Book Title: Shraddhvidhi Kaumudi
Author(s): Vairagyarativjay
Publisher: Pravachan Prakashan

Previous | Next

Page 10
________________ આવું જ બન્યું છે. જે પદ્ધતિએ અમે આનું સંશોધન કરવા ધારેલું તે અમે કરી શક્યા નથી. છતાં જેવું છે તેવું પણ સ્વાધ્યાયપ્રેમી ધર્મારાધકોને ઉપયોગી થશે તો અમે અમારા પ્રયત્નને સફલ માનીશું. પ્રથમ સંસ્કરણમાં મુદ્રિત થયેલી અને પૂ. મુનિરાજ શ્રીરામવિજયજી (વર્તમાનમાં આચાર્ય શ્રીવિજયરામચન્દ્રસૂરિજી) મહારાજે લખેલી પ્રસ્તાવના ઉપયોગી હોવાથી આ સાથે આપીએ છીએ. પૂજયપાદ ગુરુદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની મંગલમયી કૃપાના યોગથી યત્કિંચિત્ શ્રુતસેવા કરી શકીએ છીએ તેઓશ્રીમનાં અગણિત ઉપકારોનું સ્મરણ આવા પ્રસંગે થાય તે સ્વાભાવિક છે. અન્ય સહાયકોના પણ અમે આભારી છીએ. આમાં રહેલ અપૂર્ણતા અને અશુદ્ધિઓનું પરિમાર્જન કરી, વિરતિધર્મની યથાર્થ આરાધના દ્વારા ભવ્યાત્માઓ અનંત અને અવ્યાબાધ સુખના ભોક્તા બનો એ જ શુભાભિલાષા સાથે વિરમીએ છીએ. મુંબઈ : પૂ. આચાર્યદેવશ્રીમદ્વિજય-લબ્ધિસૂરીશ્વર-ચરણચચ્ચરિક માર્ગશીર્ષ શુક્લ પંચમી, * . શ્રી વિક્રમવિજયગણિ. વિ. સં. ૨૦૧૬ . મુનિ ભાસ્કરવિજય શુક્રવાર, તા. ૪-૧૨-૫૯. .

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 346