Book Title: Shatavadhani Ratnachandraji Maharaja Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 8
________________ ૧૪૮ અર્વાચીન જૈન જયોતિર્ધરો રોજ મહારાજશ્રીએ તેમની સાથે વીર સંધની કાર્યવાહી અંગે લગભગ એક કલાક ચર્ચા કરી હતી. ડૉક્ટરે દેવલાલી જવા માટે સૂચના કરી ત્યારે તેમણે સરળ અને શાંત સ્વભાવે જવાબ આપ્યો “થોડા દિવસ માટે કાંઈ નથી કરવું, મને શાતા છે.” બીજે જ દિવસે એટલે તા. ૧૫–૫-૪૧ ને ગુરુવારે, દિવસ દરમ્યાન તો તેમને ઠીક રહ્યું. પરંતુ રાત્રે ૨-૩૦ વાગે એકાએક શ્વાસ વધતો જણાયો. પક્ષઘાતની અસર જણાવા લાગી અને બ્લડપ્રેશર ૨૩૦ સુધી વધી ગયું. મુંબઈથી મોટા ડૉક્ટર આવી પહોંચે તે પહેલાં જ એટલે શુક્રવારે સવારે ૪-૫૦ મિનિટે મહારાજશ્રીએ આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. તેમના દેહવિલયના સમાચાર પ્રસરતાં પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતનાં અનેક નગરોમાંથી તથા કલકત્તા, રંગૂન, મદ્રાસ ઇત્યાદિ નગરોમાંથી લોકો તેઓશ્રીના અંતિમ દર્શનાર્થે આવવા લાગ્યા. જે પ્રત્યક્ષ ન પહોંચી શકયા તેઓએ તારટપાલ દ્વારા પોતાની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી. ઘાટકોપર મુકામે હજારો ભક્તોની હાજરીમાં તેઓશ્રીના દેહના અગ્નિસંસ્કાર થયા. જીવંત સ્મારકોઃ મહારાજશ્રીની બહુમુખી પ્રતિભાની પ્રેરણાથી થયેલાં સર્વોપયોગી મારકોની સંક્ષિપ્ત યાદી નીચે પ્રમાણે છે : (૧) પં. શ્રી રત્નચંદ્રજી જૈન કન્યાશાળા-ઘાટકોપર (૨) શતાવધાની રત્નચંદ્રજી પુસ્તકાલય (શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમ, બનારસ સાથે સંલગ્ન (૩) શ્રી રત્નચંદ્રજી રથાનકવાસી જૈન પુસ્તકાલય-કઠોર (૪) શતાવધાની પં, રત્નચંદ્રજી જૈન જ્ઞાનમંદિર-સુરેન્દ્રનગર (૫) શ્રી જૈન સાહિત્યપ્રચારક સમિતિ–-બ્લાવર વિહારના વિધવિધ અનુભવો જૈન મુનિના પાદવિહારની સાથે અનેક પ્રકારનાં કષ્ટો અને કસોટીના પ્રસંગો (પરિષહો) વણાયેલાં હોય છે. રાજસ્થાન, મારવાડ અને ઉત્તર હિંદના બીજા પ્રદેશોમાંના મુનિશ્રી રત્નચંદ્રજીના વિહારના કેટલાક અનુભવો તેમના સંયમી જીવનના નિર્ભયતા, નિશ્ચલતા અને ધર્મ આદિ ગુણોની કસોટી કરનાર નીવડ્યા હતા. મુનિશ્રી રત્નચંદ્રજી આગ્રાથી ભરપુર થઈને જયારે જયપુર તરફ આવી રહ્યા હતા, ત્યારે માર્ગમાં સૂર્યાસ્ત થવાને અર્ધા કલાકની વાર હતી. તે વખતે તેઓ એક મંદિર પાસે આવીને થોભ્યા. આવાં મંદિરોમાં તેમને અનેક વાર આકાય લેવો પડયો હતો, તેથી આ મંદિરમાં પણ રાતવાસો કરવા સ્થાન મળી રહેશે, એવી તેમની ગણતરી હતી, પણ એ ગણતરી ખોટી પડી. મંદિરમાંથી આવો જવાબ મળ્યો : અહીં રાત્રે કોઈને સૂવા દેવામાં આવતા નથી. પારો એક ખુલ્લી ધર્મશાળા હતી, તે તરફ આંગળી ચીંધવામાં આવી, એટલે તેઓ એ ધર્મશાળામાં ગયા. એ ધર્મશાળા એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10