________________ 250 અર્વાચીન જૈન જ્યોતિર્ધરો આંખોમાંથી અશ્રુની ધારાઓ ચાલી. સમગ્ર ભારત જૈન સમાજે શોકઠરાવો પસાર કર્યા. પરંતુ તેજ–જયોતિપુંજમાંથી હવે પ્રકાશ ન મળતાં, જેન સમાજ અને વિશેષ કરીને દિગંબર જૈન સમાજ નિરાશા, સર્વમાન્ય નેતૃત્વહીનતા અને નિરાધારતાનો અનુભવ કરી રહ્યો છે. ઉપસંહાર : આમ સતત ચાર દાયકાઓ સુધી પોતાની બહુમુખી પ્રતિભા અને દૂરદેશી દ્વારા રાષ્ટ્રીય, સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક તથા ધાર્મિક સ્તરે જૈન સમાજને વિશિષ્ટ સેવાઓ આપનાર આ મહાપુરુષ આજે આપણી વચ્ચે નથી; પણ તેમનાં સત્કાર્યોની સુવાસ અને ઉત્સાહ માનવમાત્રને અને આપણી યુવાન પેઢીને સેવાનો, સમર્પણનો, માનવતાનો અને સતત ઉદ્યમશીલતાનો સંદેશો આપે છે. આપણને તેમના જીવનમાંથી ઉદાર માનવલક્ષી અભિગમ અને સમાજસેવાની તત્પરતા. ની પ્રેરણા મળે છે. સાહુજીની સર્વમાન્ય લોકપ્રિયતા અને સમુચ્ચય સફળતામાં તેમના ધર્મપત્ની સૌમ્યમૂર્તિ, આદરણીયા મારાણીનો હિસ્સો ખૂબ જ નોંધપાત્ર છે. સેવાભાવ, પ્રેમ, વાત્સલ્ય, સતત પ્રેરણા, વિકટ કાળમાં ધર્મ બંધાવવાની ક્ષમતા અને જીવનના દરેક ક્ષેત્રમાં ઉદાર દૃષ્ટિકોણ અપનાવવાની નીતિ-આદિ અનેક વિશિષ્ટતાઓ દ્વારા તેમણે સાહુજીના વ્યક્તિત્વને કંડારવામાં એક મહાન સહયોગી અને સાચા જીવનસાથી તરીકેની પોતાની પ્રતિભાનો સૌને પરિચય કરાવ્યો છે. સાહુજીના અનુગામીઓ-વડીલબંધુ શ્રી શ્રેયાંશપ્રસાદજી તથા સુપુત્ર શ્રી અશોકકુમાર જેને પણ તેમના પગલે ચાલીને સમાજને સારી એવી સેવાઓ આપે છે, જેથી આપણને તેમના વિયોગથી ઊપજેલી ખોટમાં ઠીકઠીક ધીરજ અને આશ્વાસન બંધાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org