Page #1
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરવિજયજી
[૨૭] ડિસેમ્બરની ચોથી તારીખે અણધાર્યા જ પરમાનંદભાઈ મારી કેટડીમાં આવી ઊભા રહ્યા. હું મિત્રો સાથે કાંઈક વિદ્યાદિમાં જ પડે હતો. પ્રસંગ નીકળતાં મેં મુનિશ્રી ચતુરવિજયના સ્વર્ગવાસ વિષે આવેલ તારની તેમને વાત કહી, અને તેમણે તુરત માગણી કરી કે તમે “પ્રબુદ્ધ. જૈન” વાતે તેમને વિષે કંઈક લખી આપ!
હું ઉક્ત મુનિશ્રીના સ્થૂળ અને સૂક્ષ્મ જીવનથી પૂર્ણ તો પરિચિત નથી. જ. પણ હું અમુક લાંબા વખત લગી તેમના થોડા પરિચયમાં આવ્યો છું.. ખાસ કરી મારી અને તેમની વચ્ચે સાહિત્યિક અને શાસ્ત્રીય સંબંધ વધારે હત તેથી મારા ઉપર તેમના જીવનના જે સંસ્કાર પડેલા મને યાદ છે તેનું ટૂંકમાં પ્રદર્શન કરાવીને જ ભાઈ પરમાનંદભાઈની ઈચ્છાને મૂર્તરૂપ આપી શકું.
પ્રવર્તક અને સર્વાધિક વૃદ્ધ તરીકે પ્રસિદ્ધ પૂજ્ય ભ. શ્રી કાન્તિવિજયજીના એ શિષ્ય હતા. સમભાવમાં અને જૈન સાહિત્યના ઉદ્ધારમાં પ્રસિદ્ધ મુનિ શ્રી પુણ્યવિજ્યના એ ગુરુ થાય. કાળધર્મ સમયે એમની ઉંમર કેટલી હતી તે ચોકકસ નથી જાણતા. પણ આશરે સિત્તેરેક વર્ષની તે હશે. તેમની કૌટુંબિક તેમ જ શિષ્ય પરિવારને લગતી હકીકત તે કોઈ તજજ્ઞ જ લખશે. હું કાશીમાંથી વિદ્યાભ્યાસ કર્યા બાદ જ્યારે ગુજરાતમાં સર્વપ્રથમ કામની દષ્ટિએ ગયો ત્યારે મને થયેલ અનુભવ ઉપરથી મેં નક્કી કર્યું છે કે મારે સાધુ વર્ગને ભણવવા ક્યાંઈ તેમની પાસે ન જવું અને ન રહેવું. ખાસ કરી અમુક બંધન સ્વીકારીને તે કઈ સાધુઓને ન જ ભણાવવા. જે તેઓ જિજ્ઞાસા દૃષ્ટિથી મારી પાસે આવે તો તેમને પૂર્ણ કાળજી અને આદરથી શીખવવું. આ વિચારને પરિણામે મેં મારું કાર્યક્ષેત્ર બદલવાને જ નિર્ણય કર્યો. દરમિયાન અમુક પ્રામાણિક વ્યક્તિઓ તરફથી મને કહેવામાં આવ્યું કે મારા એ નિર્ણયને અમલમાં મૂકવા પહેલાં મારે એક વાર પ્રવર્તક પરિચય કરવો. મેં એ સલાહ સ્વીકારી અને પ્રવર્તકના
Page #2
--------------------------------------------------------------------------
________________
[૧૮૩
શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરવિજયજી પત્રને લીધે હું પાટણ ગયો. ત્યાં જ તેમના શિષ્ય સ્વર્ગવાસી મુનિ ચતુરવિજ્યજીને પ્રથમ પરિચય થયો.
તેમની નમ્રતા, જિજ્ઞાસા અને નિખાલસતાએ મને બાંધી લીધું. ત્યાં તે વખતે મારું કામ તેમના લઘુમત શિષ્ય મુનિશ્રી પુણ્યવિજયજીને શીખવવાનું હતું; પણ મેં જોયું કે અહીં તે જિજ્ઞાસા અને કાર્યપદ્ધતિની વિશેષતાનું રાજ્ય છે. તિલકમંજરી શીખવતે હોઉં કે કાવ્યાનુશાસન, પણ તે વખતે શિખનારાઓનું એક મંડળ જામે, તેમાં સાધુઓ સાથે અધિકારી શ્રાવકે પણ રહેતા. એટલું જ નહિ પણ સાથે સાથે શખવાતા ગ્રંથનું સંશોધન પણ થતું. તાડપત્ર અને કાગળની જૂની તેમ જ સારી સારી પ્રતિએ જુદા જુદા મુનિઓ સામે રાખે અને સંશોધન સાથે પાઠ ચાલે. મારે વાસ્તે આ રીતે પુસ્તક સંશોધનને માર્ગ પ્રથમ જ હતું, પણ મને એમાં વધારે રસ પડ્યો અને ભણવા-ભણાવવાનું સ્થિર ફળ વધારે જણાવા લાગ્યું. તે વખતે પણ મુનિશ્રી પુણ્યવિજયજી છેક નાના. જોકે પાઠમાં કેન્દ્રસ્થાને એ જ હતા, છતાં સંશોધન-કાર્યમાં કેન્દ્રસ્થાન ઉક્ત સ્વર્ગવાસી મુનિનું હતું. તેમના સહવાસમાં હું આવ્યો તે અગાઉ તે તેમણે કેટલાંય સંસ્કૃતપ્રાકૃત પુસ્તકે પ્રસિદ્ધ કર્યા હતાં, અને અનેક ભંડારેની ધરમૂળથી સુધારણું અને વ્યવસ્થા કરી હતી. હું જેતે કે તેઓ જેમ એક બાજુ એક્સાથે અનેક પુસ્તકે શધતા અને છપાવતા જાય છે તેમ બીજી બાજુ સૈકાઓ થયાં સડતા અને અવ્યવસ્થાથી નાશ પામતાં કીમતી લિખિત પુસ્તકનું નવું લેખન કાર્ય પણ સતત કર્યો જાય છે.
તે જમાનામાં એટલે ઈ. સ. ૧૯૧૪-૧૫ની આસપાસ સુધીમાં પુસ્તક–પ્રકાશનમાં બે પ્રથાઓ ખાસ રૂઢ હતી. એક તે પુસ્તક ગમે તે વિષયનું હોય છતાં જૈન પરંપરા અને પત્રકારે જ પ્રસિદ્ધ કરતી. અને બીજી પ્રથા એ હતી કે જે પ્રસ્તાવના જેવું કાંઈ લખવું હોય, તે તે સંસ્કૃતમાં જ લખવામાં મહત્તા મનાતી. એકવાર સ્વ. મુનિશ્રીએ પિતાની લખેલ સંસ્કૃત પ્રસ્તાવના મને જોઈ જવા કહ્યું. મેં તે જોઈ તો લીધી; પણ સાથે જ તેમને કહ્યું કે પ્રસ્તાવના આદિ સંસ્કૃતમાં લખે છે, તેને શું હતું? તેમણે જવાબમાં બીજા અનેક પ્રસિદ્ધ મુનિઓનાં ઉદાહરણ આપી એ પ્રથાની પુષ્ટિ કરી. મેં કહ્યું જુઓને અમુક અમુક પ્રસિદ્ધ વિદ્વાનોની સંસ્કૃતિ પ્રસ્તાવનાઃ એમાં શબ્દાબર સિવાય શું હોય છે? વળી અમુક પ્રસ્તાવના જુઓ! એમાં કઈ શિષ્ય કે આશ્રિત પંડિત અમુક સાધુની ભારોભાર
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૮૪]
દર્શન અને ચિંતન પ્રશંસા કરતા દેખાય છે. પછી ભલે તે છેક જ જુઠાણથી ભરેલી હોય ! લશ્કેદાર વિશેષણ સિવાય તેમાં બીજું શું હોય છે? જે એ જ સંસ્કૃતિના લેખકને એમ કહેવામાં આવે છે કે મહેરબાની કરી તમે એને અનુભવ સંભળાવે તે કાં તે એમાંથી સાંભળનાર શુન્ય જ મેળવવાનો અને સંભતળાવનાર પતે શરમાવાને. વળી મેં વધારે સખત ટીકા કરતાં એ પણ કહ્યું કે સંસ્કૃતમાં લખવું એને અર્થ આશ્રયદાતાઓ અને અભણ દુનિયાની દૃષ્ટિમાં મહત્ત્વ સાચવવું અને સાથે સાથે પિતાનું અજ્ઞાન પિપે જવું, એ જ છે. જે લેખકને કાંઈ સાચું અને નક્કર કહેવાનું જ હોય તેમ જ અનેક વાંચનાર સમક્ષ કાંઈ મૂકવા જેવું સાચે જ હોય તે તેઓ ચાલુ લોકભાષામાં લખતાં શાને સંકોચાય છે? અલબત્ત, પાંડિત્ય પ્રકટ કરવું જ હોય તે તેઓ સાથે સાથે ભલે સંસ્કૃતમાં પણ લખે. પરંતુ જેઓ માત્ર સંસ્કૃતમાં પ્રસ્તાવના વગેરે લખે છે, તેઓ મોટેભાગે વાચકોને અંધારામાં રાખવા સાથે પિતાના અજ્ઞાનને છુપાવે છે. મારી આ ટીકા સાચી હતી કે નહિ તે કહેવાનું આ સ્થાન નથી. પણ અહીં તે એટલું જ કહેવાનું છે કે મારા કથનને જરા પણ અવિચારી સામનો કર્યા સિવાય સ્વ. મુનિશ્રીએ ત્યારબાદ મોટે ભાગે પ્રરતાવના સંરકૃતમાં લખવાને શિરતે બદલી નાખ્યો અને પરિણામે તેમનાં પ્રકાશનોમાં તથા તેમના શિષ્યનાં પ્રકાશનોમાં આજે અનેક મહત્ત્વની ઐતિહાસિક વસ્તુઓ ગુજરાતી ભાષા દ્વારા જાણવી સુગમ બની છે. આ એમની સત્યાગ્રાહી પ્રકૃતિએ મને વિશેષ વશ કર્યો.
પત્રાકારે પુસ્તક છપાવવું એમાં જેટલી સગવડ સાધુઓની હતી તેટલી જ અગવડ વિદ્યાર્થી ઓ, પ્રોફેસરો અને લાયબ્રેરીના સંચાલકોની હતી. પણ પત્રાકારે છપાવવું એ જાણે ધર્મનું વાસ્તવિક અંગ જ હોય તેમ ત્યારે કડક રીતે મનાતું. જ્યારે મેં અને બીજા સમયજ્ઞ મિત્રોએ વિ. મુનિનું ધ્યાન આ બાબત તરફ ખેંચ્યું ત્યારે તેઓ તરત સમજી ગયા. અને પછી એમણે એવો માર્ગ સ્વીકાર્યો કે સાધુઓની પત્રાકારની રૂચિ પણ સચવાય અને દેશ-વિદેશના વિદ્વાનોની પુસ્તકાકાર પુસ્તકની માગણી પણ સંતોષાય. એક રીતે જોતાં તે આ બાબત નવી લાગે છે. પણ વિદ્યા અને પુસ્તકાલય-સંચાલકેની દૃષ્ટિએ આ બાબત કેટલી ઉપયોગી છે, તે સહેજે સમજાશે. આજે પણ સનાતન પ્રકૃતિના સંખ્યાબંધ સાધુઓ અને આચાર્યો છે, જેઓ ગમે તેવી ઉપયોગિતા છતાં પુસ્તકાકાર પ્રકાશનને ધૃણું નહિ તો ઉપેક્ષાની દૃષ્ટિથી અવશ્ય જુએ છે. પરિણામ એ આવ્યું છે કે પત્રકાર ગ્રંથ મેજુદ છતાં એની પુસ્તકાકાર આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં કેટલીક સંસ્થાઓ અને વિદ્વાનોને
Page #4
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરવિજયજી
[૧૯ શ્રમ અને ખર્ચ બન્ને કરવો પડે છે.
સ્વ. મુનિશ્રીની ખાસ ધ્યાન ખેંચે એવી એક વિશેષતા એ હતી કે તેઓ જ્યાં જતા ત્યાં પ્રથમ ત્યાંના ભંડારનું કામ હાથમાં લેતા. જે સૂચિ ઠીક ન હોય તો તે બનાવતા, પિથીઓને નવાં મજબૂત બંધનથી બાંધતા, ક્રમવાર ડાબડામાં ગોઠવતા; એટલું જ નહિ પણ જ્યાં ગ્રન્થ રાખવા માટે કબાટ કે એવી બીજી સારી સગવડ ન હોય ત્યાં તે તૈયાર કરાવતા. એ રીતે ત્યાંના ભંડારને વ્યવસ્થિત અને ટકાઉ બનાવતા. પુસ્તકસૂચિ પ્રસિદ્ધ કરતા. આની સાથે સાથે તેઓશ્રીએ નવા કે જુના ભંડારમાંથી મળી આવતા નાના મોટા બધા જ ગ્રંથની નવી લિખિત નકલ કરાવી તેને એક પૂર્ણ અને ઉપગી સંગ્રહ કર્યો છે. જે આજે વડોદરામાં વિદ્યમાન છે. અને ગમે તે વિદ્વાનનું મરતક નમાવવા માટે બસ છે.
પુસ્તકે છપાવવાં અને જૂના ઉપરથી નવાં લખાવવાં તેમ જ પિતે હોય ત્યાંના ભંડારને સુસંસ્કૃત કરવા એ કામ જેવું તેવું અગર ગમે તે કરી શકે તેવું સરળ નથી. વળી આ જ કામના અંગ તરીકે જે બીજા કેટલાંક કામ છે, તેમાં પણ સ્વ. મુનિશ્રી સતત રોકાયેલા રહેતા. કાગળ અને તાડપત્રની જૂનામાં જૂની લિપિઓ અને ગમે તેવી જટિલ, ઘસાયેલી કે છેક જ ભૂંસાયેલી હોય તેને વાંચવી એ કામ સાહિત્યદ્વારનું પ્રથમ અંગ છે. અને કેઈપણ ખરો એતિહાસિક એન જાણે તો એનું કામ લંગડું જ રહે. એ જ રીતે નકલે કરવાનું અને સુંદરતમ અક્ષરમાં યોગ્ય રીતે પ્રેસકોપી કરવાનું કામ પણ વિદ્વાન માટે તેટલું જ આવશ્યક છે. સ્વ. મુનિશ્રીએ એ બન્ને કળાએ અસાધારણ રીતે સાધેલી. ઈ. સ. ૧૯૨૧ થી ૧૯૩૫ સુધીમાં મને અનેક ગ્રંથોનાં સંશોધન પ્રસંગે, તેમની આ બંને કળાઓની કિંમત આંકવાની તક મળી. તેઓ જિજ્ઞાસુ અને ધંધાથી શિખાઉને પણ આ વસ્તુ શીખવતા. તેમના હાથે પ્રતિવાચન અને સુંદર લેખનનું કામ શિખેલ કેટલાયે સાધુ અને ગૃહસ્થને હું જાણું છું કે જેઓ આજે કાં તો સાહિત્યસેવાના ક્ષેત્રમાં રોકાયેલા છે અથવા તે નિર્વાહ અર્થે એ કળાને ઘેર બેઠે સરસ ઉપયોગ કરી રહ્યા છે. મેં બે-ચાર યોગ્ય વિદ્યાર્થીઓને એમની પાસે પ્રતિવાચન અને પ્રતિલેખનની કળા શીખવા મોકલેલ અને તેમણે ખૂબ વૈર્યપૂર્વક એ આગંતુકને એ વસ્તુ શિખવાડેલી.
સ્વ. મુનિશ્રી, પ્રવર્તક કાંતિવિજયજીની ભંડારસુધાર અને ભંડારરક્ષણની ભાવનાને મૂર્તરૂપ આપનાર મૂગા સેવક હતા. વિશેષમાં પિતાની બધી આવડતને યોગ્ય પાત્રમાં તેઓ અમર કરી ગયા છે. એ વાત જેઓ મુનિશ્રી
Page #5
--------------------------------------------------------------------------
________________ 186] દર્શન અને ચિંતન પુણ્યવિજયજીને જાણે છે અને જેઓને તેમનાં જીવિતકાર્યોને પરિચય છે તેમને કહેવાની ભાગ્યે જ જરૂર જણાય. સ્વ. મુનિશ્રીમાં એક વિદ્વાનને છાજે અને એતિહાસિકને શોભે એવી અનેક બાબતે પરત્વે જીવતી જાગતી માહિતી તેમ જ ચોકસાઈ હતી. અમુક ગ્રંથકારની કૃતિઓ આજે કેટલી અને કઈ કઈ ઉપલબ્ધ છે અને તે ક્યાં ક્યાં છે, અમુક ગ્રંથકારને સમય છે અને એક જ નામના અનેક ગ્રંથકારે હોય ત્યાં તેમની વિશેષતા શી, અગર એાળખાણ શી, કોઈ સ્ત્રી અગર સાધ્વી જેન પરંપરામાં ગ્રંથકાર કે ગ્રંથ–લેખિકા થઈ છે કે નહિ, અમુક રાજ્યકર્તાના સમયમાં જૈન સાધુ કે શ્રાવકની સ્થિતિ શી હતી, જુના વખતમાં તાડપત્રો ક્યાંથી આવતાં, કેમ સુધારાતાં, કેમ લખાતાં, લખનારાઓની સ્થિતિ શી હતી વગેરે અનેક પ્રશ્નો વિષે ઉક્ત સ્વ. મુનિશ્રી એક પ્રમાણભૂત ગ્રંથ જેવા હતા. એમને સ્વર્ગવાસ ગુજરાતની અને જૈન સાહિત્યની રાજધાની પાટણ કે જ્યાં એમનું દીર્ધકાળ વન–કાર્ય ચાલી રહ્યું હતું ત્યાં ડિસેમ્બરની પહેલી તારીખે રાત્રિના થયો. પાટણના સંખ્યાબંધ ભંડારે, પ્રાચીન મંદિરે ત્યાંનું વિવિધ શિલ્પ, પાટણની ચડતી-પડતીના પ્રસંગે, એ બધા વિષે એમનું જે વિપુલ જ્ઞાન હતું તે તેમનાથી પરિચિત એવા કેઈથી ભાગ્યે જ અજાયું છે. તેઓશ્રી એક રીતે પિતાનું જીવનકાર્ય ઠેઠ પાકી ઉંમર સુધી કરી ગયા છે. અને બીજી રીતે તે પિતાની આવડતને વ્યાજ સાથે યોગ્ય પાત્રમાં મૂકી પણ ગયા છે. ઉંમરની દૃષ્ટિએ તેમનો સ્વર્ગવાસ એટલો અકાળ ન ગણાય, પરંતુ તેમના અતિ વયોવૃદ્ધ ગુરુશ્રી પ્રવર્તકના વૃદ્ધતમ જીવનની દૃષ્ટિએ જોતાં એમ જરૂર મનમાં થઈ આવે કે સ્વર્ગવાસી મુનિનું સ્થળ જીવન ટુંક વધારે ચાલ્યું હોત તો સારું. તેઓશ્રીના શિષ્યો સંખ્યામાં બહુ નથી, પણ જે છે તે ગુણદષ્ટિએ ખૂબ ઊંચું સ્થાન ધરાવે છે. હું ધારું છું આટલાં પણ મધુર સ્મરણો તેમના પ્રત્યે આદર ઉત્પન્ન કરવા માટે અને તેમનું જીવનકાર્ય જાણવા માટે બસ છે. પુસ્તકનું સંશોધન અને સંપાદનકાર્ય કરવામાં મને જે અનેક પ્રેરક બળો પ્રાપ્ત થયાં છે, તેમાં સ્વર્ગવાસી મુનિશ્રીનું સ્થાન મહત્ત્વ ભોગવે છે, એ દષ્ટિએ હું હમેશ તેમને કૃતજ્ઞ રહ્યો છું. –“પ્રબુદ્ધ જૈન” તા. 31-12-1939