Book Title: Shraddhvidhi Kaumudi
Author(s): Vairagyarativjay
Publisher: Pravachan Prakashan

Previous | Next

Page 9
________________ ८ તેઓ યુગપ્રધાન શ્રીસોમસુંદરસૂરિજીના શિષ્ય હતા.. ‘સંતિકર’ સ્તોત્રના કર્તા સહસ્રાવધાની પરમપ્રભાવક શ્રીમુનિસુંદરસૂરિજીના પટ્ટધર બન્યા હતા. શ્રીભુવનસુંદરસૂરિજી પાસે તેમણે જ્ઞાનાભ્યાસ કર્યો હતો. શ્રીસાધુરત્નસૂરિજીના સદુપદેશથી તેમને વૈરાગ્યરંગ લાગ્યો હતો. તેમના અસ્તિસમય દરમિયાન વિ. સં. ૧૫૦૮માં જિનપ્રતિમા આદિનું ઉત્થાપન કરનાર લુંકામત પ્રવર્તો હતો. લંકામતમાં પ્રથમ વેખધારી વિ. સં. ૧૫૩૩માં ભાણા નામક થયા હતા. પ્રસ્તુત શ્રીરત્નશેખરસૂરિજી સિવાય બીજા પણ ત્રણ સમાનનામક આચાર્યો થયા છે. ૧ શ્રીપાલચરિત્ર પ્રાકૃત તથા ગુણસ્થાન ક્રમારોહ ઇત્યાદિ ગ્રંથોના કર્તા, હેમતલિકસૂરિ-શિષ્ય બૃહદ્ગચ્છીય શ્રીરત્નશેખરસૂરિ, ૩ પીપ્પલગચ્છીય શ્રીરત્નશેખરસૂરિ. પ્રસ્તુત સંસ્કરણ : વાચકોના કરકમલમાં સાદર થયેલું આ પ્રકાશન, આ ગ્રંથરત્નનું દ્વિતીય સંસ્કરણ છે. પ્રથમ સંસ્કરણ, પૂજ્યપાદ પરમગુરુદેવ આચાર્ય શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજીમહારાજસાહેબના સદુપદેશથી ભાવનગરની શ્રીજૈનઆત્માનન્દસભા દ્વારા વિ. સં. ૧૯૭૪માં પ્રકૃાશિત થયું હતું. પ્રથમ સંસ્કરણ ઘણા સમયથી અપ્રાપ્ય થયેલું હોવાથી, આ ગ્રંથનું પુનર્મુદ્રણ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ-સુરત તરફથી .તેના ટ્રસ્ટીઓ પ્રકાશિત કરે છે. પ્રસ્તુત સંસ્કરણના સંશોધનમાં કોઈ મહત્ત્વનો ફેરફાર અમે કરી શક્યા નથી. કેટલીક વાર પ્રસંગો અને સંયોગો એવા ઉપસ્થિત થાય છે કે-ધારેલી ધારણાઓ નિષ્ફળ થાય છે. પ્રસ્તુતસંસ્કરણના સંશોધન અંગે પણ કાંઈક ૧. શ્રીરત્નશેખરસૂરિજી એ, પોતાના ગુરુ તરીકે, શ્રાદ્ધવિધિપ્રકરણમાં સોમસુંદરસૂરિજીનો તથા શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રવૃત્તિમાં ભુવનસુંદરસૂરિજીનો નામોલ્લેખ કર્યો છે. એમણે કરાવેલ પ્રતિષ્ઠાના અનેક લેખોમાં ‘શ્રીસોમસુંદરસૂરિશિષ્ય શ્રીરત્નશેખરસૂરિ' એવા ઉલ્લેખ પ્રાપ્ત થતો હોવાથી તેમના ગુરુ તરીકે અમે શ્રી સોમસુંદરસૂરિજીનો ઉલ્લેખ કર્યો છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 346