Book Title: Shatavadhani Ratnachandraji Maharaja
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 4
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો કાનની રસૌ તથા ગળાના કાકડા (Tonsils)—એમ અનેક દર્દો થયાં. આ દર્દોનો હુમલો થવા છતાં તેમણે પોતાનું અધ્યયન તો સતત ચાલુ જ રાખેલું અને શાંતભાવથી સહનશીલતાના ગુણનો વિકાસ કરીને પોતાના ચારિત્ર્યને શોભાવ્યું હતું. આમ આ કાળ દરમ્યાન, દેહ પ્રત્યેના મમત્વનો ત્યાગ સારા પ્રમાણમાં તેમના જીવનમાં દષ્ટિગોચર થાય છે. ૧૪૪ અવધાનશકિત્ત કેળવવાનો અને સાહિત્યરચનાનો પ્રારંભ : વિ. સં. ૧૯૬૩થી તેમણે અવધાનશક્તિ કેળવવાનો પ્રારંભ કર્યો હતો. સંવત ૧૯૬૪ના ચાતુર્માસ દરમ્યાન ભાવનાશતક અને કર્તવ્યકૌમુદી નામના સંસ્કૃત ગ્રંથો લખવાની તેમણે શરૂઆત કરી. મહારાજશ્રીની બુદ્ધિનેસ્વિતા, ગ્રહણશક્તિ અને ધારણાશક્તિ અદ્ભુત હોવાથી આ વિષયમાં પ્રારંભથી જ તેઓને સારી સફળતા પ્રાપ્ત થવા લાગી, જેથી અનુક્રમે આઠ અવધાન, સત્તર અવધાન અને પચાસ અવધાન કરવાની શક્તિ તો તેઓએ પહેલા જ વર્ષમાં પ્રાપ્ત કરી લીધી ! એકીસાથે અનેક વસ્તુઓને ચિત્તમાં ધારણ કરી રાખવાની આ અવધાનની કળા મનની એક વિરલ શક્તિ છે અને વિશિષ્ટ સ્મરણશક્તિવાળી વ્યક્તિ જ તેને સિદ્ધ કરી શકે છે. પોતાનાથી થોડાં વર્ષો પૂર્વે થયેલા પંડિત શ્રી ગટુલાલજી, પંડિત શ્રી શંકરલાલ મહેશ્વર તથા શ્રીમદ્ રાજચંદ્રજી આદિ વિવિધ અવધાનકારો પાસેથી તેમણે પ્રેરણા મેળવી હતી. પોતાના વિશાળ શાસ્ત્ર-અધ્યયનથી અને ઊંડા ચિંતન-મનનથી પ્રાંજલ થયેલી તેમની પ્રશાથી અને વિશિષ્ટ ધારણાશક્તિથી થોડા જ કાળમાં એકસો એક અવધાન કરવાની શક્તિ સહજપણે તેમણે પ્રાપ્ત કરી હતી. આગળ ઉપર ગુરુકુળ પંચકુલામાં તેઓએ પોતાની વિશિષ્ટ અવધાનશક્તિના પ્રયોગો કર્યા ત્યારથી તેઓ ભારતભૂષણ અને શતાવધાની તરીકે ઓળખાવા લાગ્યા. ભાષા, વ્યાકરણ અને પાદપૂર્તિના વિશિષ્ટ જાણકાર હોવાથી અને શીઘ્રકવિત્વ પ્રાપ્ત કર્યું હોવાથી ગુજરાતી અને સંસ્કૃત ભાષાના અનેકવિધ વિષયો ઉપર તેઓ પાદપૂર્તિ કરી શકતા. તેમની આ વિષયોની નિપુણતા મહાકવિ શ્રી નાનાલાલ, શાસ્ત્રી શ્રી રામકૃષ્ણ હર્ષજી, શ્રી કેશવલાલ ધ્રુવ, શ્રી હીરાચંદ મોતીચંદ, શ્રી પોપટલાલ પૂંજાભાઈ, જયપુરના શ્રી કેશરમલજી ચોરડીઆ, અલ્વરના શ્રી રામચંદ્રજી ભટ્ટ તેમજ ખંડિત શ્રીમન્નારાયણજી આદિ મહાનુભાવો સાથેના સમાગમ અને વાર્તાલાપમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. પ્રજ્ઞાચક્ષુ ૌ સુખલાલજીએ મહારાજશ્રીને શ્રાદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે, ‘વિશિષ્ટ કક્ષાના મુનિશ્રી એક વિદ્યુત શતાવધાની હતા. અવધાન કરવાની વિદ્યા ગુજરાતીઓને જ વારસામાં મળી હોય તેવું લાગે છે.' આ વિષયમાં તેઓશ્રીએ પંદરમા સૈકાના સહસ્રાવધાની મુનિસુંદર સૂરિ, ઉપા. શ્રી યશોવિજયજી, શ્રી ગટુલાલજી, શ્રીમદ્ રાજચંદ્રજી, શ્રી શંકરલાલ શાસ્ત્રી તથા મુનિ શ્રી સંતબાલજી આદિ ગુજરાતના અનેક મહાનુભાવોનો ઉલ્લેખ કર્યો હતો. આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારતાં અવધાનીની સાચી યોગ્યતા તે કેટલાં અવધાન કરે છે તેના પરથી સિદ્ધ થતી નથી પરંતુ તેનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10