Book Title: Shatavadhani Ratnachandraji Maharaja
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 5
________________ શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ ૧૪૫ રહેલી ગંભીર વિદ્રત્તા, વિશિષ્ટ પ્રજ્ઞા અને ચિત્તની નિર્મળના ઉપર અવલંબે છે. આ અવધાનશક્તિ લોકરંજન કે ખ્યાતિ પ્રાપ્તિનો હેતુ ન બને પરંતુ આત્માની શુદ્ધિ સહિત ચિત્તની એકાગ્રતામાં સહયોગરૂપ થાય તો તેના દ્વારા ત્વરાથી આત્મવિકાસ સાધી શકાય છે અને જીવનના સર્વોચ્ચ શિખરે પહોંચી શકાય છે. આ વાત અવધાન કરાવનાર સૌએ ખ્યાલમાં રાખવી જોઈએ. અજમેરના સાધુસંમેલનમાં : સ્થાનક્વાસી સાધુસમાજમાં તેમજ શ્રાવકોમાં તે જમાનામાં ઠીકઠીક પ્રમાણમાં શિથિલતા, કુસંપ, ઈર્ષ્યા અને વાદવિવાદ આદિ દુર્ગુણો વ્યાપકપણે દૃષ્ટિગોચર થતા હતા. આ કારણથી સમાજના પ્રબુદ્ધ વર્ગમાં એવી માન્યતા પ્રવર્તતી હતી કે આ દૂષણોને દૂર કરવા માટે સાધુઓ અને શ્રાવકો માટે નિશ્ચિત આચારસંહિતા ઘડાય તો સંપ વધે અને શિથિલાચારનો યોગ્ય પ્રતિકાર થઈ શકે. ઉપર્યુક્ત ધ્યેયને સિદ્ધ કરવા માટે જે અનેક પ્રયત્નો થયા તેના અનુસંધાનમાં અને પરિપાકરૂપે અજમેરમાં બૃહદ્ સાધુસંમેલન ભરવાનું નક્કી થયું. આ કાર્યમાં પંજાબ, રાજસ્થાન, માળવા અને ગુજરાત-સૌરાષ્ટ્રના સમસ્ત સાધુસમાજે તથા શ્રી દુર્લભજીભાઈ ઝવેરી, શ્રી ધીરજલાલ તુરખિયા, શ્રી હેમચંદભાઈ મહેતા આદિ પ્રખર સમાજહિતેચ્છઓએ તેમજ મહાકવિ શ્રી નાનાલાલ, પ્રજ્ઞાચક્ષુ શ્રી રમુખલાલજી, પં. બેચરદાસજી, શ્રી જિનવિજયજી અને લીંબડીના ઠાકોર શ્રી દોલતસિહજીએ યોગ્ય સહકાર આપ્યો હતો. આ સંમેલનમાં ૨૩૮ સંતો, ૪૦ સાધ્વીઓ અને હજારોની સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓનો સમુદાય એકત્ર થયો હતો. ઉત્સાહભર્યા વાતાવરણમાં વિ. સં. ૧૯૮૯ના ચૈત્ર સુદ ૧૦ને બુધવારના દિવસથી આ ચીર પ્રતિક્ષિત સંમેલનનો મંગલ પ્રારંભ થયો. સંમેલનમાં ગુજરાતના સાધુઓની સંખ્યા ૩૨ જેટલી હતી. મંગલાચરણ કરવાનું સૌભાગ્ય મુનિ શ્રી રત્નચંદ્રજીને પ્રાપ્ત થયું હતું. શાંતિરક્ષકો તરીકે ગુજરાતના શ્રી રત્નચંદ્રજી અને પંજાબના શ્રી ઉદયચંદજી નિમાયા હતા. કાર્યવાહીના લેખક તરીકે શ્રી આત્મારામજી અને શ્રી સંતબાલજી નિમાયા હતા. યુવાચાર્યપદ અને ઉપાધ્યાયપદની નિમણૂક, ચોમાસાં નીમવાની અને દોષશુદ્ધિ આપવાની સત્તા–આ બાબતો વિષે સારું સમાધાન થયું. જુદાજુદા પ્રાંતમાં વિચરતા એક જ સંપ્રદાયના અને પૂર્વે પરસ્પર નહીં મળેલા સાધુઓને એકબીજાનો પરિચય કરી વાત્સલ્ય વધારવાની આ સંમેલનમાં તક મળી. ઉત્તર ભારતનો વિહાર: “સાધુ તો ચલતા ભલા” એ ઉક્તિ અનુસાર અજમેરનું સાધુસંમેલન પૂરું થતાં મહારાજશ્રીએ જયપુર તરફ પ્રયાણ કર્યું. જૈન સાધુના જીવનમાં - લોકસંપર્ક માટે, અનાસક્તિ જાળવવા માટે, વિવિધ પ્રકારના અનુભવો દ્વારા સંયમી જીવનનું ઘડતર કરવા માટે અને શરીરને નીરોગી રાખવા માટે ચાતુર્માસ સિવાયના સમયમાં સતત પાદવિહારની આજ્ઞા આપેલી છે. સંમેલન પછી શ્રી નાનચંદ્રજી મહારાજે આગ્રા તરફ વિહાર કર્યો અને શ્રી રત્નચંદ્રજી મહારાજે વિવિધ સંધોની વિનંતીથી જયપુરમાં ચાતુર્માસ દરમ્યાન જ્ઞાનની પરબ માંડી. મોટી સંખ્યામાં મુનિઓ તેમની પાસે રહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10