Page #1
--------------------------------------------------------------------------
________________
૧૯. શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ
ભૂમિકા : ભારતની પશ્ચિમે આવેલો કચ્છ પ્રદેશ ત્યાંના લોકોની સાહસિકતા, શૂરવીરતા અને સરળતા માટે જગતમાં પ્રસિદ્ધ છે. રણપ્રદેશની આ કઠોરભૂમિમાં રહેતાં મનુષ્યોનાં હૃદય કોમળ હોય છે. પણ તેમની જીવનચર્યા કડક છે. આ કચ્છના ભોરારા ગામે વીશા ઓસવાળનું એક પ્રતિષ્ઠિત કુટુંબ વસતું હતું, તેમાં ગૃહસ્વામી શ્રી વીરપાળ શેઠ અને ગૃહલક્ષ્મી શ્રીમતી લક્ષ્મીબાઈનું સાત્ત્વિક અને પ્રસન્ન- દાંપત્યજીવન બે દીકરાઓના જન્મથી ધન્ય બન્યું. મોટાનું નામ નથુભાઈ અને નાનાનું નામ રાયશીભાઈ આ નાના દીકરા રાયશીભાઈ જ પાછળથી શ્રી રત્નચંદ્રજી મહારાજ તરીકે જાણીતા બન્યા. તેમનો જન્મ વિ. સ. ૧૯૩૬ ના વૈશાખ સુદ ૧૦ને દિવસે ભોરારા ગામમાં થયો હતો.
બાલ્યકાળ–વેપારનો પ્રારંભ : એ જમાનામાં કેળવણીનો પ્રચાર ઘણો ઓછો હતો અને તેમાં વળી કચ્છનો પછાત વિસ્તાર : તેથી રાયશીને ગામઠી શાળામાં જ કેળવણી માટે મૂકવામાં આવ્યો. ભાણવામાં રાયશી તેજસ્વી હતો. તેની સ્મરણશક્તિ ઘણી સારી હતી. દસ વર્ષની વયે સાતમી પરીક્ષા પાસ કર્યા પછી ઉચ્ચ કેળવણીની વ્યવસ્થા ન
૧૪૧
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૪૨
અર્વાચીન જૈન જયોતિર્ધરો
હોવાથી કુટુંબીઓએ બન્ને પુત્રોને વેપારધંધાની તાલીમ અર્થ મુંબઈ મોકલી દીધા. આમ દસ વર્ષની નાની ઉંમરે પોતાના મોટા ભાઈ નથુભાઈ સાથે રાયશીભાઈ અનાજના વેપારમાં જોડાયા. ગંભીર સ્વભાવના રાયશીભાઈ રમતગમત કે ખેલકૂદને બદલે વેપારમાં ઠીક ઠીક સ્થિર થયા. વેપાર અંગે કોઈ કોઈ વાર તેમને ઇન્દોર નજીક આવેલા સનાવદ ગામે જવું પડતું અને રહેવું પડતું. આ દરમિયાન તેમણે તારટપાલ ઉકેલવા જોણું અંગ્રેજીનું જ્ઞાન મેળવી લીધું. અહીં તેઓએ એક વર્ષ અનાજના વેપારનો અનુભવ લઈને મુંબઈમાં એક કચ્છી વેપારી શ્રી કેશવજી દેવજી સાથે ભાગીદારીમાં વેપાર શરૂ કર્યો. આમ ૧૩ વર્ષની વયે પહોંચતાં સુધીમાં તો તેમણે ધનોપાર્જનમાં ઠીક ઠીક પ્રમાણમાં સફળતા મેળવી લીધી.
મુંબઈના ધમાલિયા જીવનથી જ્યારે કંટાળો આવે ત્યારે પ્રસંગોપાત્ત તેઓ ચોપાટની રમત રમતા. તે જમાનામાં ચોપાટ મનોરંજન માટેનું સમાજવ્યાપી સાધન ગણાતું.
ચોમાસાનો નિવૃત્તિકાળ અને ધમપાસના : તે જમાનામાં સામાન્યપણે કચ્છીઓ ૮ મહિના વેપારધંધા અર્થે ગામ-પરગામ વસતા અને ચોમાસું બેસે એટલે ધંધામાંથી નિવૃત્તિ લઈ વતનમાં આવતા. અહીં તેઓ સત્સમાગમ, પ્રભુસ્મરણ અને ધાર્મિક તહેવારોમાં ભાગ લઈને પોતાના જીવનને ઉજમાળના. તે જમાનાના રીતરિવાજો મુજબ ૧૩ વર્ષની ઉંમરે હાંસબાઈ નામની કન્યા સાથે તેમનાં લગ્ન થયેલાં. લગ્ન પછી ત્રણેક વર્ષ મુંબઈ, સનાવદ અને બેલાપુરમાં વેપારધંધા અર્થે જવાનું થતું અને વચ્ચે ચોમાસામાં વતનમાં આવવાનું બનતું ત્યારે ભોરારા, મુંદ્રા અને અંજાર વગેરે ગામોમાં લીંબડી સંપ્રદાયના શ્રી ગુલાબચંદ્રજી મહારાજ અને તેમના સંપ્રદાયના સાધુઓનો સમાગમ થતો. આ રીતે ધાર્મિક જીવન જીવવાની અને વૈરાગ્ય વધારવાની પ્રેરણા મળતી રહેતી.
વૈરાગ્ય અને દીક્ષા : વિ. સં. ૧૯૫૧માં તેમના વૈરાગ્યને દૃઢ બનાવનારો એક પ્રસંગ બની ગયો. આ વખતે તેઓ બેલાપુરમાં હતા ત્યારે ઘરેથી પત્ર આવ્યો “તેમનાં પત્ની હાંસબાઈએ પુત્રીને જન્મ આપ્યો છે અને તે સાથે જ તેમનું અવસાન થયું છે.' તરત રાયશીભાઈએ મોટાભાઈને મુંબઈ પત્ર લખી નાખ્યો : “ભોરારા તારથી ખબર આપો કે ફરીથી વેવિશાળ ન કરે.” આ બાજુ બેલાપુરમાં પત્નીના વિયોગના સમાચારથી રાયશીભાઈને સ્વાભાવિક દુ:ખ તો જરૂર થયું હશે, પણ ધાર્મિક વૃત્તિના સંસ્કારને પોષવાવાળો બે-ત્રણ કચ્છી ભાઈઓનો સમાગમ તેમને મળી ગયો, જેથી વેપાર સિવાયના સમયમાં વાચન અને જ્ઞાનચર્ચા સારી રીતે થવા લાગ્યાં. બે-ત્રણ માસ પછી તેઓ મુંબઈમાં રહેવા આવ્યા, જયાં ખંભાત સંપ્રદાયના સાધુઓનો સમાગમ રહેતો. મોટાભાઈની રજા લઈ તેઓ વતન તરફ પાછા ફર્યા. અહીં સંવત ૧૯૫રનું ગુલાબચંદ્રજી મહારાજનું ચોમાસુ ચાલતું હતું. રાયશીભાઈની ફરી વેવિશાળ ન કરવાની વાત ગામમાં ઠીક ઠીક પ્રસરી ગઈ હતી. એટલામાં મોટાભાઈ શ્રી નથુભાઈનો પણ આ વાતને સમર્થન આપતો પત્ર આવી ગયો. માતા લક્ષ્મીબાઈએ મમત્વને લીધે ઘણા
Page #3
--------------------------------------------------------------------------
________________
શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ
૧૪૩
કાલાવાલા કર્યા, કારણ કે ૧૬ વર્ષના દીકરાને દીક્ષાની આજ્ઞા આપવા કઈ માતા તૈયાર થાય? પિતાજી આ બાબતે મૌન રહેતા. તેથી પુત્રને સમજાવવાનો બધો બોજો માત્ર માતા ઉપર જ આવી પડ્યો હતો. રાયશીભાઈના વધતા અને દૃઢ થયેલા વૈરાગ્ય સામે માતાને આખરે ઝૂકવું પડ્યું. સંયમ લેવાની લીલી ઝંડી મળી ગઈ. તે અનુસાર ૧૭ વર્ષના રાયશીભાઈની પ્રવ્રજ્યા વિ. સં. ૧૯૫૩ના જેઠ સુદ ૩ ને ગુરુવારે તેમના જ વતનમાં અનેક સાધુસાધ્વીઓ આદિ ચતુર્વિધ સંઘની વિશાળ હાજરીમાં, ઉલ્લાસભાવથી સંપન્ન થઈ. આમ શ્રી ગુલાબચંદ્રજી મહારાજને ગુરુપદે સ્થાપી રાયશીભાઈ શ્રી રત્નચંદ્રજી મહારાજ બન્યા અને સાત દિવસ બાદ મુંદ્રામાં તેમની વડી દીક્ષા થઈ.
સરસ્વતીની અખંડ અને ઉગ્ર ઉપાસના : નાનપણના વૈરાગ્યના સંસ્કાર દીક્ષા લેતાં પલવિત થયા અને અખંડ જ્ઞાનઉપાસનામાં રચ્યાપચ્યા રહેવાની ઉત્કટ વૃત્તિ જગી. વડી દીક્ષા પછી માંડવી તરફ સંઘનો વિહાર થયો. વચ્ચે આવતા દેશલપુર ગામમાં અષાઢ સુદ ૧૫ ને દિવસે સંસ્કૃત ભાષાના વ્યાકરણના અભ્યાસનો પ્રારંભ કર્યો અને જામનગરથી આવેલા શાસ્ત્રીજીની સાથે રહી સિદ્ધાંત દ્રિકાનો પહેલો ભાગ પૂરો કર્યો. રસંવત ૧૯પપના અંજારના ચાતુર્માસમાં સિદ્ધાતચંદ્રિકાનો બીજો ભાગ, રઘુવંશ, ચુતબોધ અને ઉત્તરત્નાકર વગેરે ગ્રંથોનો અભ્યાસ ર્યો. તેઓશ્રીની સ્મરણશક્તિ અને બુદ્ધિની તેજસ્વિતા અદ્ભુત હોવાથી આગળના ૧૯૫૬ અને ૧૯૫૭ ના જામનગર અને જૂનાગઢના ચાતુર્માસમાં તેઓએ વિવિધ શાસ્ત્રીઓ પાસે સિદ્ધાંતકૌમુદી', શિશુપાલવધ', કુવલયાનંદ કારિકા' આદિ ગ્રંથો પૂરા કરીને પછીના છ માસમાં તર્કસંગ્રહ, ન્યાયબોધિની, ન્યાયદીપિકા, ન્યાયસિદ્ધાંત-મુક્તાવલિ, સાધનિકો અને દિનકરી એમ અતિ કઠિન ગણાતી ન્યાયશાસ્ત્રના છ ગ્રંથો પૂરા કરી નાખ્યા. આ ઉપરાંત મનોરમા અને શબ્દેન્દુશેખર નામના વ્યાકરણના ગ્રંથો અને અનુયોગદાર, ૨ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, દશવૈકાલિક અને વિવિધ થોકડાઓનો સારો અભ્યાસ કરી લીધો. ૧૯૬૦ના અંજાર ચાતુર્માસમાં અંગ્રેજી, ગણિત અને જયોતિષવિદ્યાનો જરૂર પૂરતો અભ્યાસ પૂરો કરી લીધો. ૧૯૬૧ના ખેડોઈના ચાતુર્માસ પહેલાં મિથિલાના સુપ્રસિદ્ધ શાસ્ત્રી શશિનાથ ઝા પાસે તેમણે પંચલક્ષણી, સિદ્ધાંતલક્ષણ, રસગંગાધર, સાંખ્યવકૌમુદી ઇત્યાદિ ન્યાય, સાહિત્ય અને દર્શનશાસ્ત્રના વિવિધ ગ્રંથોનું અધ્યયન પૂરું કર્યું. ખેડોઈના ૧૯૬૧ના ચાતુર્માસ પછી કચ્છના કાંઠાના ગામોમાં વિહાર કરતાં તેઓને શીતળાની બીમારી થયેલી, પણ તેમાંથી ધીમે ધીમે સારું થઈ ગયું. ન્યાયશાસ્ત્રના અધ્યયનના છેલ્લા તબકકાની પૂર્ણાહુતિ ચોટીલા મુકામે શાસ્ત્રી બાલકૃષ્ણ મિશ્ર પાસેથી વ્યુત્પત્તિવાદ, શતવાદ, સાધારણ હેવાભાર ઇત્યાદિ ગ્રંથોના અભ્યાસથી વિ. સં. ૧૯૬૪માં થઈ.
આમ ર૭ વર્ષની અવસ્થા સુધીમાં એટલે કે દીક્ષા જીવનના પ્રથમ દસ વર્ષ દરમિયાન તેઓએ જ્ઞાનસાધનામાં જે અતિ ઉત્સાહ દાખવ્યો તેને લીધે વિ. સં. ૧૯૫૬ માં જામનગરના ચાતુર્માસથી ખીલ સહિત આંખની અનેક બીમારીઓ આવી અને ચમાંનો સ્વીકાર કરવો પડયો. ત્યાર પછી પણ વારંવાર તાવ, ગૂમડાં, શીતળા અને
Page #4
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
કાનની રસૌ તથા ગળાના કાકડા (Tonsils)—એમ અનેક દર્દો થયાં. આ દર્દોનો હુમલો થવા છતાં તેમણે પોતાનું અધ્યયન તો સતત ચાલુ જ રાખેલું અને શાંતભાવથી સહનશીલતાના ગુણનો વિકાસ કરીને પોતાના ચારિત્ર્યને શોભાવ્યું હતું. આમ આ કાળ દરમ્યાન, દેહ પ્રત્યેના મમત્વનો ત્યાગ સારા પ્રમાણમાં તેમના જીવનમાં દષ્ટિગોચર થાય છે.
૧૪૪
અવધાનશકિત્ત કેળવવાનો અને સાહિત્યરચનાનો પ્રારંભ : વિ. સં. ૧૯૬૩થી તેમણે અવધાનશક્તિ કેળવવાનો પ્રારંભ કર્યો હતો. સંવત ૧૯૬૪ના ચાતુર્માસ દરમ્યાન ભાવનાશતક અને કર્તવ્યકૌમુદી નામના સંસ્કૃત ગ્રંથો લખવાની તેમણે શરૂઆત કરી. મહારાજશ્રીની બુદ્ધિનેસ્વિતા, ગ્રહણશક્તિ અને ધારણાશક્તિ અદ્ભુત હોવાથી આ વિષયમાં પ્રારંભથી જ તેઓને સારી સફળતા પ્રાપ્ત થવા લાગી, જેથી અનુક્રમે આઠ અવધાન, સત્તર અવધાન અને પચાસ અવધાન કરવાની શક્તિ તો તેઓએ પહેલા જ વર્ષમાં પ્રાપ્ત કરી લીધી ! એકીસાથે અનેક વસ્તુઓને ચિત્તમાં ધારણ કરી રાખવાની આ અવધાનની કળા મનની એક વિરલ શક્તિ છે અને વિશિષ્ટ સ્મરણશક્તિવાળી વ્યક્તિ જ તેને સિદ્ધ કરી શકે છે.
પોતાનાથી થોડાં વર્ષો પૂર્વે થયેલા પંડિત શ્રી ગટુલાલજી, પંડિત શ્રી શંકરલાલ મહેશ્વર તથા શ્રીમદ્ રાજચંદ્રજી આદિ વિવિધ અવધાનકારો પાસેથી તેમણે પ્રેરણા મેળવી હતી. પોતાના વિશાળ શાસ્ત્ર-અધ્યયનથી અને ઊંડા ચિંતન-મનનથી પ્રાંજલ થયેલી તેમની પ્રશાથી અને વિશિષ્ટ ધારણાશક્તિથી થોડા જ કાળમાં એકસો એક અવધાન કરવાની શક્તિ સહજપણે તેમણે પ્રાપ્ત કરી હતી. આગળ ઉપર ગુરુકુળ પંચકુલામાં તેઓએ પોતાની વિશિષ્ટ અવધાનશક્તિના પ્રયોગો કર્યા ત્યારથી તેઓ ભારતભૂષણ અને શતાવધાની તરીકે ઓળખાવા લાગ્યા.
ભાષા, વ્યાકરણ અને પાદપૂર્તિના વિશિષ્ટ જાણકાર હોવાથી અને શીઘ્રકવિત્વ પ્રાપ્ત કર્યું હોવાથી ગુજરાતી અને સંસ્કૃત ભાષાના અનેકવિધ વિષયો ઉપર તેઓ પાદપૂર્તિ કરી શકતા. તેમની આ વિષયોની નિપુણતા મહાકવિ શ્રી નાનાલાલ, શાસ્ત્રી શ્રી રામકૃષ્ણ હર્ષજી, શ્રી કેશવલાલ ધ્રુવ, શ્રી હીરાચંદ મોતીચંદ, શ્રી પોપટલાલ પૂંજાભાઈ, જયપુરના શ્રી કેશરમલજી ચોરડીઆ, અલ્વરના શ્રી રામચંદ્રજી ભટ્ટ તેમજ ખંડિત શ્રીમન્નારાયણજી આદિ મહાનુભાવો સાથેના સમાગમ અને વાર્તાલાપમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. પ્રજ્ઞાચક્ષુ ૌ સુખલાલજીએ મહારાજશ્રીને શ્રાદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે, ‘વિશિષ્ટ કક્ષાના મુનિશ્રી એક વિદ્યુત શતાવધાની હતા. અવધાન કરવાની વિદ્યા ગુજરાતીઓને જ વારસામાં મળી હોય તેવું લાગે છે.' આ વિષયમાં તેઓશ્રીએ પંદરમા સૈકાના સહસ્રાવધાની મુનિસુંદર સૂરિ, ઉપા. શ્રી યશોવિજયજી, શ્રી ગટુલાલજી, શ્રીમદ્ રાજચંદ્રજી, શ્રી શંકરલાલ શાસ્ત્રી તથા મુનિ શ્રી સંતબાલજી આદિ ગુજરાતના અનેક મહાનુભાવોનો ઉલ્લેખ કર્યો હતો. આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારતાં અવધાનીની સાચી યોગ્યતા તે કેટલાં અવધાન કરે છે તેના પરથી સિદ્ધ થતી નથી પરંતુ તેનામાં
Page #5
--------------------------------------------------------------------------
________________
શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ
૧૪૫
રહેલી ગંભીર વિદ્રત્તા, વિશિષ્ટ પ્રજ્ઞા અને ચિત્તની નિર્મળના ઉપર અવલંબે છે. આ અવધાનશક્તિ લોકરંજન કે ખ્યાતિ પ્રાપ્તિનો હેતુ ન બને પરંતુ આત્માની શુદ્ધિ સહિત ચિત્તની એકાગ્રતામાં સહયોગરૂપ થાય તો તેના દ્વારા ત્વરાથી આત્મવિકાસ સાધી શકાય છે અને જીવનના સર્વોચ્ચ શિખરે પહોંચી શકાય છે. આ વાત અવધાન કરાવનાર સૌએ ખ્યાલમાં રાખવી જોઈએ.
અજમેરના સાધુસંમેલનમાં : સ્થાનક્વાસી સાધુસમાજમાં તેમજ શ્રાવકોમાં તે જમાનામાં ઠીકઠીક પ્રમાણમાં શિથિલતા, કુસંપ, ઈર્ષ્યા અને વાદવિવાદ આદિ દુર્ગુણો વ્યાપકપણે દૃષ્ટિગોચર થતા હતા. આ કારણથી સમાજના પ્રબુદ્ધ વર્ગમાં એવી માન્યતા પ્રવર્તતી હતી કે આ દૂષણોને દૂર કરવા માટે સાધુઓ અને શ્રાવકો માટે નિશ્ચિત આચારસંહિતા ઘડાય તો સંપ વધે અને શિથિલાચારનો યોગ્ય પ્રતિકાર થઈ શકે. ઉપર્યુક્ત ધ્યેયને સિદ્ધ કરવા માટે જે અનેક પ્રયત્નો થયા તેના અનુસંધાનમાં અને પરિપાકરૂપે અજમેરમાં બૃહદ્ સાધુસંમેલન ભરવાનું નક્કી થયું. આ કાર્યમાં પંજાબ, રાજસ્થાન, માળવા અને ગુજરાત-સૌરાષ્ટ્રના સમસ્ત સાધુસમાજે તથા શ્રી દુર્લભજીભાઈ ઝવેરી, શ્રી ધીરજલાલ તુરખિયા, શ્રી હેમચંદભાઈ મહેતા આદિ પ્રખર સમાજહિતેચ્છઓએ તેમજ મહાકવિ શ્રી નાનાલાલ, પ્રજ્ઞાચક્ષુ શ્રી રમુખલાલજી, પં. બેચરદાસજી, શ્રી જિનવિજયજી અને લીંબડીના ઠાકોર શ્રી દોલતસિહજીએ યોગ્ય સહકાર આપ્યો હતો. આ સંમેલનમાં ૨૩૮ સંતો, ૪૦ સાધ્વીઓ અને હજારોની સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓનો સમુદાય એકત્ર થયો હતો.
ઉત્સાહભર્યા વાતાવરણમાં વિ. સં. ૧૯૮૯ના ચૈત્ર સુદ ૧૦ને બુધવારના દિવસથી આ ચીર પ્રતિક્ષિત સંમેલનનો મંગલ પ્રારંભ થયો. સંમેલનમાં ગુજરાતના સાધુઓની સંખ્યા ૩૨ જેટલી હતી. મંગલાચરણ કરવાનું સૌભાગ્ય મુનિ શ્રી રત્નચંદ્રજીને પ્રાપ્ત થયું હતું. શાંતિરક્ષકો તરીકે ગુજરાતના શ્રી રત્નચંદ્રજી અને પંજાબના શ્રી ઉદયચંદજી નિમાયા હતા. કાર્યવાહીના લેખક તરીકે શ્રી આત્મારામજી અને શ્રી સંતબાલજી નિમાયા હતા. યુવાચાર્યપદ અને ઉપાધ્યાયપદની નિમણૂક, ચોમાસાં નીમવાની અને દોષશુદ્ધિ આપવાની સત્તા–આ બાબતો વિષે સારું સમાધાન થયું. જુદાજુદા પ્રાંતમાં વિચરતા એક જ સંપ્રદાયના અને પૂર્વે પરસ્પર નહીં મળેલા સાધુઓને એકબીજાનો પરિચય કરી વાત્સલ્ય વધારવાની આ સંમેલનમાં તક મળી.
ઉત્તર ભારતનો વિહાર: “સાધુ તો ચલતા ભલા” એ ઉક્તિ અનુસાર અજમેરનું સાધુસંમેલન પૂરું થતાં મહારાજશ્રીએ જયપુર તરફ પ્રયાણ કર્યું. જૈન સાધુના જીવનમાં - લોકસંપર્ક માટે, અનાસક્તિ જાળવવા માટે, વિવિધ પ્રકારના અનુભવો દ્વારા સંયમી જીવનનું ઘડતર કરવા માટે અને શરીરને નીરોગી રાખવા માટે ચાતુર્માસ સિવાયના સમયમાં સતત પાદવિહારની આજ્ઞા આપેલી છે. સંમેલન પછી શ્રી નાનચંદ્રજી મહારાજે આગ્રા તરફ વિહાર કર્યો અને શ્રી રત્નચંદ્રજી મહારાજે વિવિધ સંધોની વિનંતીથી જયપુરમાં ચાતુર્માસ દરમ્યાન જ્ઞાનની પરબ માંડી. મોટી સંખ્યામાં મુનિઓ તેમની પાસે રહી
Page #6
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
સંસ્કૃત, પ્રાકૃત અને જૈન આગમોનો વિશેષ અભ્યાસ કરશે, એવી તેમની ભાવના હતી. મહારાજશ્રીની આ ભાવનાનો પ્રતિભાવ મધ્યમકક્ષાનો રહ્યો અને ચાર પંજાબી તથા આઠ રાજસ્થાની મુનિઓ એમ કુલ ૧૨ મુનિઓએ પૂ. મહારાજશ્રીની શાનપરબનો ઠીક ઠીક લાભ લીધો. અહીં પણ ગુજરાતીઓની વિદ્યાપ્રાપ્તિ પ્રત્યેની બેદરકારી દૃષ્ટિગોચર થાય છે ! અહીં અધ્યયનકાર્ય ઉપરાંત તેઓએ જયપુર વેધશાળાના અધ્યક્ષ શ્રી કેદારનાથ પાસેથી જયોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે વિશેષ શાન મેળવી લીધું હતું, તથા રેવતીદાન સમાલોચનાનો મહત્ત્વપૂર્ણ નિબંધ પણ લખ્યો હતો. આ પ્રદેશની અસહ્ય ગરમીના પ્રભાવથી અલ્વર પહોંચતાં તપસ્વી મુનિશ્રી કપૂરવિજયજીનું સ્વાસ્થ્ય કથળ્યું. તેમને શીતળા નીકળ્યા, સન્નિપાત થઈ ગયો અને આઠ દિવસમાં તેઓ કાળધર્મ પામ્યા. આમ એક અગત્યના તપસ્વી અંતેવાસી શિષ્યના વિયોગનો આધાત મહારાજશ્રીને સહન કરવો પડયો. આ દુ:ખદ પ્રસંગના અનુસંધાનમાં મહારાજશ્રીને ચાતુર્માસ નિમિત્તે અહીં વિશેષ રોકાણ કરવું પડયું. સમયના અભાવના કારણે ૧૯૯૦નો ચાતુર્માસ અલ્વરમાં જ કરવો પડયો.
૧૪૬
દિલ્લી થઈને પંજાબમાં : અલ્વરના ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાં દિલ્હી તરફ વિહાર થયો. મહારાજશ્રીનું વિવિધ ભાષાઓ ઉપરનું પ્રભુત્વ, વિશાળ સાહિત્યજ્ઞાન અને અદ્ભુત સ્મરણશક્તિને દર્શાવનારાં અવધાનોની વાત સાંભળીને બધી કોમના અને ધર્મના લોકો તેમના પ્રવચનનો લાભ લેતા. અહીં જ તેમને ‘ભારતરત્ન'ની માનવંતી પદવી અર્પણ કરવામાં આવી હતી. અહીં દિલ્હીથી આગળ વિહાર કરીને યુવાચાર્ય શ્રી - કાશીરામજી મહારાજ સાથે સંઘે રોહતક થઈને અમૃતસર ભણી પ્રયાણ કર્યું. રસ્તામાં નાનાંમોટાં ગામોમાં જૈન સાધુઓમાં ઘર કરી ગયેલી સંકુચિતતા અને જૈન ગૃહસ્થોમાં વ્યાપેલા કુસંપ તથા કજિયાનાં દૂષણોને જોઈને મહારાજશ્રીને ઘણું દુ:ખ થતું. આથી તેઓ પોતાની વગ વાપરી બને તેટલું સમાધાન કરાવીને સંપ અને ઉદારતાની ભાવનાઓ વધે તેવો પ્રયત્ન કરતા. આર્યસમાજની વિચારધારાની અહીંના જૈન સમાજઉપર વ્યાપક અસર થયેલી, તે વાત તેમના ધ્યાન પર આવવાથી, જૈનવિદ્યાના પ્રચારપ્રસાર માટે રોહતકમાં તેઓએ ઠીક ઠીક પ્રયત્નો કર્યા. વિહાર દરમ્યાન શ્રી અમોલખ ઋષિજીનો તથા આર્થાજી પાર્વતીબાઈના સમાગમનો પણ તેઓને લાભ મળ્યો. જલંધર, કપુરથલા અને વ્યાસ થઈને મહારાજશ્રીએ અમૃતસરમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાંના જૈન સંઘે ખૂબ ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત કર્યું હતું. અહીં પૂ. શ્રી. સોહનલાલજી મહારાજના દર્શન-સમાગમનો લાભ લઈ સિયાલકોટ, ગુજરાનવાલા, લાહોર ઇત્યાદિ ગામોનો વિહાર પૂરો કરી, તેઓશ્રી જમ્મુ આવ્યા. જાહેર પ્રવચનો દ્રારા જૈનેતર જનતાને પણ પોતાના જ્ઞાનચારિત્ર્યના પ્રભાવથી તેઓએ માંસ-મદિરાનો ત્યાગ કરાવ્યો હતો. ત્યાંથી પાછા ફરતાં ૧૯૯૧ ના ચાતુર્માસ અમૃતસરમાં થયા. અહીંના ચાતુર્માસ દરમ્યાન શ્રી સોહન જૈન ધર્મપ્રચારક સમિતિની રચના થઈ. આ સમિતિએ જ આગળ ઉપર મહારાજશ્રીની પ્રેરણાથી ગવર્ન્મેન્ટ સંસ્કૃત કૉલેજની સાથે જોડાયેલ મહાન વિદ્યાધામ શ્રી પાર્શ્વનાથ વિદ્યાામનો પ્રારંભ કર્યો હતો. શ્રી કાશીરામજી મહારાજને
Page #7
--------------------------------------------------------------------------
________________
શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ
૧૪૭
વિધિપુર:સર પૂજ્ય પદવી આપવાની જાહેર સમારોહ સંપન્ન થયો. અહીંના સમાજે મહારાજશ્રીને “વિદ્યાભૂષણ'ની ઉપાધિથી અલંકૃત કર્યા. પંજાબમાં વિહાર આગળ ચાલુ રાખી બલાચોર, નાલાગઢ, અંબાલા, પંચકુલા અને સિમલા થઈને પાછા ફરતી વખતે પ્રાકૃતિક સૌંદર્યવાળા બલાચોરમાં તેઓશ્રીએ ચાતુર્માસ કર્યો. પંજાબના આ ઠંડા પ્રદેશોમાં વિચરતાં મહારાજશ્રીની તથા શિષ્યોની તબિયત વારંવાર બગડતી. બલાચોરથી વિહાર કરીને મહારાજશ્રી ધીમે ધીમે દિલ્હી આવી પહોંચ્યા.
કાશી-બનારસ માટેની ઝંખના : પ્રજ્ઞાચક્ષુ પં. શ્રી સુખલાલજીની પ્રેરણાથી અને સમસ્ત સંધને જૈન ધર્મનો તુલનાત્મક અભ્યાસ કરવાની તક મળે તે હેતુથી બનારસ જવાની તેમની ભાવના હતી. આ ભાવનાને મૂર્તસ્વરૂ૫ આપવાના ઇરાદાથી દિલહીથી વિહાર કરી આગ્રા, વૃંદાવન, મથુરા ઇત્યાદિ તીર્થસ્થાનોનું અવલોકન કર્યું. આગ્રામાં કાનનો દુ:ખાવો, લોહીનું દબાણ વગેરે અનેક બીમારીઓ આવી પડતાં આગળ વિહાર થઈ શક્યો નહિ અને ૧૯૯૪ના ચાતુર્માસ ત્યાં જ કરવાની ફરજ પડી. શરીરના અસહકારના કારણથી મહારાજશ્રીની બનારસ જવાની ભાવના ફળી શકી નહિ અને ચાતુર્માસ પૂરા થતાં રાજસ્થાન તરફ વિહાર કરવો પડ્યો. ૧૯૯૫ના ચાતુર્માસ અજમેર નક્કી થયા. દિલ્હી અને આગ્રાના અગ્રગણ્ય શ્રાવકો અને સાધુસમિતિના સલાહકારો સાથે અનેક મસલતો કર્યા છતાં સંવત્સરીની એકતાનો કે સાધુઓની સમાચારીની સંહિતાનો કોઈ સર્વમાન્ય ઉકેલ શોધી શકાયો નહિ.
અંતિમ ચાતુર્માસ : ગરમી અને ઠંડીના અતિરેકો, આહારવિહારની અગવડો અને સમાજની એકતા માટેના સતત પ્રયત્નો તેમજ અનેકવિધ ચિતાથી મહારાજશ્રીનું સ્વાસ્થય જલદીથી કથળી રહ્યું હતું. પ્રોસ્ટેટ ગ્લેન્ડની વ્યાધિને લીધે પેશાબની તકલીફ રહેતી. ઉપચારની સારી સગવડ મુંબઈમાં થઈ શકશે એમ લાગવાથી તે તરફ પ્રયાણ ચાલુ થઈ ગયું હતું. અંતે ડૉ. ટી. ઓ. શાહની હૉસ્પિટલમાં પ્રોસ્ટેટ ગ્લેન્ડનું ઑપરેશન કરાવવું પડ્યું. જો કે ઑપરેશન સફળ થયું પણ ગેસ અને ન્યુમોનિયા ઇત્યાદિને લીધે લાંબો સમય નબળાઈ રહી અને ચાર-પાંચ મહિને શરીરનું કંઈક ઠેકાણું પડયું.
સુદઢ સમાજની રચના અને ધર્મપ્રચારનું કાર્ય નિરંતર થતું રહે તેવી ભાવના મહારાજશ્રીના હૃદયમાં અંતિમ સમય સુધી રહ્યા કરી. આ માટે જૈન પ્રકાશના તંત્રી શ્રી હર્ષચંદ્ર દોશી, મુંબઈ સકળ સંઘના મંત્રી શ્રી ગિરધરલાલ દફનરી, પ્રસિદ્ધ લેખક શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ તથા મુંબઈના અગ્રગણ્ય બુદ્ધિજીવીઓ, કેળવણીકારો અને સામાજિક કાર્યકરો સાથે સમાજના ત્રણ વિભાગો વીરકામણ સંબ, વીર બ્રહ્માચારી સંધ અને વીર શ્રાવક સંઘ વિષે તેમણે વિગતવાર ચર્ચા-વિચારણા કરી હતી.
વિદાયની વસમી વેળા : મહારાજશ્રીને લોહીના ઊંચા દબાણની બીમારી હતી. કાર્યની અધિકતાને લીધે તે રોગ ઉપર વિપરીત અસર થઈ. શ્રી જમનાદાસ ઉદાણીની નોંધ પ્રમાણે સંવત ૧૯૯૭ના ડૌશાખ વદ ૪ને બુધવાર તદનુસાર તા. ૧૪૫૪૧ના
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૪૮
અર્વાચીન જૈન જયોતિર્ધરો
રોજ મહારાજશ્રીએ તેમની સાથે વીર સંધની કાર્યવાહી અંગે લગભગ એક કલાક ચર્ચા કરી હતી. ડૉક્ટરે દેવલાલી જવા માટે સૂચના કરી ત્યારે તેમણે સરળ અને શાંત સ્વભાવે જવાબ આપ્યો “થોડા દિવસ માટે કાંઈ નથી કરવું, મને શાતા છે.”
બીજે જ દિવસે એટલે તા. ૧૫–૫-૪૧ ને ગુરુવારે, દિવસ દરમ્યાન તો તેમને ઠીક રહ્યું. પરંતુ રાત્રે ૨-૩૦ વાગે એકાએક શ્વાસ વધતો જણાયો. પક્ષઘાતની અસર જણાવા લાગી અને બ્લડપ્રેશર ૨૩૦ સુધી વધી ગયું. મુંબઈથી મોટા ડૉક્ટર આવી પહોંચે તે પહેલાં જ એટલે શુક્રવારે સવારે ૪-૫૦ મિનિટે મહારાજશ્રીએ આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. તેમના દેહવિલયના સમાચાર પ્રસરતાં પશ્ચિમ ભારત અને ઉત્તર
ભારતનાં અનેક નગરોમાંથી તથા કલકત્તા, રંગૂન, મદ્રાસ ઇત્યાદિ નગરોમાંથી લોકો તેઓશ્રીના અંતિમ દર્શનાર્થે આવવા લાગ્યા. જે પ્રત્યક્ષ ન પહોંચી શકયા તેઓએ તારટપાલ દ્વારા પોતાની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી. ઘાટકોપર મુકામે હજારો ભક્તોની હાજરીમાં તેઓશ્રીના દેહના અગ્નિસંસ્કાર થયા.
જીવંત સ્મારકોઃ મહારાજશ્રીની બહુમુખી પ્રતિભાની પ્રેરણાથી થયેલાં સર્વોપયોગી મારકોની સંક્ષિપ્ત યાદી નીચે પ્રમાણે છે :
(૧) પં. શ્રી રત્નચંદ્રજી જૈન કન્યાશાળા-ઘાટકોપર
(૨) શતાવધાની રત્નચંદ્રજી પુસ્તકાલય (શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમ, બનારસ સાથે સંલગ્ન
(૩) શ્રી રત્નચંદ્રજી રથાનકવાસી જૈન પુસ્તકાલય-કઠોર (૪) શતાવધાની પં, રત્નચંદ્રજી જૈન જ્ઞાનમંદિર-સુરેન્દ્રનગર (૫) શ્રી જૈન સાહિત્યપ્રચારક સમિતિ–-બ્લાવર
વિહારના વિધવિધ અનુભવો જૈન મુનિના પાદવિહારની સાથે અનેક પ્રકારનાં કષ્ટો અને કસોટીના પ્રસંગો (પરિષહો) વણાયેલાં હોય છે. રાજસ્થાન, મારવાડ અને ઉત્તર હિંદના બીજા પ્રદેશોમાંના મુનિશ્રી રત્નચંદ્રજીના વિહારના કેટલાક અનુભવો તેમના સંયમી જીવનના નિર્ભયતા, નિશ્ચલતા અને ધર્મ આદિ ગુણોની કસોટી કરનાર નીવડ્યા હતા.
મુનિશ્રી રત્નચંદ્રજી આગ્રાથી ભરપુર થઈને જયારે જયપુર તરફ આવી રહ્યા હતા, ત્યારે માર્ગમાં સૂર્યાસ્ત થવાને અર્ધા કલાકની વાર હતી. તે વખતે તેઓ એક મંદિર પાસે આવીને થોભ્યા. આવાં મંદિરોમાં તેમને અનેક વાર આકાય લેવો પડયો હતો, તેથી આ મંદિરમાં પણ રાતવાસો કરવા સ્થાન મળી રહેશે, એવી તેમની ગણતરી હતી, પણ એ ગણતરી ખોટી પડી. મંદિરમાંથી આવો જવાબ મળ્યો :
અહીં રાત્રે કોઈને સૂવા દેવામાં આવતા નથી. પારો એક ખુલ્લી ધર્મશાળા હતી, તે તરફ આંગળી ચીંધવામાં આવી, એટલે તેઓ એ ધર્મશાળામાં ગયા. એ ધર્મશાળા એટલે
Page #9
--------------------------------------------------------------------------
________________
શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ
૧૪૯
ત્રણ બાજુથી ખુલ્લી પડાળી, તેમાં ગાર કે લીંપણ કશું ન મળે. ગાડાવાળાઓ ત્યાં આવતા. તેઓ તાપણી કરતા, તેની રાખના ઢગલા પણ ત્યાં પડેલા, પોષ મહિનાની ટાઢ હતી. મુનિ શ્રી રત્નચંદ્રજી અને તેમના શિષ્યોએ કડકડતી ટાઢમાં તે રાત ત્યાં સમભાવપૂર્વક ગાળી.
વિહારમાં એક વાર બસી નામનું રેલવે સ્ટેશન આવ્યું. રેલવે સ્ટેશનોમાં રાતવાસો કરવા માટે ઘણી વાર પરવાનગી મળી જતી, પરંતુ બસના સ્ટેશન-માસ્તરે ના કહી અને ગામમાં જવા કહ્યું. ગામ બે માઈલ દૂર હતું. તપાસ કરતાં એક જણે કહ્યું: આગળ જતાં સડકને રસ્તે જ એક કોઠો છે, ત્યાં રહી શકાશે.' કોઠા પાસે પહોંચ્યા ત્યારે માત્ર પા કલાક દિવસ બાકી રહ્યો હતો. કોઠાનું મકાન અત્યંત જીર્ણ અને પડું પડું થઈ રહ્યું હતું, કોઈની એકાદ લાત વાગતાં છાપરું તૂટી પડે એવું ! મકાનમાં ખાડા પડેલા. બારણાનું નામનિશાન નહિ, ધૂળનો પાર નહિ ! જંગલી જાનવરોનાં પગલાં પડેલાં દેખાતાં હતાં ! એવી વિકટ ભયજનક સ્થિતિમાં પણ એ મુનિમંડળે ત્યાં નિરુપદ્રવપણે રાત્રિ પસાર કરી.
અજમેરથી પાછા ફરતાં એરનપુરા રોડ નામના સ્ટેશનેથી એક વાર મુનિ શ્રી રત્નચંદ્રજીએ વિહાર કર્યો. “ગાઇડબુક”માં બતાવ્યા પ્રમાણે કોટાર નામનું એક નાનું સ્ટેશન નજીક પડતું હતું. સંધ્યાવેળાએ કોટાર પહોંચતાં જણાયું કે સ્ટેશન તદ્દન ઉજજડ હતું, સ્ટેશન-માસ્તર પણ ન મળે! થોડેક દૂર એક ઓરડીમાં સાંધાવાળો માણસ રહેતો હતો. તેની પાસે સ્ટેશનમાં રાતવાસ કરવાની રજા માગતાં નાગે રજા આપી. રાત્રો મુનિઓ પ્રતિક્રમણાદિ કરીને બેઠા હતા. ત્યાં લગભગ સાડા નવ વાગતાં એક થાણેદારસાહેબ આવ્યા. તે જૈન સાધુઓથી કાંઈક પરિચિત હતા. તેમણે ખુલાસો કર્યો : “આ સ્ટેશન પહેલાં ઉજજડ ન હતું, પણ અહીં ત્રણ-ચાર વરસથી લૂંટફાટ ચાલે છે અને બે-ત્રણ સ્ટેશન-માસ્તરો ટાઈ ગયા છે, તેથી આ સ્ટેશન નકામું થઈ પડયું છે. ગાડીના સમયે ગાર્ડ પોતે જ ટિકિટ આપે છે. એક ગાડી રાતના દરેક વાગે અને બીજી સવારે દસ વાગે આવે છે. ગાડીના સમય પહેલાં અર્ધા કલાકે મારે હાજરી આપવી પડે છે.
દસ વાગ્યા પછી ઘણી ગાડીઓ આવ-જા કરે છે, પણ કોઈ ગાડી અહીં ઊભી રહેતી નથી. રોજ મધરાતે અહીં લૂંટારાઓ ભેગા થાય છે. એટલે આ લૂંટારાઓનો અડ્ડો છે અને તેમાં તમે ઊતર્યા છો. એટલે અહીં રહેવું સલામતીભર્યું નથી, માટે અહીંથી એકાદ ફર્લોગ દૂર મારી ઓરડી છે, ત્યાં ચાલો.'
મુનિશ્રી રત્નચંદ્રજીએ આ ભયોત્પાદક હકીકત સાંભળીને શાંતિથી અને નીડરતાથી કહ્યું : “ભાઈ ! રાતને વખતે અમે કયાં જઈ શકતા નથી. અમારી પારો એવું કશું નથી કે જે લુંટી લેવાની લૂટારાઓને ઇચ્છા થાય.’ બધા મુનિઓ ત્યાં જ રહ્યા. રાત્રો ખૂબ વરસાદ પડયો, તેથી હુંટારાઓ ત્યાં આવ્યા જ નહિ અને મુનિઓએ એ સ્થળે શાંતિથી રાત પસાર કરી.
Page #10
--------------------------------------------------------------------------
________________ 150 અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ને સ્ટેશનેથી આગળ વિહાર કરતાં માર્ગમાં એક વાઘનો ભેટો થઈ ગયેલો, પણ તે મુનિમંડળથી પચીસેક કદમ જેટલે દૂરથી જ જરા પણ ઉપદ્રવ કર્યા વગર પોતાને માર્ગે પસાર થઈ ગયો. અજાણ્યો અને જેન વસતી વિનાનાં ગામડાંમાં આહારપાણી મેળવતાં તેમને જાતજાતના અનુભવો થતા. રેલવે લાઇન પરથી વિહાર કરવાનો હોય અને વસતી બહુ દૂર હોય, ત્યારે કોઈ વાર રેલવેના ડ્રાઇવરને વિનંતી કરીને એંજિનમાંનું ધગધગતું પાણી મેળવવું પડતું. પંજાબના વિહાર દરમ્યાન ગામડાંમાં શિયાળાની ઋતુમાં ગરમ પાણી મળી શકતું. પણ ઉનાળામાં કોઈ નાહવા માટે ગરમ પાણી કરે નહિ એટલે મળી શકતું નહિ, ત્યારે છાશ મેળવીને ચલાવવું પડતું. લાહોરથી પાંચેક માઈલ દૂર આવેલા સહાદરા નામના એક ગામડામાં તો છાશ કે પાણી કશુંય મળ્યું નહિ. લોકો પોતાનું દૂધ લાહોર વેચી આવતા અને કોઈ છાશ બનાવતા જ નહિ, પછી છાશ હોય ક્યાંથી? ત્યાંથી આહાર મળી શક્યો, પણ છાશ-પાણી મળ્યાં નહિ ! છેક સાંજે પાંચ વાગતાં એક કારખાનું ચાલુ થયું, તેમાંથી ધગધગતું ગરમ પાણી મળ્યું. તેને ઠારી પછી આહાર કર્યો. આવી અનેક મુશ્કેલીઓ ઉપરાંત જૈનેતરોને ઘેરથી આહાર મેળવતાં કેટલીક વાર અપમાનો વેઠવાં પડતાં, કોઈ વાર તિરસ્કાર થતો, કોઈ કોઈ તો ખડકીની બહાર સાધુઓને ઊભા રાખતા અને પછી ભિખારીને રોટલો-ટુકડો આપતા હોય તેમ દયાદાન કરવા ઈચ્છતા. પરંતુ જૈન મુનિઓ ભિક્ષક હોય છે, પણ ભિખારી હોતા નથી; એવું જયારે તેમને સમજાવવામાં આવતું, ત્યારે તેઓ સાધુઓને ઘરમાં પ્રવેશવા દેતા અને પછી જ એવા ઘરોમાંથી સાધુઓ આહાર ગ્રહણ કરી શકતા.