Book Title: Shastroddharaka Muni Chaturvijayji
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ [૧૮૩ શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરવિજયજી પત્રને લીધે હું પાટણ ગયો. ત્યાં જ તેમના શિષ્ય સ્વર્ગવાસી મુનિ ચતુરવિજ્યજીને પ્રથમ પરિચય થયો. તેમની નમ્રતા, જિજ્ઞાસા અને નિખાલસતાએ મને બાંધી લીધું. ત્યાં તે વખતે મારું કામ તેમના લઘુમત શિષ્ય મુનિશ્રી પુણ્યવિજયજીને શીખવવાનું હતું; પણ મેં જોયું કે અહીં તે જિજ્ઞાસા અને કાર્યપદ્ધતિની વિશેષતાનું રાજ્ય છે. તિલકમંજરી શીખવતે હોઉં કે કાવ્યાનુશાસન, પણ તે વખતે શિખનારાઓનું એક મંડળ જામે, તેમાં સાધુઓ સાથે અધિકારી શ્રાવકે પણ રહેતા. એટલું જ નહિ પણ સાથે સાથે શખવાતા ગ્રંથનું સંશોધન પણ થતું. તાડપત્ર અને કાગળની જૂની તેમ જ સારી સારી પ્રતિએ જુદા જુદા મુનિઓ સામે રાખે અને સંશોધન સાથે પાઠ ચાલે. મારે વાસ્તે આ રીતે પુસ્તક સંશોધનને માર્ગ પ્રથમ જ હતું, પણ મને એમાં વધારે રસ પડ્યો અને ભણવા-ભણાવવાનું સ્થિર ફળ વધારે જણાવા લાગ્યું. તે વખતે પણ મુનિશ્રી પુણ્યવિજયજી છેક નાના. જોકે પાઠમાં કેન્દ્રસ્થાને એ જ હતા, છતાં સંશોધન-કાર્યમાં કેન્દ્રસ્થાન ઉક્ત સ્વર્ગવાસી મુનિનું હતું. તેમના સહવાસમાં હું આવ્યો તે અગાઉ તે તેમણે કેટલાંય સંસ્કૃતપ્રાકૃત પુસ્તકે પ્રસિદ્ધ કર્યા હતાં, અને અનેક ભંડારેની ધરમૂળથી સુધારણું અને વ્યવસ્થા કરી હતી. હું જેતે કે તેઓ જેમ એક બાજુ એક્સાથે અનેક પુસ્તકે શધતા અને છપાવતા જાય છે તેમ બીજી બાજુ સૈકાઓ થયાં સડતા અને અવ્યવસ્થાથી નાશ પામતાં કીમતી લિખિત પુસ્તકનું નવું લેખન કાર્ય પણ સતત કર્યો જાય છે. તે જમાનામાં એટલે ઈ. સ. ૧૯૧૪-૧૫ની આસપાસ સુધીમાં પુસ્તક–પ્રકાશનમાં બે પ્રથાઓ ખાસ રૂઢ હતી. એક તે પુસ્તક ગમે તે વિષયનું હોય છતાં જૈન પરંપરા અને પત્રકારે જ પ્રસિદ્ધ કરતી. અને બીજી પ્રથા એ હતી કે જે પ્રસ્તાવના જેવું કાંઈ લખવું હોય, તે તે સંસ્કૃતમાં જ લખવામાં મહત્તા મનાતી. એકવાર સ્વ. મુનિશ્રીએ પિતાની લખેલ સંસ્કૃત પ્રસ્તાવના મને જોઈ જવા કહ્યું. મેં તે જોઈ તો લીધી; પણ સાથે જ તેમને કહ્યું કે પ્રસ્તાવના આદિ સંસ્કૃતમાં લખે છે, તેને શું હતું? તેમણે જવાબમાં બીજા અનેક પ્રસિદ્ધ મુનિઓનાં ઉદાહરણ આપી એ પ્રથાની પુષ્ટિ કરી. મેં કહ્યું જુઓને અમુક અમુક પ્રસિદ્ધ વિદ્વાનોની સંસ્કૃતિ પ્રસ્તાવનાઃ એમાં શબ્દાબર સિવાય શું હોય છે? વળી અમુક પ્રસ્તાવના જુઓ! એમાં કઈ શિષ્ય કે આશ્રિત પંડિત અમુક સાધુની ભારોભાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5