Book Title: Shatavadhani Ratnachandraji Maharaja Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 2
________________ ૧૪૨ અર્વાચીન જૈન જયોતિર્ધરો હોવાથી કુટુંબીઓએ બન્ને પુત્રોને વેપારધંધાની તાલીમ અર્થ મુંબઈ મોકલી દીધા. આમ દસ વર્ષની નાની ઉંમરે પોતાના મોટા ભાઈ નથુભાઈ સાથે રાયશીભાઈ અનાજના વેપારમાં જોડાયા. ગંભીર સ્વભાવના રાયશીભાઈ રમતગમત કે ખેલકૂદને બદલે વેપારમાં ઠીક ઠીક સ્થિર થયા. વેપાર અંગે કોઈ કોઈ વાર તેમને ઇન્દોર નજીક આવેલા સનાવદ ગામે જવું પડતું અને રહેવું પડતું. આ દરમિયાન તેમણે તારટપાલ ઉકેલવા જોણું અંગ્રેજીનું જ્ઞાન મેળવી લીધું. અહીં તેઓએ એક વર્ષ અનાજના વેપારનો અનુભવ લઈને મુંબઈમાં એક કચ્છી વેપારી શ્રી કેશવજી દેવજી સાથે ભાગીદારીમાં વેપાર શરૂ કર્યો. આમ ૧૩ વર્ષની વયે પહોંચતાં સુધીમાં તો તેમણે ધનોપાર્જનમાં ઠીક ઠીક પ્રમાણમાં સફળતા મેળવી લીધી. મુંબઈના ધમાલિયા જીવનથી જ્યારે કંટાળો આવે ત્યારે પ્રસંગોપાત્ત તેઓ ચોપાટની રમત રમતા. તે જમાનામાં ચોપાટ મનોરંજન માટેનું સમાજવ્યાપી સાધન ગણાતું. ચોમાસાનો નિવૃત્તિકાળ અને ધમપાસના : તે જમાનામાં સામાન્યપણે કચ્છીઓ ૮ મહિના વેપારધંધા અર્થે ગામ-પરગામ વસતા અને ચોમાસું બેસે એટલે ધંધામાંથી નિવૃત્તિ લઈ વતનમાં આવતા. અહીં તેઓ સત્સમાગમ, પ્રભુસ્મરણ અને ધાર્મિક તહેવારોમાં ભાગ લઈને પોતાના જીવનને ઉજમાળના. તે જમાનાના રીતરિવાજો મુજબ ૧૩ વર્ષની ઉંમરે હાંસબાઈ નામની કન્યા સાથે તેમનાં લગ્ન થયેલાં. લગ્ન પછી ત્રણેક વર્ષ મુંબઈ, સનાવદ અને બેલાપુરમાં વેપારધંધા અર્થે જવાનું થતું અને વચ્ચે ચોમાસામાં વતનમાં આવવાનું બનતું ત્યારે ભોરારા, મુંદ્રા અને અંજાર વગેરે ગામોમાં લીંબડી સંપ્રદાયના શ્રી ગુલાબચંદ્રજી મહારાજ અને તેમના સંપ્રદાયના સાધુઓનો સમાગમ થતો. આ રીતે ધાર્મિક જીવન જીવવાની અને વૈરાગ્ય વધારવાની પ્રેરણા મળતી રહેતી. વૈરાગ્ય અને દીક્ષા : વિ. સં. ૧૯૫૧માં તેમના વૈરાગ્યને દૃઢ બનાવનારો એક પ્રસંગ બની ગયો. આ વખતે તેઓ બેલાપુરમાં હતા ત્યારે ઘરેથી પત્ર આવ્યો “તેમનાં પત્ની હાંસબાઈએ પુત્રીને જન્મ આપ્યો છે અને તે સાથે જ તેમનું અવસાન થયું છે.' તરત રાયશીભાઈએ મોટાભાઈને મુંબઈ પત્ર લખી નાખ્યો : “ભોરારા તારથી ખબર આપો કે ફરીથી વેવિશાળ ન કરે.” આ બાજુ બેલાપુરમાં પત્નીના વિયોગના સમાચારથી રાયશીભાઈને સ્વાભાવિક દુ:ખ તો જરૂર થયું હશે, પણ ધાર્મિક વૃત્તિના સંસ્કારને પોષવાવાળો બે-ત્રણ કચ્છી ભાઈઓનો સમાગમ તેમને મળી ગયો, જેથી વેપાર સિવાયના સમયમાં વાચન અને જ્ઞાનચર્ચા સારી રીતે થવા લાગ્યાં. બે-ત્રણ માસ પછી તેઓ મુંબઈમાં રહેવા આવ્યા, જયાં ખંભાત સંપ્રદાયના સાધુઓનો સમાગમ રહેતો. મોટાભાઈની રજા લઈ તેઓ વતન તરફ પાછા ફર્યા. અહીં સંવત ૧૯૫રનું ગુલાબચંદ્રજી મહારાજનું ચોમાસુ ચાલતું હતું. રાયશીભાઈની ફરી વેવિશાળ ન કરવાની વાત ગામમાં ઠીક ઠીક પ્રસરી ગઈ હતી. એટલામાં મોટાભાઈ શ્રી નથુભાઈનો પણ આ વાતને સમર્થન આપતો પત્ર આવી ગયો. માતા લક્ષ્મીબાઈએ મમત્વને લીધે ઘણા www.jainelibrary.org Jain Education International For Private & Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10