SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ ૧૪૯ ત્રણ બાજુથી ખુલ્લી પડાળી, તેમાં ગાર કે લીંપણ કશું ન મળે. ગાડાવાળાઓ ત્યાં આવતા. તેઓ તાપણી કરતા, તેની રાખના ઢગલા પણ ત્યાં પડેલા, પોષ મહિનાની ટાઢ હતી. મુનિ શ્રી રત્નચંદ્રજી અને તેમના શિષ્યોએ કડકડતી ટાઢમાં તે રાત ત્યાં સમભાવપૂર્વક ગાળી. વિહારમાં એક વાર બસી નામનું રેલવે સ્ટેશન આવ્યું. રેલવે સ્ટેશનોમાં રાતવાસો કરવા માટે ઘણી વાર પરવાનગી મળી જતી, પરંતુ બસના સ્ટેશન-માસ્તરે ના કહી અને ગામમાં જવા કહ્યું. ગામ બે માઈલ દૂર હતું. તપાસ કરતાં એક જણે કહ્યું: આગળ જતાં સડકને રસ્તે જ એક કોઠો છે, ત્યાં રહી શકાશે.' કોઠા પાસે પહોંચ્યા ત્યારે માત્ર પા કલાક દિવસ બાકી રહ્યો હતો. કોઠાનું મકાન અત્યંત જીર્ણ અને પડું પડું થઈ રહ્યું હતું, કોઈની એકાદ લાત વાગતાં છાપરું તૂટી પડે એવું ! મકાનમાં ખાડા પડેલા. બારણાનું નામનિશાન નહિ, ધૂળનો પાર નહિ ! જંગલી જાનવરોનાં પગલાં પડેલાં દેખાતાં હતાં ! એવી વિકટ ભયજનક સ્થિતિમાં પણ એ મુનિમંડળે ત્યાં નિરુપદ્રવપણે રાત્રિ પસાર કરી. અજમેરથી પાછા ફરતાં એરનપુરા રોડ નામના સ્ટેશનેથી એક વાર મુનિ શ્રી રત્નચંદ્રજીએ વિહાર કર્યો. “ગાઇડબુક”માં બતાવ્યા પ્રમાણે કોટાર નામનું એક નાનું સ્ટેશન નજીક પડતું હતું. સંધ્યાવેળાએ કોટાર પહોંચતાં જણાયું કે સ્ટેશન તદ્દન ઉજજડ હતું, સ્ટેશન-માસ્તર પણ ન મળે! થોડેક દૂર એક ઓરડીમાં સાંધાવાળો માણસ રહેતો હતો. તેની પાસે સ્ટેશનમાં રાતવાસ કરવાની રજા માગતાં નાગે રજા આપી. રાત્રો મુનિઓ પ્રતિક્રમણાદિ કરીને બેઠા હતા. ત્યાં લગભગ સાડા નવ વાગતાં એક થાણેદારસાહેબ આવ્યા. તે જૈન સાધુઓથી કાંઈક પરિચિત હતા. તેમણે ખુલાસો કર્યો : “આ સ્ટેશન પહેલાં ઉજજડ ન હતું, પણ અહીં ત્રણ-ચાર વરસથી લૂંટફાટ ચાલે છે અને બે-ત્રણ સ્ટેશન-માસ્તરો ટાઈ ગયા છે, તેથી આ સ્ટેશન નકામું થઈ પડયું છે. ગાડીના સમયે ગાર્ડ પોતે જ ટિકિટ આપે છે. એક ગાડી રાતના દરેક વાગે અને બીજી સવારે દસ વાગે આવે છે. ગાડીના સમય પહેલાં અર્ધા કલાકે મારે હાજરી આપવી પડે છે. દસ વાગ્યા પછી ઘણી ગાડીઓ આવ-જા કરે છે, પણ કોઈ ગાડી અહીં ઊભી રહેતી નથી. રોજ મધરાતે અહીં લૂંટારાઓ ભેગા થાય છે. એટલે આ લૂંટારાઓનો અડ્ડો છે અને તેમાં તમે ઊતર્યા છો. એટલે અહીં રહેવું સલામતીભર્યું નથી, માટે અહીંથી એકાદ ફર્લોગ દૂર મારી ઓરડી છે, ત્યાં ચાલો.' મુનિશ્રી રત્નચંદ્રજીએ આ ભયોત્પાદક હકીકત સાંભળીને શાંતિથી અને નીડરતાથી કહ્યું : “ભાઈ ! રાતને વખતે અમે કયાં જઈ શકતા નથી. અમારી પારો એવું કશું નથી કે જે લુંટી લેવાની લૂટારાઓને ઇચ્છા થાય.’ બધા મુનિઓ ત્યાં જ રહ્યા. રાત્રો ખૂબ વરસાદ પડયો, તેથી હુંટારાઓ ત્યાં આવ્યા જ નહિ અને મુનિઓએ એ સ્થળે શાંતિથી રાત પસાર કરી. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.249019
Book TitleShatavadhani Ratnachandraji Maharaja
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Story
File Size442 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy