Book Title: Shastroddharaka Muni Chaturvijayji Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરવિજયજી [૧૯ શ્રમ અને ખર્ચ બન્ને કરવો પડે છે. સ્વ. મુનિશ્રીની ખાસ ધ્યાન ખેંચે એવી એક વિશેષતા એ હતી કે તેઓ જ્યાં જતા ત્યાં પ્રથમ ત્યાંના ભંડારનું કામ હાથમાં લેતા. જે સૂચિ ઠીક ન હોય તો તે બનાવતા, પિથીઓને નવાં મજબૂત બંધનથી બાંધતા, ક્રમવાર ડાબડામાં ગોઠવતા; એટલું જ નહિ પણ જ્યાં ગ્રન્થ રાખવા માટે કબાટ કે એવી બીજી સારી સગવડ ન હોય ત્યાં તે તૈયાર કરાવતા. એ રીતે ત્યાંના ભંડારને વ્યવસ્થિત અને ટકાઉ બનાવતા. પુસ્તકસૂચિ પ્રસિદ્ધ કરતા. આની સાથે સાથે તેઓશ્રીએ નવા કે જુના ભંડારમાંથી મળી આવતા નાના મોટા બધા જ ગ્રંથની નવી લિખિત નકલ કરાવી તેને એક પૂર્ણ અને ઉપગી સંગ્રહ કર્યો છે. જે આજે વડોદરામાં વિદ્યમાન છે. અને ગમે તે વિદ્વાનનું મરતક નમાવવા માટે બસ છે. પુસ્તકે છપાવવાં અને જૂના ઉપરથી નવાં લખાવવાં તેમ જ પિતે હોય ત્યાંના ભંડારને સુસંસ્કૃત કરવા એ કામ જેવું તેવું અગર ગમે તે કરી શકે તેવું સરળ નથી. વળી આ જ કામના અંગ તરીકે જે બીજા કેટલાંક કામ છે, તેમાં પણ સ્વ. મુનિશ્રી સતત રોકાયેલા રહેતા. કાગળ અને તાડપત્રની જૂનામાં જૂની લિપિઓ અને ગમે તેવી જટિલ, ઘસાયેલી કે છેક જ ભૂંસાયેલી હોય તેને વાંચવી એ કામ સાહિત્યદ્વારનું પ્રથમ અંગ છે. અને કેઈપણ ખરો એતિહાસિક એન જાણે તો એનું કામ લંગડું જ રહે. એ જ રીતે નકલે કરવાનું અને સુંદરતમ અક્ષરમાં યોગ્ય રીતે પ્રેસકોપી કરવાનું કામ પણ વિદ્વાન માટે તેટલું જ આવશ્યક છે. સ્વ. મુનિશ્રીએ એ બન્ને કળાએ અસાધારણ રીતે સાધેલી. ઈ. સ. ૧૯૨૧ થી ૧૯૩૫ સુધીમાં મને અનેક ગ્રંથોનાં સંશોધન પ્રસંગે, તેમની આ બંને કળાઓની કિંમત આંકવાની તક મળી. તેઓ જિજ્ઞાસુ અને ધંધાથી શિખાઉને પણ આ વસ્તુ શીખવતા. તેમના હાથે પ્રતિવાચન અને સુંદર લેખનનું કામ શિખેલ કેટલાયે સાધુ અને ગૃહસ્થને હું જાણું છું કે જેઓ આજે કાં તો સાહિત્યસેવાના ક્ષેત્રમાં રોકાયેલા છે અથવા તે નિર્વાહ અર્થે એ કળાને ઘેર બેઠે સરસ ઉપયોગ કરી રહ્યા છે. મેં બે-ચાર યોગ્ય વિદ્યાર્થીઓને એમની પાસે પ્રતિવાચન અને પ્રતિલેખનની કળા શીખવા મોકલેલ અને તેમણે ખૂબ વૈર્યપૂર્વક એ આગંતુકને એ વસ્તુ શિખવાડેલી. સ્વ. મુનિશ્રી, પ્રવર્તક કાંતિવિજયજીની ભંડારસુધાર અને ભંડારરક્ષણની ભાવનાને મૂર્તરૂપ આપનાર મૂગા સેવક હતા. વિશેષમાં પિતાની બધી આવડતને યોગ્ય પાત્રમાં તેઓ અમર કરી ગયા છે. એ વાત જેઓ મુનિશ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5