SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ ૧૪૭ વિધિપુર:સર પૂજ્ય પદવી આપવાની જાહેર સમારોહ સંપન્ન થયો. અહીંના સમાજે મહારાજશ્રીને “વિદ્યાભૂષણ'ની ઉપાધિથી અલંકૃત કર્યા. પંજાબમાં વિહાર આગળ ચાલુ રાખી બલાચોર, નાલાગઢ, અંબાલા, પંચકુલા અને સિમલા થઈને પાછા ફરતી વખતે પ્રાકૃતિક સૌંદર્યવાળા બલાચોરમાં તેઓશ્રીએ ચાતુર્માસ કર્યો. પંજાબના આ ઠંડા પ્રદેશોમાં વિચરતાં મહારાજશ્રીની તથા શિષ્યોની તબિયત વારંવાર બગડતી. બલાચોરથી વિહાર કરીને મહારાજશ્રી ધીમે ધીમે દિલ્હી આવી પહોંચ્યા. કાશી-બનારસ માટેની ઝંખના : પ્રજ્ઞાચક્ષુ પં. શ્રી સુખલાલજીની પ્રેરણાથી અને સમસ્ત સંધને જૈન ધર્મનો તુલનાત્મક અભ્યાસ કરવાની તક મળે તે હેતુથી બનારસ જવાની તેમની ભાવના હતી. આ ભાવનાને મૂર્તસ્વરૂ૫ આપવાના ઇરાદાથી દિલહીથી વિહાર કરી આગ્રા, વૃંદાવન, મથુરા ઇત્યાદિ તીર્થસ્થાનોનું અવલોકન કર્યું. આગ્રામાં કાનનો દુ:ખાવો, લોહીનું દબાણ વગેરે અનેક બીમારીઓ આવી પડતાં આગળ વિહાર થઈ શક્યો નહિ અને ૧૯૯૪ના ચાતુર્માસ ત્યાં જ કરવાની ફરજ પડી. શરીરના અસહકારના કારણથી મહારાજશ્રીની બનારસ જવાની ભાવના ફળી શકી નહિ અને ચાતુર્માસ પૂરા થતાં રાજસ્થાન તરફ વિહાર કરવો પડ્યો. ૧૯૯૫ના ચાતુર્માસ અજમેર નક્કી થયા. દિલ્હી અને આગ્રાના અગ્રગણ્ય શ્રાવકો અને સાધુસમિતિના સલાહકારો સાથે અનેક મસલતો કર્યા છતાં સંવત્સરીની એકતાનો કે સાધુઓની સમાચારીની સંહિતાનો કોઈ સર્વમાન્ય ઉકેલ શોધી શકાયો નહિ. અંતિમ ચાતુર્માસ : ગરમી અને ઠંડીના અતિરેકો, આહારવિહારની અગવડો અને સમાજની એકતા માટેના સતત પ્રયત્નો તેમજ અનેકવિધ ચિતાથી મહારાજશ્રીનું સ્વાસ્થય જલદીથી કથળી રહ્યું હતું. પ્રોસ્ટેટ ગ્લેન્ડની વ્યાધિને લીધે પેશાબની તકલીફ રહેતી. ઉપચારની સારી સગવડ મુંબઈમાં થઈ શકશે એમ લાગવાથી તે તરફ પ્રયાણ ચાલુ થઈ ગયું હતું. અંતે ડૉ. ટી. ઓ. શાહની હૉસ્પિટલમાં પ્રોસ્ટેટ ગ્લેન્ડનું ઑપરેશન કરાવવું પડ્યું. જો કે ઑપરેશન સફળ થયું પણ ગેસ અને ન્યુમોનિયા ઇત્યાદિને લીધે લાંબો સમય નબળાઈ રહી અને ચાર-પાંચ મહિને શરીરનું કંઈક ઠેકાણું પડયું. સુદઢ સમાજની રચના અને ધર્મપ્રચારનું કાર્ય નિરંતર થતું રહે તેવી ભાવના મહારાજશ્રીના હૃદયમાં અંતિમ સમય સુધી રહ્યા કરી. આ માટે જૈન પ્રકાશના તંત્રી શ્રી હર્ષચંદ્ર દોશી, મુંબઈ સકળ સંઘના મંત્રી શ્રી ગિરધરલાલ દફનરી, પ્રસિદ્ધ લેખક શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ તથા મુંબઈના અગ્રગણ્ય બુદ્ધિજીવીઓ, કેળવણીકારો અને સામાજિક કાર્યકરો સાથે સમાજના ત્રણ વિભાગો વીરકામણ સંબ, વીર બ્રહ્માચારી સંધ અને વીર શ્રાવક સંઘ વિષે તેમણે વિગતવાર ચર્ચા-વિચારણા કરી હતી. વિદાયની વસમી વેળા : મહારાજશ્રીને લોહીના ઊંચા દબાણની બીમારી હતી. કાર્યની અધિકતાને લીધે તે રોગ ઉપર વિપરીત અસર થઈ. શ્રી જમનાદાસ ઉદાણીની નોંધ પ્રમાણે સંવત ૧૯૯૭ના ડૌશાખ વદ ૪ને બુધવાર તદનુસાર તા. ૧૪૫૪૧ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249019
Book TitleShatavadhani Ratnachandraji Maharaja
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Story
File Size442 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy