________________
શેઠ મોતીશાહ
૨૮૭
ઊભી રહે. એટલે દરેક હારમાં નવ નવ થઈ રુચકદ્વીપમાં તેમનાં
સ્થાને પણ એ જ દિશામાં હોય છે. છેવટે ચાર ચદ્વીપની કુમારિકાઓ કેળનું ઘર બનાવે એટલે કેળાને બાંધી ઘર બનાવી દે, તેમાં પ્રભુને સ્નાન કરાવે, અને પ્રભુને ત્યાર પછી માતાને ઘેર પધરાવે. આ છપન દિકુમારીને મહોત્સવ ખૂબ આકર્ષક થાય છે. તે કુમારીએ પ્રભુને શરીરે મર્દન કરી, સ્નાન કરાવે, અલંકાર પહેરાવે અને પ્રભુને હાથે રક્ષાપોટલી બાંધે. પછી ત્યાં રાસડા લે, પ્રભુની સ્તુતિ કરે, પ્રભુની માતાને કહે કે “તમારા પુત્ર ખૂબ જ અને હે પ્રભુમાતા ! તમે ખરેખર જગતની માતા છો ! તમે જગતના દીપકને ધારણ કરનાર છે! જગત ઉપકારી નંદનને ધારણ કરનાર તમે ખરેખર ધન્ય છે!” આટલું કહી રાસ રમી પિતાને સ્થાનકે જાય.
આ મહોત્સવ સાતમા દિવસની રાત્રે થયે. એમાં લેકને ખૂબ રસ જાગ્યે, એમાં છપ્પન કુમારીઓને વેશ, અલંકાર અને સ્વચ્છતા ખાસ ધ્યાન ખેંચનારી નીવડી હતી. એમણે રાસ લીધા એમાં તે હદ કરી નાખી અને તે વખતનું વાતાવરણ ભારે આનંદદાયક બની ગયું હતું એમ તે વખતના લખાયેલાં વર્ણન પરથી સમજી શકાય છે.
આ જન્મ કલ્યાણક મહોત્સવની શરૂઆત હતી છપ્પન કુમારીને મહોત્સવ થયા પછી દેવે તરફનો મહોત્સવ થાય. આ મહોત્સવમાં નવીન રીતિ ધારણ કરવામાં આવી. પ્રથમ આઠ ઈંદ્રાણુઓ-જેન બહેને સુંદર વસ્ત્રાભૂષણ પહેરી આવે, તેમના હાથમાં કંકાવટીએ હોય, તેઓ પ્રતિષ્ઠા કરવાનાં નવાં