Book Title: Shastroddharaka Muni Chaturvijayji
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ 186] દર્શન અને ચિંતન પુણ્યવિજયજીને જાણે છે અને જેઓને તેમનાં જીવિતકાર્યોને પરિચય છે તેમને કહેવાની ભાગ્યે જ જરૂર જણાય. સ્વ. મુનિશ્રીમાં એક વિદ્વાનને છાજે અને એતિહાસિકને શોભે એવી અનેક બાબતે પરત્વે જીવતી જાગતી માહિતી તેમ જ ચોકસાઈ હતી. અમુક ગ્રંથકારની કૃતિઓ આજે કેટલી અને કઈ કઈ ઉપલબ્ધ છે અને તે ક્યાં ક્યાં છે, અમુક ગ્રંથકારને સમય છે અને એક જ નામના અનેક ગ્રંથકારે હોય ત્યાં તેમની વિશેષતા શી, અગર એાળખાણ શી, કોઈ સ્ત્રી અગર સાધ્વી જેન પરંપરામાં ગ્રંથકાર કે ગ્રંથ–લેખિકા થઈ છે કે નહિ, અમુક રાજ્યકર્તાના સમયમાં જૈન સાધુ કે શ્રાવકની સ્થિતિ શી હતી, જુના વખતમાં તાડપત્રો ક્યાંથી આવતાં, કેમ સુધારાતાં, કેમ લખાતાં, લખનારાઓની સ્થિતિ શી હતી વગેરે અનેક પ્રશ્નો વિષે ઉક્ત સ્વ. મુનિશ્રી એક પ્રમાણભૂત ગ્રંથ જેવા હતા. એમને સ્વર્ગવાસ ગુજરાતની અને જૈન સાહિત્યની રાજધાની પાટણ કે જ્યાં એમનું દીર્ધકાળ વન–કાર્ય ચાલી રહ્યું હતું ત્યાં ડિસેમ્બરની પહેલી તારીખે રાત્રિના થયો. પાટણના સંખ્યાબંધ ભંડારે, પ્રાચીન મંદિરે ત્યાંનું વિવિધ શિલ્પ, પાટણની ચડતી-પડતીના પ્રસંગે, એ બધા વિષે એમનું જે વિપુલ જ્ઞાન હતું તે તેમનાથી પરિચિત એવા કેઈથી ભાગ્યે જ અજાયું છે. તેઓશ્રી એક રીતે પિતાનું જીવનકાર્ય ઠેઠ પાકી ઉંમર સુધી કરી ગયા છે. અને બીજી રીતે તે પિતાની આવડતને વ્યાજ સાથે યોગ્ય પાત્રમાં મૂકી પણ ગયા છે. ઉંમરની દૃષ્ટિએ તેમનો સ્વર્ગવાસ એટલો અકાળ ન ગણાય, પરંતુ તેમના અતિ વયોવૃદ્ધ ગુરુશ્રી પ્રવર્તકના વૃદ્ધતમ જીવનની દૃષ્ટિએ જોતાં એમ જરૂર મનમાં થઈ આવે કે સ્વર્ગવાસી મુનિનું સ્થળ જીવન ટુંક વધારે ચાલ્યું હોત તો સારું. તેઓશ્રીના શિષ્યો સંખ્યામાં બહુ નથી, પણ જે છે તે ગુણદષ્ટિએ ખૂબ ઊંચું સ્થાન ધરાવે છે. હું ધારું છું આટલાં પણ મધુર સ્મરણો તેમના પ્રત્યે આદર ઉત્પન્ન કરવા માટે અને તેમનું જીવનકાર્ય જાણવા માટે બસ છે. પુસ્તકનું સંશોધન અને સંપાદનકાર્ય કરવામાં મને જે અનેક પ્રેરક બળો પ્રાપ્ત થયાં છે, તેમાં સ્વર્ગવાસી મુનિશ્રીનું સ્થાન મહત્ત્વ ભોગવે છે, એ દષ્ટિએ હું હમેશ તેમને કૃતજ્ઞ રહ્યો છું. –“પ્રબુદ્ધ જૈન” તા. 31-12-1939 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5