________________
૧૯. શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ
ભૂમિકા : ભારતની પશ્ચિમે આવેલો કચ્છ પ્રદેશ ત્યાંના લોકોની સાહસિકતા, શૂરવીરતા અને સરળતા માટે જગતમાં પ્રસિદ્ધ છે. રણપ્રદેશની આ કઠોરભૂમિમાં રહેતાં મનુષ્યોનાં હૃદય કોમળ હોય છે. પણ તેમની જીવનચર્યા કડક છે. આ કચ્છના ભોરારા ગામે વીશા ઓસવાળનું એક પ્રતિષ્ઠિત કુટુંબ વસતું હતું, તેમાં ગૃહસ્વામી શ્રી વીરપાળ શેઠ અને ગૃહલક્ષ્મી શ્રીમતી લક્ષ્મીબાઈનું સાત્ત્વિક અને પ્રસન્ન- દાંપત્યજીવન બે દીકરાઓના જન્મથી ધન્ય બન્યું. મોટાનું નામ નથુભાઈ અને નાનાનું નામ રાયશીભાઈ આ નાના દીકરા રાયશીભાઈ જ પાછળથી શ્રી રત્નચંદ્રજી મહારાજ તરીકે જાણીતા બન્યા. તેમનો જન્મ વિ. સ. ૧૯૩૬ ના વૈશાખ સુદ ૧૦ને દિવસે ભોરારા ગામમાં થયો હતો.
બાલ્યકાળ–વેપારનો પ્રારંભ : એ જમાનામાં કેળવણીનો પ્રચાર ઘણો ઓછો હતો અને તેમાં વળી કચ્છનો પછાત વિસ્તાર : તેથી રાયશીને ગામઠી શાળામાં જ કેળવણી માટે મૂકવામાં આવ્યો. ભાણવામાં રાયશી તેજસ્વી હતો. તેની સ્મરણશક્તિ ઘણી સારી હતી. દસ વર્ષની વયે સાતમી પરીક્ષા પાસ કર્યા પછી ઉચ્ચ કેળવણીની વ્યવસ્થા ન
૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org