Page #1
--------------------------------------------------------------------------
________________
1.
: -
::
;
3
હકીક
૩૬. શ્રાવક-શિરોમણિ સાહૂ શ્રી શાંતિપ્રસાદજી
* બાળપણ અને ભણતર : ૨૦મી સદીમાં થયેલા ઉત્તમ જૈન સદ્ગૃહસ્થોની પ્રથમ હરોળમાં જેમનું નામ પોતાની ગુણાતિશયતાને લીધે સહજપણે શોભે છે તેવા ધર્મ, અર્થ, કામ અને મોક્ષને અવિરુદ્ધપણે સફળતાપૂર્વક સાધનાર આદરણીય શ્રેષ્ઠીવર્ય શ્રી શાંતિપ્રસાદજીનો જન્મ તા. ૨૨-૫-૧૯૧૧ ના રોજ નજીબાબાદમાં થયો હતો. તેમની જન્મભૂમિ નજીબાબાદ પશ્ચિમ ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાં આવેલી છે; ગઢવાલ જિલ્લાની સરહદ અને હિમાલયની તળેટી ત્યાંથી બહુ દૂર નથી. તેમના દાદાનું નામ સલેખચંદ્ર હતું. એક મહાન ધર્માત્મા અને સમાજસેવક તરીકે તેઓ આજુબાજુના વિસ્તારમાં પ્રસિદ્ધ હતા. શાંતિપ્રસાદજીના પિતાશ્રીનું નામ દીવાનસિંહજી અને માતાજીનું નામ મૂર્તિદેવી હતું.
તેમનું પ્રારંભિક શિક્ષણ નજીબાબાદમાં થયું હતું અને કૉલેજનું શિક્ષણ પ્રથમ મેરઠમાં અને ત્યાર પછી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં થયું હતું. ભણવામાં તેઓ એક બુદ્ધિમાન વિદ્યાર્થી તરીકે પ્રસિદ્ધ હતા. તેમણે બી. એસસી. (B. Sc.)ની ડિગ્રી પ્રથમ શ્રેણીમાં પાસ કરી હતી.
૨૫
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૪૬
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
* કૌટુંબિક અને વ્યાવસાયિક જીવન : સાહૂ પરિવારના ઉમદા, ઉદાર અને કુલીન સંસ્કારો તેમનામાં પ્રારંભિક યુવાવસ્થાથી જ ઝળક્યા હતા. આ ઉંમરે પણ નિયમિત પ્રભુદર્શન તથા આજુબાજુના હસ્તિનાપુર આદિ તીથોમાં જવાનું તથા ધાર્મિક ઉત્સવોમાં ભાગ લેવાનું તેઓ ચૂકતા નહીં.
તેમનાં ધર્મપત્નીનું નામ મારાણી હતું. મારાણી પ્રસિદ્ધ મારવાડી ઉદ્યોગપતિ શ્રી રામકૃષ્ણ દાલમીયાનાં એકનો એક દીકરી હતાં. નાની ઉંમરમાં જ માતાનો વિયોગ થવાથી રમારાણીનો ઉછેર શેઠ જમનાલાલ બજાજના સાંનિધ્યમાં થયો હતો. આથી દેશપ્રેમ, સ્વાશ્રય, આત્મવિશ્વાસ અને સર્વધર્મસમભાવના સંસ્કાર તેમને નાનપણથી જ માયા હતા. શાંતિપ્રસાદજીના લગ્નસંબંધથી દેશના બે ઉગ્ન સંસ્કારી અને સંપત્તિવાન કુટુંબોનું મિલન થયું, અને મણિ-કચનનો સંયોગ થાય તેમ દસ-પંદર વર્ષની અંદર વિશિષ્ટ પુણ્યોદયથી તેમનું કુટુંબ ભારતનાં અગ્રગણ્ય કુટુંબોમાં વિશિષ્ટ સ્થાન પામ્યું. તેમના ત્રણ પુત્રોનાં નામ અશોક, આલોક અને મનોજ છે તથા પુત્રીનું નામ સૌ. અલકા છે. જેમ જેમ લક્ષ્મીનું આગમન થતું ગયું તેમ તેમ સમાજસેવા અને સંસ્કારનું સામ્રાજય સર્વ કુટુંબીજનોમાં ફેલાવા લાગ્યું. વિવિધ વ્યવસાય, ઉદ્યોગ અને વ્યાપારમાં તેઓની કુશાગ્ર બુદ્ધિ, માણસોને પારખવાની શક્તિ, સ્ટાફ પ્રત્યેની ઉદાર નીતિ અને ઉદ્યોગપતિ અને વહીવટકર્તા તરીકેની તેમની આગવી કોઠાસૂઝ-આ બધા દ્વારા ભારતના
ઔદ્યોગિક ક્ષેત્રો થોડા જ વર્ષોમાં તેમણે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લીધું. આમ દુનિયામાં દુર્લભ એવા લક્ષ્મી અને સરસ્વતીના સુભગ સમન્વયથી આ કુટુંબની ખ્યાતિ દેશમાં સર્વત્ર પ્રસરવા લાગી.
માનવતાવાદ અને સમાજસેવાના જ્યોતિર્ધર : દયા, નમ્રતા, ઉદારતા, સાદાઈ, સરળતા, માનવમાત્ર પ્રત્યે પ્રેમ વગેરે ગુણો તેમને પોતાની ઉચ્ચ કુળપરંપરા તથા માતા મૂર્તિદેવી તરફથી ગળથુથીમાંથી મળ્યા હતા. સમાજસેવાનાં કાર્યો કરવાની પણ તેમના વડીલોની એક પરંપરાગત ખાસિયત હતી. સાહૂજીના જીવનમાં તે અઢાર વર્ષની ઉંમરથી જ દેખાય છે. ઈ. સ. ૧૯૨૯માં હસ્તિનાપુરમાં મળેલા અખિલ ભારતીય યુવક-સંમેલનની કાર્યવાહીમાં તેમણે જે ભાગ ભજવ્યો હતો તેનાથી સમાજસેવા કરવાનો તેમનો અદમ્ય ઉત્સાહ, સંગઠન કરવાની શક્તિન, વહીવટી કુશળતા, અને નાનામોટા સૌની સાથે હળીમળીને કામ કરવાની તેમની શક્તિનો આપણને પરિચય મળે છે. ભાવિમાં થનાર તેમની મહાન નેતાગીરીનાં એંધાણ આ સમયથી જ અનુભવીઓના ખ્યાલમાં આવી ગયા હતા. સને ૧૯૪૦ના ઉનાળામાં લખનૌમાં ભરાયેલ ભારતવષય દિગંબર જૈન પરિષદના વાર્ષિક અધિવેશનમાં તેમણે તથા મારાણીએ આપેલા સેવાઓ, માર્ગદર્શન, પ્રેરણા અને બતાવેલા અથાગ ઉત્સાહથી તે જમાનામાં જૈન લોકો તેમને પોતાના નેતા અને માર્ગદર્શક માનવા લાગ્યા હતા. વિધવાવિવાહ, આંતરજાતીય વિવાહ, દહેજનિવારણનો પ્રશ્ન તથા નવી અને જૂની પેઢી વચ્ચેના નીવ્ર મતભેદો જેવી વિવિધ
સામાજિક સમસ્યાઓનું યથાયોગ્ય નિરાકરણ કરી બહુજનમાન્ય ઉકેલ શોધવામાં તેઓને
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રાવક-શિરોમણિ સાહૂ શ્રી શાંતિપ્રસાદજી
૨૪૭
સારી સફળતા પ્રાપ્ત થઈ હતી. વળી, જૈન એકતાના પ્રયાસમાં પણ ભારત જૈન મહામંડળ જેવી જૂની સંસ્થાના કર્ણધાર બનીને તેઓએ જાતિબંધુઓને પ્રોત્સાહન આપ્યું હતું. સમસ્ત દિગંબર જૈન સમાજની એક સર્વમાન્ય સંસ્થા બનાવવાના અને સીમાં સાધર્મીવાત્સલ્ય વધારવાના હેતુથી સન ૧૯૭૪માં તેઓએ દિગંબર જૈન મહાસમિતિની સ્થાપના કરી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં તેમજ સન્ ૧૯૬૫ તથા ૧૯૭૧નાં યુદ્ધો દરમિયાન તેઓએ લાલબહાદુર શાસ્ત્રીજી તથા શ્રીમતી ઇન્દિરા ગાંધીની સાથે લાંબાણ ચર્ચા કરીને સર્વતોમુખી સહયોગ આપ્યો હતો. જનરલ હોસ્પિટલો, વિશ્વવિદ્યાલયો અને જાહેર શૈક્ષણિક સંસ્થાઓના નિર્માણમાં પણ તેમણે ઉદારતાથી દાનગંગા વહેવરાવી હતી.
શિક્ષણ, સાહિત્ય, સંસ્કૃતિ તથા ધર્મ અંગેની સેવાઓ : વિશિષ્ટ પુણ્યોદય, ન્યાયસંપન્ન ઉદ્યોગ-વ્યવસાયની નીતિઓ અને સાતિશય વ્યાપારી કુનેહથી જેમ જેમ લક્ષ્મી એકધારી વધવા લાગી, તેમ તેમ સાહુ પરિવારે સમાજ અને સંસ્કૃતિનાં કાર્યો માટે અત્યંત ઉદાર દાનનીતિનો આશ્રય લીધો. આનું કાંઈક અનુમાન તેમણે કરેલાં નીચેનાં કાયથી જાણી શકાય ?
(૧) સન્ ૧૯૨૧માં મૂર્તિદેવી કન્યાવિદ્યાલયની નજીબાબાદમાં સ્થાપના.
(૨) સાહુ જેન ટ્રસ્ટના અન્વયે “મૂર્તિદેવી છાત્રવૃત્તિઓ” સ્વાવાદ મહાવિદ્યાલય બનારસમાં શાસ્ત્રી, આચાર્ય એમ. એ., પીએચ. ડી તથા ડી. લિ.ની ડિગ્રીઓ માટે ભણતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. અત્યાર સુધીમાં સેંકડો વિદ્યાર્થીઓએ આ છાત્રવૃત્તિનો લાભ લીધો છે અને દેશના જુદા જુદા ભાગોમાં ધર્મ, દર્શન, સાહિત્ય, ઇતિહાસ, તેમજ સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષાઓના પ્રચાર-પ્રસારમાં પોતાની સેવાઓ આપી છે.
(૩-૪) ભારતીય જ્ઞાનપીઠ તથા મૂર્તિદેવી ગ્રંથમાળા : તા. ૧૮–૨–૧૯૪૪ના રોજ સાહુ શાંતિપ્રસાદજીએ પોતાના કુટુંબીજનોના સહયોગ અને સંમતિથી આ મહાન સંસ્થાઓની સ્થાપના કરી. આ સંસ્થાઓ દ્વારા ઉચ્ચકક્ષાનું પ્રાચીન તેમજ અર્વાચીન સાહિત્ય વિપુલ પ્રમાણમાં સંસ્કૃત, હિંદી, પ્રાકૃત, અંગ્રેજી, તામિલ, કન્નડ વગેરે ભાષાઓમાં પ્રગટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અદ્યતન વૈજ્ઞાનિક ઢબથી સંપાદિત લગભગ ૧૦૦ (સો) જેટલા ગ્રંથો પ્રકાશિત થયા છે.
(૫) શાનપીઠ એવોર્ડ : દર વર્ષે ભારતના સંવિધાને માન્ય કરેલ મુખ્ય ચૌદ ભાષાઓમાં પ્રગટ થયેલા સાહિત્યમાંથી માનવતાલક્ષી તેમજ સંસ્કારપ્રેરક શ્રેષ્ઠ કૃતિને રૂ. દોઢ લાખ રોકડાનું પારિતોષિક અપાય છે અને તેના કર્તાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવે છે. આવી રાષ્ટ્રીય સ્તરની સાહિત્યિક પ્રવૃત્તિ ભારતના ઇતિહાસમાં હજી સુધી બીજી નોંધાઈ નથી. આથી આ યોજનાના પુરસ્કર્તાઓની દૂરંદેશી, ઉદારતા, સાહિત્યપ્રેમ અને રાષ્ટ્રીય ભાવના પ્રત્યે કોઈ પણ મનુષ્યને સ્વાભાવિકપણે સન્માન અને આદરની લાગણી ઊપજયા વગર રહી શકતી નથી.
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૪૮
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
(૬) પત્રકારિત્વના વિષયમાં વિશિષ્ટ યોગદાન : વિશાળ ઔદ્યોગિક અને વ્યાપારી કાર્યવાહીઓ સાથે સંબંધ હોવાથી વિજ્ઞાપનકાર્ય માટે તેમના પરિવારને ભારતના વિવિધ સમાચારપત્રો અને પત્રિકાઓ સાથે સંબંધ રહેતો.
સને ૧૯૪પની આજુબાજુ “નવભારત ટાઇમ્સ'નું પ્રકાશન દિલ્હીથી ચાલુ થયું. અને ૧૯૫૫માં બેનેટ કોલમેન કંપની “ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના મૂળ માલિક પાસેથી સાહુ કુટુંબના હસ્તક આવી. તે સમયથી માંડીને આજ સુધી તેઓએ ભારતીય પત્રકારત્વમાં પોતાના જૂથની કાર્યક્ષમતા અને વિવિધતા, પ્રચાર અને પ્રસારણ, ઉચ્ચકક્ષાનું રહે અને અંગ્રેજી જેટલું જ, બલ્ક તેથી પણ વધારે મહત્ત્વ હિંદી ભાષાને મળે તેવો પ્રશંસનીય પ્રયત્ન કરીને તેમણે હિંદી ભાષાના રાષ્ટ્રીય દરજજાને સક્રિય અનુમોદન આપ્યું છે.
ઉપર્યુક્ત કાર્યો ઉપરાંત સમસ્ત ભારતમાં અનેક વિદ્યાલયો, પાઠશાળાઓ, પુસ્તકાલયો અને શોધ-સંસ્થાઓને તેમજ અસંખ્ય ગરીબ વિદ્યાર્થીઓને તેઓએ ઉદારતાથી પ્રગટ તેમજ ગુપ્ત બન્ને રીતે સહાય કરી હતી.
વિશિષ્ટ ધાર્મિક સેવાઓ (૧) ભગવાન મહાવીરના ૨૫૦૦ મો નિર્વાણ-મહોત્સવ પ્રાદેશિક, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અત્યંત સફળતાપૂર્વક ઉજવાયો હતો. આ મહોત્સવનું સૌથી વધારે શ્રેય જો કોઈ એક ત્યક્તિને આપવું હોય તો તે વ્યક્તિ સાહુ શાંતિપ્રસાદજીને જ આપી શક્રય. પોતાના અંગત સંબંધોનો સદુઉપયોગ કરીને તેઓએ તે વખતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી તથા કેન્દ્ર સરકારના અન્ય પ્રધાનોને આ મહોત્સવમાં સક્રિય રસ લેતા કર્યા હતા. ભગવાન મહાવીરના રાષ્ટ્રીય સ્મારક માટે તેમણે દિલ્હીમાં જ સરકાર દ્વારા જમીનની ફાળવણી કરાવી આપી હતી. મહોત્સવ-સમિતિના તેઓ કાર્યાધ્યક્ષ હતા. રાષ્ટ્રીય પ્રાંતીય, જિલ્લાકીય અને તાલુકા સ્તરે વિવિધ જૈન સમિતિઓની રચનાની તેઓએ જ પ્રેરણા આપી હતી, જેથી મહોત્સવ માત્ર મોટાં શહેરો પૂરતો જ મર્યાદિત ન રહેતા ભારતનાં નાનાં નાનાં ગામડાં સુધી પણ પ્રસરે અને ભગવાન મહાવીરનો વિશ્વમૈત્રી, સર્વધર્મસમભાવ અને આધ્યાત્મિકતાનો સંદેશ સૌ કોઈને પ્રાપ્ત થઈ શકે. પોતાની દિલ્હી, કલકત્તા, મુંબઈ અને અન્ય શહેરોની ઑફિસોનાં મકાનો આ કાર્ય માટે તેઓએ ફાળવી આપ્યાં હતાં. મહોત્સવમાં ભારતના ચારેય જૈન સંપ્રદાયોના અગ્રણીઓને દિલ્હીમાં એક ધ્વજ નીચે ભેગા કરવાનું તથા “સમણસું” પ્રકાશનનું સારું એવું શ્રેય શ્રી સાહૂજીને ફાળે જાય છે.
(૨) જૈન વિદ્યા પ્રત્યે અનુપમ ભકિન : સને ૧૯૬૮માં બનારસસંસ્કૃત વિશ્વવિદ્યાલયના ઉપક્રમે ઑલ ઇન્ડિયા ઓરિઅન્ટલ કોન્ફરન્સનું અધિવેશન ભરાયું હતું. આ અધિવેશનમાં જૈન વિદ્યા અંગેનો કોઈ કાર્યક્રમ નહોતો. જ્યારે સાહૂજીને આ બાબતની ખબર પડી ત્યારે તેઓએ કેટલાંક તાત્કાલિક પગલાં ભરીને જનવિદ્યા
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રાવક-શિરોમણિ સાહૂ શ્રી શાંતિપ્રસાદજી
૨૪૯
વિષેની વિશિષ્ટ રગોષ્ટિનું આયોજન કરાવ્યું, જેમાં જૈનવિદ્યાના મૂર્ધન્ય વિદ્વાનોને આમંત્રણ આપીને ખાસ બોલાવવામાં આવ્યા હતા,
ઉપરાંત તેઓએ નીચેની ધાર્મિક-સાંસ્કૃતિક સંસ્થાઓની સ્થાપના કરી અથવા તો તેમને વિશિષ્ટ સહયોગ આપી સક્રિય બનાવી :
(૧) પ્રાકૃત શોધ-સંસ્થાન, વૈશાલી, બિહાર, (૨) સ્વાદુવાદ મહાવિદ્યાલય, બનારસ (૩) એ. પી. જેન કૉલેજ, સાસારામનગર, બિહાર, (૪) અહિંસાપ્રચારક સમિતિ, કલકત્તા, (૫) વણી સંસ્કૃત વિદ્યાલય, સાગર, (૬) સાહુ પુરાતત્ત્વ
મ્યુઝિયમ, દેવગઢ, (૭) ભારતવષય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટી, મુંબઈ, (૮) દિગંબર જૈન મહાસમિતિ, (૯) સાહુ જેન કૉલેજ નજીબાબાદ, (૧૦) ભારતીય કલાવિદ્યા જૈન શોધ સંસ્થાન, મૂડીબદ્રી કર્ણાટક, (૧૧) શ્રમણ જૈન ભજન પ્રચારક સંધ, (પ્રેરક મુનિ વિદ્યાનંદજી) દિલહી.
અન્ય ધાર્મિક કાર્યો (૧) “વીરનિર્વાણ ભારતી દ્વારા ભારતના બધા ટોચના જૈન વિદ્વાનોને સંપ્રદાયના ભેદભાવ વિના પુરસ્કૃત કર્યા.
(૨) એમના જીવનનાં છેલ્લાં ૨૫ વર્ષ દરમ્યાન પ્રાંતીય કે રાષ્ટ્રીય સ્તરનો એવો ધાર્મિક ઉત્સવ ભાગ્યે જ હશે કે જેમાં તેઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે હાજરી આપીને તેને નેતૃત્વ, માર્ગદર્શન અને વિશિષ્ટ સહાય પૂરી ન પાડી હોય.
(૩) જૈન ધર્મના બધા ત્યાગી પુરુષો તથા વિદ્વાનો પ્રત્યે તેમને ઘણો જ પૂજ્યભાવ તથા આદરભાવ હતો. પોતાના ભરચક કાર્યક્રમોમાંથી પણ વારંવાર સમય કાઢીને તેઓ મુનિઓના સત્સમાગમ અને દર્શનનો લાભ લેતા તથા વિદ્વાનોની સભામાં તવજ્ઞાન, અધ્યાત્મચર્ચા, મુનિચર્યા, શ્રાવકયાં વગેરે વિષયો ઉપર સક્રિયપણે ચર્ચા કરતા.
(૪) સમસ્ત ભારતના જૈનોના અગ્રગણ્ય નેતા હોવાની રૂએ જૈન સમાજને કોઈ પણ પ્રકારનો અન્યાય થતો હોય એવા પ્રસંગો ઊભા થતા ત્યારે તેઓ તરત જ સક્રિય રસ લઈને વિવિધ ઉપાયો દ્વારા તેનું નિરાકરણ કરતા.
ઉત્તરાવસ્થા: ભગવાન મહાવીરના નિર્વાણ-મહોત્સવ દરમ્યાન એમના આત્મામાં અદમ્ય ઉત્સાહ હતો. તેથી પ્રેમપરિશ્રમ પણ તેને અનુરૂપ જ થયો. પરંતુ શરીર તો શરીરની રીતે જ કામ કરે ને ? કાર્યના અધિક બોજાથી તેમના શરીર પર ઘણી અસર થઈ. તેમાં વળી પોતાને આજીવન સહયોગ અને પ્રેરણા આપનાર તેમનાં ધર્મપત્ની રમારાણીનો તા. ૨૨-૭-૧૯૭૫ના રોજ વિયોગ થતાં તેમને સ્વાભાવિકપણે જ ઘણો માનસિક આઘાત લાગ્યો. આ બધાની શરીર પર વિપરીત અસર થતી ગઈ. જો કે તેમણે ઘણી સમતા રાખી, છતાં હૃદયરોગની બીમારીએ તેમને ઘેરી લીધા અને કરાળ કાળ આ મહાપુરુષનો પણ તા. ૨૭-૧૦-૧૯૭૭ ના રોજ કોળિયો કરી ગયો. લાખો
Page #6
--------------------------------------------------------------------------
________________ 250 અર્વાચીન જૈન જ્યોતિર્ધરો આંખોમાંથી અશ્રુની ધારાઓ ચાલી. સમગ્ર ભારત જૈન સમાજે શોકઠરાવો પસાર કર્યા. પરંતુ તેજ–જયોતિપુંજમાંથી હવે પ્રકાશ ન મળતાં, જેન સમાજ અને વિશેષ કરીને દિગંબર જૈન સમાજ નિરાશા, સર્વમાન્ય નેતૃત્વહીનતા અને નિરાધારતાનો અનુભવ કરી રહ્યો છે. ઉપસંહાર : આમ સતત ચાર દાયકાઓ સુધી પોતાની બહુમુખી પ્રતિભા અને દૂરદેશી દ્વારા રાષ્ટ્રીય, સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક તથા ધાર્મિક સ્તરે જૈન સમાજને વિશિષ્ટ સેવાઓ આપનાર આ મહાપુરુષ આજે આપણી વચ્ચે નથી; પણ તેમનાં સત્કાર્યોની સુવાસ અને ઉત્સાહ માનવમાત્રને અને આપણી યુવાન પેઢીને સેવાનો, સમર્પણનો, માનવતાનો અને સતત ઉદ્યમશીલતાનો સંદેશો આપે છે. આપણને તેમના જીવનમાંથી ઉદાર માનવલક્ષી અભિગમ અને સમાજસેવાની તત્પરતા. ની પ્રેરણા મળે છે. સાહુજીની સર્વમાન્ય લોકપ્રિયતા અને સમુચ્ચય સફળતામાં તેમના ધર્મપત્ની સૌમ્યમૂર્તિ, આદરણીયા મારાણીનો હિસ્સો ખૂબ જ નોંધપાત્ર છે. સેવાભાવ, પ્રેમ, વાત્સલ્ય, સતત પ્રેરણા, વિકટ કાળમાં ધર્મ બંધાવવાની ક્ષમતા અને જીવનના દરેક ક્ષેત્રમાં ઉદાર દૃષ્ટિકોણ અપનાવવાની નીતિ-આદિ અનેક વિશિષ્ટતાઓ દ્વારા તેમણે સાહુજીના વ્યક્તિત્વને કંડારવામાં એક મહાન સહયોગી અને સાચા જીવનસાથી તરીકેની પોતાની પ્રતિભાનો સૌને પરિચય કરાવ્યો છે. સાહુજીના અનુગામીઓ-વડીલબંધુ શ્રી શ્રેયાંશપ્રસાદજી તથા સુપુત્ર શ્રી અશોકકુમાર જેને પણ તેમના પગલે ચાલીને સમાજને સારી એવી સેવાઓ આપે છે, જેથી આપણને તેમના વિયોગથી ઊપજેલી ખોટમાં ઠીકઠીક ધીરજ અને આશ્વાસન બંધાય છે.