SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરવિજયજી [૨૭] ડિસેમ્બરની ચોથી તારીખે અણધાર્યા જ પરમાનંદભાઈ મારી કેટડીમાં આવી ઊભા રહ્યા. હું મિત્રો સાથે કાંઈક વિદ્યાદિમાં જ પડે હતો. પ્રસંગ નીકળતાં મેં મુનિશ્રી ચતુરવિજયના સ્વર્ગવાસ વિષે આવેલ તારની તેમને વાત કહી, અને તેમણે તુરત માગણી કરી કે તમે “પ્રબુદ્ધ. જૈન” વાતે તેમને વિષે કંઈક લખી આપ! હું ઉક્ત મુનિશ્રીના સ્થૂળ અને સૂક્ષ્મ જીવનથી પૂર્ણ તો પરિચિત નથી. જ. પણ હું અમુક લાંબા વખત લગી તેમના થોડા પરિચયમાં આવ્યો છું.. ખાસ કરી મારી અને તેમની વચ્ચે સાહિત્યિક અને શાસ્ત્રીય સંબંધ વધારે હત તેથી મારા ઉપર તેમના જીવનના જે સંસ્કાર પડેલા મને યાદ છે તેનું ટૂંકમાં પ્રદર્શન કરાવીને જ ભાઈ પરમાનંદભાઈની ઈચ્છાને મૂર્તરૂપ આપી શકું. પ્રવર્તક અને સર્વાધિક વૃદ્ધ તરીકે પ્રસિદ્ધ પૂજ્ય ભ. શ્રી કાન્તિવિજયજીના એ શિષ્ય હતા. સમભાવમાં અને જૈન સાહિત્યના ઉદ્ધારમાં પ્રસિદ્ધ મુનિ શ્રી પુણ્યવિજ્યના એ ગુરુ થાય. કાળધર્મ સમયે એમની ઉંમર કેટલી હતી તે ચોકકસ નથી જાણતા. પણ આશરે સિત્તેરેક વર્ષની તે હશે. તેમની કૌટુંબિક તેમ જ શિષ્ય પરિવારને લગતી હકીકત તે કોઈ તજજ્ઞ જ લખશે. હું કાશીમાંથી વિદ્યાભ્યાસ કર્યા બાદ જ્યારે ગુજરાતમાં સર્વપ્રથમ કામની દષ્ટિએ ગયો ત્યારે મને થયેલ અનુભવ ઉપરથી મેં નક્કી કર્યું છે કે મારે સાધુ વર્ગને ભણવવા ક્યાંઈ તેમની પાસે ન જવું અને ન રહેવું. ખાસ કરી અમુક બંધન સ્વીકારીને તે કઈ સાધુઓને ન જ ભણાવવા. જે તેઓ જિજ્ઞાસા દૃષ્ટિથી મારી પાસે આવે તો તેમને પૂર્ણ કાળજી અને આદરથી શીખવવું. આ વિચારને પરિણામે મેં મારું કાર્યક્ષેત્ર બદલવાને જ નિર્ણય કર્યો. દરમિયાન અમુક પ્રામાણિક વ્યક્તિઓ તરફથી મને કહેવામાં આવ્યું કે મારા એ નિર્ણયને અમલમાં મૂકવા પહેલાં મારે એક વાર પ્રવર્તક પરિચય કરવો. મેં એ સલાહ સ્વીકારી અને પ્રવર્તકના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249299
Book TitleShastroddharaka Muni Chaturvijayji
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy