________________
શ્રાવક-શિરોમણિ સાહૂ શ્રી શાંતિપ્રસાદજી
૨૪૭
સારી સફળતા પ્રાપ્ત થઈ હતી. વળી, જૈન એકતાના પ્રયાસમાં પણ ભારત જૈન મહામંડળ જેવી જૂની સંસ્થાના કર્ણધાર બનીને તેઓએ જાતિબંધુઓને પ્રોત્સાહન આપ્યું હતું. સમસ્ત દિગંબર જૈન સમાજની એક સર્વમાન્ય સંસ્થા બનાવવાના અને સીમાં સાધર્મીવાત્સલ્ય વધારવાના હેતુથી સન ૧૯૭૪માં તેઓએ દિગંબર જૈન મહાસમિતિની સ્થાપના કરી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં તેમજ સન્ ૧૯૬૫ તથા ૧૯૭૧નાં યુદ્ધો દરમિયાન તેઓએ લાલબહાદુર શાસ્ત્રીજી તથા શ્રીમતી ઇન્દિરા ગાંધીની સાથે લાંબાણ ચર્ચા કરીને સર્વતોમુખી સહયોગ આપ્યો હતો. જનરલ હોસ્પિટલો, વિશ્વવિદ્યાલયો અને જાહેર શૈક્ષણિક સંસ્થાઓના નિર્માણમાં પણ તેમણે ઉદારતાથી દાનગંગા વહેવરાવી હતી.
શિક્ષણ, સાહિત્ય, સંસ્કૃતિ તથા ધર્મ અંગેની સેવાઓ : વિશિષ્ટ પુણ્યોદય, ન્યાયસંપન્ન ઉદ્યોગ-વ્યવસાયની નીતિઓ અને સાતિશય વ્યાપારી કુનેહથી જેમ જેમ લક્ષ્મી એકધારી વધવા લાગી, તેમ તેમ સાહુ પરિવારે સમાજ અને સંસ્કૃતિનાં કાર્યો માટે અત્યંત ઉદાર દાનનીતિનો આશ્રય લીધો. આનું કાંઈક અનુમાન તેમણે કરેલાં નીચેનાં કાયથી જાણી શકાય ?
(૧) સન્ ૧૯૨૧માં મૂર્તિદેવી કન્યાવિદ્યાલયની નજીબાબાદમાં સ્થાપના.
(૨) સાહુ જેન ટ્રસ્ટના અન્વયે “મૂર્તિદેવી છાત્રવૃત્તિઓ” સ્વાવાદ મહાવિદ્યાલય બનારસમાં શાસ્ત્રી, આચાર્ય એમ. એ., પીએચ. ડી તથા ડી. લિ.ની ડિગ્રીઓ માટે ભણતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. અત્યાર સુધીમાં સેંકડો વિદ્યાર્થીઓએ આ છાત્રવૃત્તિનો લાભ લીધો છે અને દેશના જુદા જુદા ભાગોમાં ધર્મ, દર્શન, સાહિત્ય, ઇતિહાસ, તેમજ સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષાઓના પ્રચાર-પ્રસારમાં પોતાની સેવાઓ આપી છે.
(૩-૪) ભારતીય જ્ઞાનપીઠ તથા મૂર્તિદેવી ગ્રંથમાળા : તા. ૧૮–૨–૧૯૪૪ના રોજ સાહુ શાંતિપ્રસાદજીએ પોતાના કુટુંબીજનોના સહયોગ અને સંમતિથી આ મહાન સંસ્થાઓની સ્થાપના કરી. આ સંસ્થાઓ દ્વારા ઉચ્ચકક્ષાનું પ્રાચીન તેમજ અર્વાચીન સાહિત્ય વિપુલ પ્રમાણમાં સંસ્કૃત, હિંદી, પ્રાકૃત, અંગ્રેજી, તામિલ, કન્નડ વગેરે ભાષાઓમાં પ્રગટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અદ્યતન વૈજ્ઞાનિક ઢબથી સંપાદિત લગભગ ૧૦૦ (સો) જેટલા ગ્રંથો પ્રકાશિત થયા છે.
(૫) શાનપીઠ એવોર્ડ : દર વર્ષે ભારતના સંવિધાને માન્ય કરેલ મુખ્ય ચૌદ ભાષાઓમાં પ્રગટ થયેલા સાહિત્યમાંથી માનવતાલક્ષી તેમજ સંસ્કારપ્રેરક શ્રેષ્ઠ કૃતિને રૂ. દોઢ લાખ રોકડાનું પારિતોષિક અપાય છે અને તેના કર્તાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવે છે. આવી રાષ્ટ્રીય સ્તરની સાહિત્યિક પ્રવૃત્તિ ભારતના ઇતિહાસમાં હજી સુધી બીજી નોંધાઈ નથી. આથી આ યોજનાના પુરસ્કર્તાઓની દૂરંદેશી, ઉદારતા, સાહિત્યપ્રેમ અને રાષ્ટ્રીય ભાવના પ્રત્યે કોઈ પણ મનુષ્યને સ્વાભાવિકપણે સન્માન અને આદરની લાગણી ઊપજયા વગર રહી શકતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org