravak Shiromani Shantiprasadji Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 1
________________ 1. : - :: ; 3 હકીક ૩૬. શ્રાવક-શિરોમણિ સાહૂ શ્રી શાંતિપ્રસાદજી * બાળપણ અને ભણતર : ૨૦મી સદીમાં થયેલા ઉત્તમ જૈન સદ્ગૃહસ્થોની પ્રથમ હરોળમાં જેમનું નામ પોતાની ગુણાતિશયતાને લીધે સહજપણે શોભે છે તેવા ધર્મ, અર્થ, કામ અને મોક્ષને અવિરુદ્ધપણે સફળતાપૂર્વક સાધનાર આદરણીય શ્રેષ્ઠીવર્ય શ્રી શાંતિપ્રસાદજીનો જન્મ તા. ૨૨-૫-૧૯૧૧ ના રોજ નજીબાબાદમાં થયો હતો. તેમની જન્મભૂમિ નજીબાબાદ પશ્ચિમ ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાં આવેલી છે; ગઢવાલ જિલ્લાની સરહદ અને હિમાલયની તળેટી ત્યાંથી બહુ દૂર નથી. તેમના દાદાનું નામ સલેખચંદ્ર હતું. એક મહાન ધર્માત્મા અને સમાજસેવક તરીકે તેઓ આજુબાજુના વિસ્તારમાં પ્રસિદ્ધ હતા. શાંતિપ્રસાદજીના પિતાશ્રીનું નામ દીવાનસિંહજી અને માતાજીનું નામ મૂર્તિદેવી હતું. તેમનું પ્રારંભિક શિક્ષણ નજીબાબાદમાં થયું હતું અને કૉલેજનું શિક્ષણ પ્રથમ મેરઠમાં અને ત્યાર પછી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં થયું હતું. ભણવામાં તેઓ એક બુદ્ધિમાન વિદ્યાર્થી તરીકે પ્રસિદ્ધ હતા. તેમણે બી. એસસી. (B. Sc.)ની ડિગ્રી પ્રથમ શ્રેણીમાં પાસ કરી હતી. ૨૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6