Book Title: Shravak Shiromani Shantiprasadji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 5
________________ શ્રાવક-શિરોમણિ સાહૂ શ્રી શાંતિપ્રસાદજી ૨૪૯ વિષેની વિશિષ્ટ રગોષ્ટિનું આયોજન કરાવ્યું, જેમાં જૈનવિદ્યાના મૂર્ધન્ય વિદ્વાનોને આમંત્રણ આપીને ખાસ બોલાવવામાં આવ્યા હતા, ઉપરાંત તેઓએ નીચેની ધાર્મિક-સાંસ્કૃતિક સંસ્થાઓની સ્થાપના કરી અથવા તો તેમને વિશિષ્ટ સહયોગ આપી સક્રિય બનાવી : (૧) પ્રાકૃત શોધ-સંસ્થાન, વૈશાલી, બિહાર, (૨) સ્વાદુવાદ મહાવિદ્યાલય, બનારસ (૩) એ. પી. જેન કૉલેજ, સાસારામનગર, બિહાર, (૪) અહિંસાપ્રચારક સમિતિ, કલકત્તા, (૫) વણી સંસ્કૃત વિદ્યાલય, સાગર, (૬) સાહુ પુરાતત્ત્વ મ્યુઝિયમ, દેવગઢ, (૭) ભારતવષય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટી, મુંબઈ, (૮) દિગંબર જૈન મહાસમિતિ, (૯) સાહુ જેન કૉલેજ નજીબાબાદ, (૧૦) ભારતીય કલાવિદ્યા જૈન શોધ સંસ્થાન, મૂડીબદ્રી કર્ણાટક, (૧૧) શ્રમણ જૈન ભજન પ્રચારક સંધ, (પ્રેરક મુનિ વિદ્યાનંદજી) દિલહી. અન્ય ધાર્મિક કાર્યો (૧) “વીરનિર્વાણ ભારતી દ્વારા ભારતના બધા ટોચના જૈન વિદ્વાનોને સંપ્રદાયના ભેદભાવ વિના પુરસ્કૃત કર્યા. (૨) એમના જીવનનાં છેલ્લાં ૨૫ વર્ષ દરમ્યાન પ્રાંતીય કે રાષ્ટ્રીય સ્તરનો એવો ધાર્મિક ઉત્સવ ભાગ્યે જ હશે કે જેમાં તેઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે હાજરી આપીને તેને નેતૃત્વ, માર્ગદર્શન અને વિશિષ્ટ સહાય પૂરી ન પાડી હોય. (૩) જૈન ધર્મના બધા ત્યાગી પુરુષો તથા વિદ્વાનો પ્રત્યે તેમને ઘણો જ પૂજ્યભાવ તથા આદરભાવ હતો. પોતાના ભરચક કાર્યક્રમોમાંથી પણ વારંવાર સમય કાઢીને તેઓ મુનિઓના સત્સમાગમ અને દર્શનનો લાભ લેતા તથા વિદ્વાનોની સભામાં તવજ્ઞાન, અધ્યાત્મચર્ચા, મુનિચર્યા, શ્રાવકયાં વગેરે વિષયો ઉપર સક્રિયપણે ચર્ચા કરતા. (૪) સમસ્ત ભારતના જૈનોના અગ્રગણ્ય નેતા હોવાની રૂએ જૈન સમાજને કોઈ પણ પ્રકારનો અન્યાય થતો હોય એવા પ્રસંગો ઊભા થતા ત્યારે તેઓ તરત જ સક્રિય રસ લઈને વિવિધ ઉપાયો દ્વારા તેનું નિરાકરણ કરતા. ઉત્તરાવસ્થા: ભગવાન મહાવીરના નિર્વાણ-મહોત્સવ દરમ્યાન એમના આત્મામાં અદમ્ય ઉત્સાહ હતો. તેથી પ્રેમપરિશ્રમ પણ તેને અનુરૂપ જ થયો. પરંતુ શરીર તો શરીરની રીતે જ કામ કરે ને ? કાર્યના અધિક બોજાથી તેમના શરીર પર ઘણી અસર થઈ. તેમાં વળી પોતાને આજીવન સહયોગ અને પ્રેરણા આપનાર તેમનાં ધર્મપત્ની રમારાણીનો તા. ૨૨-૭-૧૯૭૫ના રોજ વિયોગ થતાં તેમને સ્વાભાવિકપણે જ ઘણો માનસિક આઘાત લાગ્યો. આ બધાની શરીર પર વિપરીત અસર થતી ગઈ. જો કે તેમણે ઘણી સમતા રાખી, છતાં હૃદયરોગની બીમારીએ તેમને ઘેરી લીધા અને કરાળ કાળ આ મહાપુરુષનો પણ તા. ૨૭-૧૦-૧૯૭૭ ના રોજ કોળિયો કરી ગયો. લાખો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6