Book Title: Shodshak Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 8
________________ પરીક્ષાને કરનારા બાલાદિ જીવોના આશયમાં કોઇ ફરક નથી. જ્ઞાનાદિ આચારની ચૂનાધિકતાને લઈને પરીક્ષા કરવાની રીતભાતમાં ફરક પડે-એ બરાબર છે. પરંતુ સંસારસમુદ્રથી પાર પામવાદિ સ્વરૂપ આશયમાં કોઈ જ ફરક નથી. મુખ્ય આશયમાં તરતમતા હોય-એનો કોઈ જ વિરોધ નથી. પરંતુ બાલાદિ જીવોને સંસારસુખના અર્થી તરીકે વર્ણવવાનું શાસ્ત્રાનુસારી નથી. સદ્ધર્મની પરીક્ષા કરનારા મધ્યમ જીવો મધ્યમબુદ્ધિવાળા હોવાથી કાંઈક વિવેકને પ્રાપ્ત કરનારા હોય છે. એ વિવેકના કારણે તેઓ બાહ્ય વેષને જોયા પછી પણ તેને પ્રાધાન્ય આપ્યા વિના બીજા બાહ્ય આચારને જોઈને સધર્મનો નિર્ણય કરે છે. બાલ જીવોની અપેક્ષાએ મધ્યમબુદ્ધિવાળા જીવો વિવેકી હોવાથી સદ્ધર્મની પરીક્ષા કરતી વખતે થોડી વિચારણા વધારે કરે છે. માત્ર બાહ્ય આકારને જોઈને તે તે મહાત્માઓને વંદનીય માની લેતા નથી. પરંતુ તેવા આકારની સાથે આચારની અપેક્ષા રાખે છે. અને પછી જ તે તે મહાત્માઓને વંદનીય; મધ્યમબુદ્ધિવાળા માને છે. અહીં મધ્યમ જીવોને મધ્યમબુદ્ધિવાળા તરીકે જણાવ્યા છે. આથી બાલ જીવોને બાલબુદ્ધિવાળા આપણે સમજી શકીએ છીએ. વયની અપેક્ષાએ અહીં બાલાદિ જીવોને વર્ણવ્યા નથી. અજ્ઞાનાદિની અપેક્ષાએ બાલાદિ જીવોનો અહીં વિભાગ છે. મધ્યમ અને બાલ જીવોમાં વિવેક અને તેના અભાવના કારણે વિશેષતા છે. અન્ય વિશેષતાઓને પ્રકરણકારશ્રી, આગળ જણાવવાના છે. આ ગાથાથી આપણે સમજી શકીએ છીએ કે મહાત્માઓને વન્ય માનવાનું કારણ ૫Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 450