Book Title: Shravak Shiromani Shantiprasadji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૨૪૬ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો * કૌટુંબિક અને વ્યાવસાયિક જીવન : સાહૂ પરિવારના ઉમદા, ઉદાર અને કુલીન સંસ્કારો તેમનામાં પ્રારંભિક યુવાવસ્થાથી જ ઝળક્યા હતા. આ ઉંમરે પણ નિયમિત પ્રભુદર્શન તથા આજુબાજુના હસ્તિનાપુર આદિ તીથોમાં જવાનું તથા ધાર્મિક ઉત્સવોમાં ભાગ લેવાનું તેઓ ચૂકતા નહીં. તેમનાં ધર્મપત્નીનું નામ મારાણી હતું. મારાણી પ્રસિદ્ધ મારવાડી ઉદ્યોગપતિ શ્રી રામકૃષ્ણ દાલમીયાનાં એકનો એક દીકરી હતાં. નાની ઉંમરમાં જ માતાનો વિયોગ થવાથી રમારાણીનો ઉછેર શેઠ જમનાલાલ બજાજના સાંનિધ્યમાં થયો હતો. આથી દેશપ્રેમ, સ્વાશ્રય, આત્મવિશ્વાસ અને સર્વધર્મસમભાવના સંસ્કાર તેમને નાનપણથી જ માયા હતા. શાંતિપ્રસાદજીના લગ્નસંબંધથી દેશના બે ઉગ્ન સંસ્કારી અને સંપત્તિવાન કુટુંબોનું મિલન થયું, અને મણિ-કચનનો સંયોગ થાય તેમ દસ-પંદર વર્ષની અંદર વિશિષ્ટ પુણ્યોદયથી તેમનું કુટુંબ ભારતનાં અગ્રગણ્ય કુટુંબોમાં વિશિષ્ટ સ્થાન પામ્યું. તેમના ત્રણ પુત્રોનાં નામ અશોક, આલોક અને મનોજ છે તથા પુત્રીનું નામ સૌ. અલકા છે. જેમ જેમ લક્ષ્મીનું આગમન થતું ગયું તેમ તેમ સમાજસેવા અને સંસ્કારનું સામ્રાજય સર્વ કુટુંબીજનોમાં ફેલાવા લાગ્યું. વિવિધ વ્યવસાય, ઉદ્યોગ અને વ્યાપારમાં તેઓની કુશાગ્ર બુદ્ધિ, માણસોને પારખવાની શક્તિ, સ્ટાફ પ્રત્યેની ઉદાર નીતિ અને ઉદ્યોગપતિ અને વહીવટકર્તા તરીકેની તેમની આગવી કોઠાસૂઝ-આ બધા દ્વારા ભારતના ઔદ્યોગિક ક્ષેત્રો થોડા જ વર્ષોમાં તેમણે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લીધું. આમ દુનિયામાં દુર્લભ એવા લક્ષ્મી અને સરસ્વતીના સુભગ સમન્વયથી આ કુટુંબની ખ્યાતિ દેશમાં સર્વત્ર પ્રસરવા લાગી. માનવતાવાદ અને સમાજસેવાના જ્યોતિર્ધર : દયા, નમ્રતા, ઉદારતા, સાદાઈ, સરળતા, માનવમાત્ર પ્રત્યે પ્રેમ વગેરે ગુણો તેમને પોતાની ઉચ્ચ કુળપરંપરા તથા માતા મૂર્તિદેવી તરફથી ગળથુથીમાંથી મળ્યા હતા. સમાજસેવાનાં કાર્યો કરવાની પણ તેમના વડીલોની એક પરંપરાગત ખાસિયત હતી. સાહૂજીના જીવનમાં તે અઢાર વર્ષની ઉંમરથી જ દેખાય છે. ઈ. સ. ૧૯૨૯માં હસ્તિનાપુરમાં મળેલા અખિલ ભારતીય યુવક-સંમેલનની કાર્યવાહીમાં તેમણે જે ભાગ ભજવ્યો હતો તેનાથી સમાજસેવા કરવાનો તેમનો અદમ્ય ઉત્સાહ, સંગઠન કરવાની શક્તિન, વહીવટી કુશળતા, અને નાનામોટા સૌની સાથે હળીમળીને કામ કરવાની તેમની શક્તિનો આપણને પરિચય મળે છે. ભાવિમાં થનાર તેમની મહાન નેતાગીરીનાં એંધાણ આ સમયથી જ અનુભવીઓના ખ્યાલમાં આવી ગયા હતા. સને ૧૯૪૦ના ઉનાળામાં લખનૌમાં ભરાયેલ ભારતવષય દિગંબર જૈન પરિષદના વાર્ષિક અધિવેશનમાં તેમણે તથા મારાણીએ આપેલા સેવાઓ, માર્ગદર્શન, પ્રેરણા અને બતાવેલા અથાગ ઉત્સાહથી તે જમાનામાં જૈન લોકો તેમને પોતાના નેતા અને માર્ગદર્શક માનવા લાગ્યા હતા. વિધવાવિવાહ, આંતરજાતીય વિવાહ, દહેજનિવારણનો પ્રશ્ન તથા નવી અને જૂની પેઢી વચ્ચેના નીવ્ર મતભેદો જેવી વિવિધ સામાજિક સમસ્યાઓનું યથાયોગ્ય નિરાકરણ કરી બહુજનમાન્ય ઉકેલ શોધવામાં તેઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6