Book Title: Shastroddharaka Muni Chaturvijayji
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૮૪] દર્શન અને ચિંતન પ્રશંસા કરતા દેખાય છે. પછી ભલે તે છેક જ જુઠાણથી ભરેલી હોય ! લશ્કેદાર વિશેષણ સિવાય તેમાં બીજું શું હોય છે? જે એ જ સંસ્કૃતિના લેખકને એમ કહેવામાં આવે છે કે મહેરબાની કરી તમે એને અનુભવ સંભળાવે તે કાં તે એમાંથી સાંભળનાર શુન્ય જ મેળવવાનો અને સંભતળાવનાર પતે શરમાવાને. વળી મેં વધારે સખત ટીકા કરતાં એ પણ કહ્યું કે સંસ્કૃતમાં લખવું એને અર્થ આશ્રયદાતાઓ અને અભણ દુનિયાની દૃષ્ટિમાં મહત્ત્વ સાચવવું અને સાથે સાથે પિતાનું અજ્ઞાન પિપે જવું, એ જ છે. જે લેખકને કાંઈ સાચું અને નક્કર કહેવાનું જ હોય તેમ જ અનેક વાંચનાર સમક્ષ કાંઈ મૂકવા જેવું સાચે જ હોય તે તેઓ ચાલુ લોકભાષામાં લખતાં શાને સંકોચાય છે? અલબત્ત, પાંડિત્ય પ્રકટ કરવું જ હોય તે તેઓ સાથે સાથે ભલે સંસ્કૃતમાં પણ લખે. પરંતુ જેઓ માત્ર સંસ્કૃતમાં પ્રસ્તાવના વગેરે લખે છે, તેઓ મોટેભાગે વાચકોને અંધારામાં રાખવા સાથે પિતાના અજ્ઞાનને છુપાવે છે. મારી આ ટીકા સાચી હતી કે નહિ તે કહેવાનું આ સ્થાન નથી. પણ અહીં તે એટલું જ કહેવાનું છે કે મારા કથનને જરા પણ અવિચારી સામનો કર્યા સિવાય સ્વ. મુનિશ્રીએ ત્યારબાદ મોટે ભાગે પ્રરતાવના સંરકૃતમાં લખવાને શિરતે બદલી નાખ્યો અને પરિણામે તેમનાં પ્રકાશનોમાં તથા તેમના શિષ્યનાં પ્રકાશનોમાં આજે અનેક મહત્ત્વની ઐતિહાસિક વસ્તુઓ ગુજરાતી ભાષા દ્વારા જાણવી સુગમ બની છે. આ એમની સત્યાગ્રાહી પ્રકૃતિએ મને વિશેષ વશ કર્યો. પત્રાકારે પુસ્તક છપાવવું એમાં જેટલી સગવડ સાધુઓની હતી તેટલી જ અગવડ વિદ્યાર્થી ઓ, પ્રોફેસરો અને લાયબ્રેરીના સંચાલકોની હતી. પણ પત્રાકારે છપાવવું એ જાણે ધર્મનું વાસ્તવિક અંગ જ હોય તેમ ત્યારે કડક રીતે મનાતું. જ્યારે મેં અને બીજા સમયજ્ઞ મિત્રોએ વિ. મુનિનું ધ્યાન આ બાબત તરફ ખેંચ્યું ત્યારે તેઓ તરત સમજી ગયા. અને પછી એમણે એવો માર્ગ સ્વીકાર્યો કે સાધુઓની પત્રાકારની રૂચિ પણ સચવાય અને દેશ-વિદેશના વિદ્વાનોની પુસ્તકાકાર પુસ્તકની માગણી પણ સંતોષાય. એક રીતે જોતાં તે આ બાબત નવી લાગે છે. પણ વિદ્યા અને પુસ્તકાલય-સંચાલકેની દૃષ્ટિએ આ બાબત કેટલી ઉપયોગી છે, તે સહેજે સમજાશે. આજે પણ સનાતન પ્રકૃતિના સંખ્યાબંધ સાધુઓ અને આચાર્યો છે, જેઓ ગમે તેવી ઉપયોગિતા છતાં પુસ્તકાકાર પ્રકાશનને ધૃણું નહિ તો ઉપેક્ષાની દૃષ્ટિથી અવશ્ય જુએ છે. પરિણામ એ આવ્યું છે કે પત્રકાર ગ્રંથ મેજુદ છતાં એની પુસ્તકાકાર આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં કેટલીક સંસ્થાઓ અને વિદ્વાનોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5