Book Title: Shastra Sandesh Mala Part 20 Author(s): Vinayrakshitvijay Publisher: Shastra Sandesh Mala View full book textPage 8
________________ મોક્ષનો સાચો ઉપાય...! - મોક્ષને સાધવાનો જે સાચો ઉપાય, તેને આપણે વિશ્વધર્મ કહીએ છીએ. રાગથી સર્વથા રહિત બનીને અનન્તજ્ઞાની બનેલા પુણ્યપુરુષોએ મોક્ષનો સાચો ઉપાય દર્શાવ્યો છે. એ તારકોની આજ્ઞાના રહસ્યને પામેલા મહર્ષિઓએ એ ઉપાયને વિસ્તારથી સમજાવ્યો છે. એ ઉપાયને સેવવાને માટે, એ ઉપાયમાં સાચી શ્રદ્ધા કેળવવી જોઈએ. જીવનું સ્વરૂપ શું, અજીવનું સ્વરૂપ શું, જીવ સાથે કર્મનો યોગ હોય છે ક્યારથી, જીવ સાથે કર્મનો યોગ થાય છે કેવા પ્રકારે, કર્મો હોય છે કેવા પ્રકારના, કર્મોનો યોગ થતો અટકે કેમ, કર્મોનો યોગ સર્વથા દૂર કેમ થાય અને મોક્ષ કોને કહેવાય,-એ વગેરે બાબતોના મોક્ષના અર્થી જીવોએ અભ્યાસ કરવો જોઈએ. દેવ, ગુરૂ અને ધર્મના વિષયમાં સમ્યફ કોણને મિથ્યા કોણ !-એનો વિવેકપૂર્વક નિર્ણય કરીને, તેમાં સુનિશ્ચિત મતિવાળા બની જવું જોઈએ. -પૂ.આ.દેવ.શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 298