________________
શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ
૧૪૩
કાલાવાલા કર્યા, કારણ કે ૧૬ વર્ષના દીકરાને દીક્ષાની આજ્ઞા આપવા કઈ માતા તૈયાર થાય? પિતાજી આ બાબતે મૌન રહેતા. તેથી પુત્રને સમજાવવાનો બધો બોજો માત્ર માતા ઉપર જ આવી પડ્યો હતો. રાયશીભાઈના વધતા અને દૃઢ થયેલા વૈરાગ્ય સામે માતાને આખરે ઝૂકવું પડ્યું. સંયમ લેવાની લીલી ઝંડી મળી ગઈ. તે અનુસાર ૧૭ વર્ષના રાયશીભાઈની પ્રવ્રજ્યા વિ. સં. ૧૯૫૩ના જેઠ સુદ ૩ ને ગુરુવારે તેમના જ વતનમાં અનેક સાધુસાધ્વીઓ આદિ ચતુર્વિધ સંઘની વિશાળ હાજરીમાં, ઉલ્લાસભાવથી સંપન્ન થઈ. આમ શ્રી ગુલાબચંદ્રજી મહારાજને ગુરુપદે સ્થાપી રાયશીભાઈ શ્રી રત્નચંદ્રજી મહારાજ બન્યા અને સાત દિવસ બાદ મુંદ્રામાં તેમની વડી દીક્ષા થઈ.
સરસ્વતીની અખંડ અને ઉગ્ર ઉપાસના : નાનપણના વૈરાગ્યના સંસ્કાર દીક્ષા લેતાં પલવિત થયા અને અખંડ જ્ઞાનઉપાસનામાં રચ્યાપચ્યા રહેવાની ઉત્કટ વૃત્તિ જગી. વડી દીક્ષા પછી માંડવી તરફ સંઘનો વિહાર થયો. વચ્ચે આવતા દેશલપુર ગામમાં અષાઢ સુદ ૧૫ ને દિવસે સંસ્કૃત ભાષાના વ્યાકરણના અભ્યાસનો પ્રારંભ કર્યો અને જામનગરથી આવેલા શાસ્ત્રીજીની સાથે રહી સિદ્ધાંત દ્રિકાનો પહેલો ભાગ પૂરો કર્યો. રસંવત ૧૯પપના અંજારના ચાતુર્માસમાં સિદ્ધાતચંદ્રિકાનો બીજો ભાગ, રઘુવંશ, ચુતબોધ અને ઉત્તરત્નાકર વગેરે ગ્રંથોનો અભ્યાસ ર્યો. તેઓશ્રીની સ્મરણશક્તિ અને બુદ્ધિની તેજસ્વિતા અદ્ભુત હોવાથી આગળના ૧૯૫૬ અને ૧૯૫૭ ના જામનગર અને જૂનાગઢના ચાતુર્માસમાં તેઓએ વિવિધ શાસ્ત્રીઓ પાસે સિદ્ધાંતકૌમુદી', શિશુપાલવધ', કુવલયાનંદ કારિકા' આદિ ગ્રંથો પૂરા કરીને પછીના છ માસમાં તર્કસંગ્રહ, ન્યાયબોધિની, ન્યાયદીપિકા, ન્યાયસિદ્ધાંત-મુક્તાવલિ, સાધનિકો અને દિનકરી એમ અતિ કઠિન ગણાતી ન્યાયશાસ્ત્રના છ ગ્રંથો પૂરા કરી નાખ્યા. આ ઉપરાંત મનોરમા અને શબ્દેન્દુશેખર નામના વ્યાકરણના ગ્રંથો અને અનુયોગદાર, ૨ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, દશવૈકાલિક અને વિવિધ થોકડાઓનો સારો અભ્યાસ કરી લીધો. ૧૯૬૦ના અંજાર ચાતુર્માસમાં અંગ્રેજી, ગણિત અને જયોતિષવિદ્યાનો જરૂર પૂરતો અભ્યાસ પૂરો કરી લીધો. ૧૯૬૧ના ખેડોઈના ચાતુર્માસ પહેલાં મિથિલાના સુપ્રસિદ્ધ શાસ્ત્રી શશિનાથ ઝા પાસે તેમણે પંચલક્ષણી, સિદ્ધાંતલક્ષણ, રસગંગાધર, સાંખ્યવકૌમુદી ઇત્યાદિ ન્યાય, સાહિત્ય અને દર્શનશાસ્ત્રના વિવિધ ગ્રંથોનું અધ્યયન પૂરું કર્યું. ખેડોઈના ૧૯૬૧ના ચાતુર્માસ પછી કચ્છના કાંઠાના ગામોમાં વિહાર કરતાં તેઓને શીતળાની બીમારી થયેલી, પણ તેમાંથી ધીમે ધીમે સારું થઈ ગયું. ન્યાયશાસ્ત્રના અધ્યયનના છેલ્લા તબકકાની પૂર્ણાહુતિ ચોટીલા મુકામે શાસ્ત્રી બાલકૃષ્ણ મિશ્ર પાસેથી વ્યુત્પત્તિવાદ, શતવાદ, સાધારણ હેવાભાર ઇત્યાદિ ગ્રંથોના અભ્યાસથી વિ. સં. ૧૯૬૪માં થઈ.
આમ ર૭ વર્ષની અવસ્થા સુધીમાં એટલે કે દીક્ષા જીવનના પ્રથમ દસ વર્ષ દરમિયાન તેઓએ જ્ઞાનસાધનામાં જે અતિ ઉત્સાહ દાખવ્યો તેને લીધે વિ. સં. ૧૯૫૬ માં જામનગરના ચાતુર્માસથી ખીલ સહિત આંખની અનેક બીમારીઓ આવી અને ચમાંનો સ્વીકાર કરવો પડયો. ત્યાર પછી પણ વારંવાર તાવ, ગૂમડાં, શીતળા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org