Book Title: Shodshak Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 5
________________ સાધનામાં નિપુણ એવા વિદ્વાનોએ સદ્ધર્મની પરીક્ષા કરવી જોઈએ. એવી પરીક્ષાને કરનારા જીવો સામાન્યથી બાલ, મધ્યમ અને પંડિત સ્વરૂપે ત્રણ પ્રકારના હોય છે. પ્રથમ ષોડશકમાં તેનું નિરૂપણ કરતાં પૂર્વે પ્રકરણકારશ્રીએ પહેલી ગાથાથી મંગલાદિને જણાવ્યું છે-એ ગાથા નીચે પ્રમાણે છે. प्रणिपत्य जिनं वीरं सद्धर्मपरीक्षकादिभावानाम् । लिङ्गादिभेदतः खलु वक्ष्ये किञ्चित् समासेन ॥१-१॥ રાગ, દ્વેષ અને મોહને જીતનારા શ્રી વીર પરમાત્માને નમસ્કાર કરીને સદ્ધર્મના પરીક્ષક એવા બાલ, મધ્યમ અને પંડિત વગેરે ભાવોના (પદાર્થોના) અલ્પ સ્વરૂપને તેનાં લિફ્ટ (લક્ષણ), વૃત્ત (આચાર) વગેરેને આશ્રયી પરિમિત શબ્દોથી કહીશ.” - આ પ્રમાણે પહેલા ષોડશકની પહેલી ગાથાનો શબ્દાર્થ છે. શ્રી ષોડશક પ્રકરણની રચનાના આરંભે; પોતાના એ અભીષ્ટ કાર્યની નિર્વિદનપણે સિદ્ધિ માટે ઈષ્ટદેવતા સ્વરૂપ શ્રી મહાવીર પરમાત્માને નમસ્કાર કરવારૂપે પ્રકરણકારશ્રીએ મગૂલ કર્યું હતું. “વિદનāસપૂર્વક ગ્રન્થની સમાપ્તિ માટે મગલ કરવું જોઈએ” આવા પ્રકારનું જ્ઞાન શિષ્યોને થાયએ આશયથી ઉપર જણાવેલી પહેલી ગાથામાં પ્રકરણકારશ્રીએ પોતે કરેલા મન્ગલનો ઉલ્લેખ કર્યો છે. નિન વીરનું આ પ્રમાણેના ઉલ્લેખથી તેઓશ્રીએ પોતાના ઈષ્ટ દેવને ખૂબ જ સ્પષ્ટ સ્વરૂપે જણાવ્યા છે. “રાગાદિ જેમના સર્વથા ક્ષય પામ્યા છે એવા કોઈ પણ બ્રહ્મા વગેરેને નમસ્કાર થાઓ'...Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 450