________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
સંસ્કૃત, પ્રાકૃત અને જૈન આગમોનો વિશેષ અભ્યાસ કરશે, એવી તેમની ભાવના હતી. મહારાજશ્રીની આ ભાવનાનો પ્રતિભાવ મધ્યમકક્ષાનો રહ્યો અને ચાર પંજાબી તથા આઠ રાજસ્થાની મુનિઓ એમ કુલ ૧૨ મુનિઓએ પૂ. મહારાજશ્રીની શાનપરબનો ઠીક ઠીક લાભ લીધો. અહીં પણ ગુજરાતીઓની વિદ્યાપ્રાપ્તિ પ્રત્યેની બેદરકારી દૃષ્ટિગોચર થાય છે ! અહીં અધ્યયનકાર્ય ઉપરાંત તેઓએ જયપુર વેધશાળાના અધ્યક્ષ શ્રી કેદારનાથ પાસેથી જયોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે વિશેષ શાન મેળવી લીધું હતું, તથા રેવતીદાન સમાલોચનાનો મહત્ત્વપૂર્ણ નિબંધ પણ લખ્યો હતો. આ પ્રદેશની અસહ્ય ગરમીના પ્રભાવથી અલ્વર પહોંચતાં તપસ્વી મુનિશ્રી કપૂરવિજયજીનું સ્વાસ્થ્ય કથળ્યું. તેમને શીતળા નીકળ્યા, સન્નિપાત થઈ ગયો અને આઠ દિવસમાં તેઓ કાળધર્મ પામ્યા. આમ એક અગત્યના તપસ્વી અંતેવાસી શિષ્યના વિયોગનો આધાત મહારાજશ્રીને સહન કરવો પડયો. આ દુ:ખદ પ્રસંગના અનુસંધાનમાં મહારાજશ્રીને ચાતુર્માસ નિમિત્તે અહીં વિશેષ રોકાણ કરવું પડયું. સમયના અભાવના કારણે ૧૯૯૦નો ચાતુર્માસ અલ્વરમાં જ કરવો પડયો.
૧૪૬
દિલ્લી થઈને પંજાબમાં : અલ્વરના ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાં દિલ્હી તરફ વિહાર થયો. મહારાજશ્રીનું વિવિધ ભાષાઓ ઉપરનું પ્રભુત્વ, વિશાળ સાહિત્યજ્ઞાન અને અદ્ભુત સ્મરણશક્તિને દર્શાવનારાં અવધાનોની વાત સાંભળીને બધી કોમના અને ધર્મના લોકો તેમના પ્રવચનનો લાભ લેતા. અહીં જ તેમને ‘ભારતરત્ન'ની માનવંતી પદવી અર્પણ કરવામાં આવી હતી. અહીં દિલ્હીથી આગળ વિહાર કરીને યુવાચાર્ય શ્રી - કાશીરામજી મહારાજ સાથે સંઘે રોહતક થઈને અમૃતસર ભણી પ્રયાણ કર્યું. રસ્તામાં નાનાંમોટાં ગામોમાં જૈન સાધુઓમાં ઘર કરી ગયેલી સંકુચિતતા અને જૈન ગૃહસ્થોમાં વ્યાપેલા કુસંપ તથા કજિયાનાં દૂષણોને જોઈને મહારાજશ્રીને ઘણું દુ:ખ થતું. આથી તેઓ પોતાની વગ વાપરી બને તેટલું સમાધાન કરાવીને સંપ અને ઉદારતાની ભાવનાઓ વધે તેવો પ્રયત્ન કરતા. આર્યસમાજની વિચારધારાની અહીંના જૈન સમાજઉપર વ્યાપક અસર થયેલી, તે વાત તેમના ધ્યાન પર આવવાથી, જૈનવિદ્યાના પ્રચારપ્રસાર માટે રોહતકમાં તેઓએ ઠીક ઠીક પ્રયત્નો કર્યા. વિહાર દરમ્યાન શ્રી અમોલખ ઋષિજીનો તથા આર્થાજી પાર્વતીબાઈના સમાગમનો પણ તેઓને લાભ મળ્યો. જલંધર, કપુરથલા અને વ્યાસ થઈને મહારાજશ્રીએ અમૃતસરમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાંના જૈન સંઘે ખૂબ ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત કર્યું હતું. અહીં પૂ. શ્રી. સોહનલાલજી મહારાજના દર્શન-સમાગમનો લાભ લઈ સિયાલકોટ, ગુજરાનવાલા, લાહોર ઇત્યાદિ ગામોનો વિહાર પૂરો કરી, તેઓશ્રી જમ્મુ આવ્યા. જાહેર પ્રવચનો દ્રારા જૈનેતર જનતાને પણ પોતાના જ્ઞાનચારિત્ર્યના પ્રભાવથી તેઓએ માંસ-મદિરાનો ત્યાગ કરાવ્યો હતો. ત્યાંથી પાછા ફરતાં ૧૯૯૧ ના ચાતુર્માસ અમૃતસરમાં થયા. અહીંના ચાતુર્માસ દરમ્યાન શ્રી સોહન જૈન ધર્મપ્રચારક સમિતિની રચના થઈ. આ સમિતિએ જ આગળ ઉપર મહારાજશ્રીની પ્રેરણાથી ગવર્ન્મેન્ટ સંસ્કૃત કૉલેજની સાથે જોડાયેલ મહાન વિદ્યાધામ શ્રી પાર્શ્વનાથ વિદ્યાામનો પ્રારંભ કર્યો હતો. શ્રી કાશીરામજી મહારાજને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org