Book Title: Shodshak Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 6
________________ આવા વિધાનને જોઈને અથવા તો મને વીર પરમાત્મા પ્રત્યે પક્ષપાત નથી અને કપિલાદિ ઋષિઓ પ્રત્યે દ્વેષ નથી, જેમનું વચન યુક્તિમદ્ છે તેમનો સ્વીકાર કરવો. આવા પ્રકારનાં તેઓશ્રીનાં વિધાનોને જોઈને હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાને સમદર્શી જણાવનારાઓએ એ યાદ રાખવું જોઈએ કે શ્રી વીતરાગ પરમાત્મા શ્રી મહાવીર પરમાત્માદિ શ્રી તીર્થકર દેવોને જ તેઓશ્રી ઈષ્ટદેવ માનીને નમસ્કાર કરતા હતા. તાત્ત્વિક સમદર્શિતા તાત્ત્વિક પક્ષપાતથી જ પ્રાપ્ત થતી હોય છે. તાત્ત્વિક પક્ષપાત વિના જે સમદર્શિતા હોય છે તે અજ્ઞાનમૂલક હોવાથી માત્ર આભાસિકી હોય છે. વસ્તુ જેવી છે તેવી માનવી, એમાં રાગ કે દ્વેષની કોઈ પણ જાતની છાયા પડવા દેવી નહિ, એ સમદર્શિતા છે. બધાને સરખા માનવા એ સમદર્શિતા નથી. કોઈ પણ જાતના રાગ કે દ્વેષના પરિણામ વિના વસ્તુની યથાર્થતાનો સ્વીકાર કરવાથી તાત્ત્વિક સમદર્શિતા પ્રાપ્ત થતી હોય છે, જે તાત્ત્વિક પક્ષપાત વિના શક્ય નથી. આ પ્રમાણે ઈષ્ટદેવતાને નમસ્કાર કરવા સ્વરૂપ મંગલને કરીને પોતે રચેલા ગ્રન્થના શ્રવણાદિમાં બુદ્ધિમાનો પ્રવ-એ આશયથી પ્રકરણના વિષયને જણાવવા સંઘર્ષપરીક્ષહિમાવાના આ પદ છે. સધર્મનો નિર્ણય કરવા માટે બાલ, મધ્યમ અને પંડિત જીવો પ્રયત્ન કરતા હોય છે તેથી તે ત્રણ સદ્ધર્મના પરીક્ષક છે. તેમનાં લક્ષણો અને આચારાદિની અપેક્ષાએ તેમનું નિરૂપણ આ પ્રકરણમાં ગ્રન્થકારશ્રી કરવાના છે. આ પૂર્વે પણ અનેક ગ્રન્થકારોએ એવું નિરૂપણ કર્યું હોવાથી જોકે પ્રકરણકારશ્રીએ આ પ્રયત્નPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 450