Book Title: Shastra Sandesh Mala Part 15
Author(s): Vinayrakshitvijay
Publisher: Shastra Sandesh Mala
View full book text
________________ ધર્મશ્રી જિનાજ્ઞાથી પ્રતિબદ્ધ છે...! - શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા શ્રી અરિહંત પરમાત્માઓએ ફરમાવેલો ધર્મ, એ સ્વર્ગાપવર્ગાદિના સુખરૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરવાને માટેનું અવખ્ય કારણ છે. અવધ્ય કારણ તે જ કહેવાય છે, કે જે કારણની સેવાથી નિયમા ફલસિદ્ધિ પ્રાપ્ત થાય. સ્વર્ગાપવર્ગાદિના સુખ માટે શ્રી જિનધર્મ એ અવધ્ય કારણ છે : કારણ કે-શ્રી જિનધર્મને સેવનારો આત્મા સ્વર્ગાપવર્ગાદિના સુખને નિયમો પ્રાપ્ત કરે છે. ધર્મ શ્રી જિનાજ્ઞાથી પ્રતિબદ્ધ છે; એ કારણે જેઆત્માઓ શ્રી જિનાજ્ઞાને નિર્દષ્મપણે સમર્પિત બની જઈને આજ્ઞામય જીવન જીવવાને તત્પર બને છે, તે આત્માઓને માટે સુખની પ્રાપ્તિ એ સુનિયત જ વસ્તુ છે. એવા આત્માઓ સંપૂર્ણ આરાધના દ્વારા મોક્ષસુખને ન પામે, ત્યાં સુધી તેઓને મનુષ્યલોકના અને દેવલોકના પણ ઉત્તમ કોટિના સુખોની પ્રાપ્તિ સહજ બને છે. નિર્દષ્મપણે આજ્ઞાધીન બનીને કરેલી શ્રી જિનધર્મની આરાધના, આરાધક આત્માઓને દિન-પ્રતિદિન વિશેષ ઉન્નત બનાવે છે અને એ રીતિએ વિશેષ-વિશેષ ઉન્નત બનતા તે પુણ્યાત્માઓ, અન્ને મોક્ષસુખના ભોક્તા બને છે. આ કારણે, શ્રી જિનધર્મ એ જ એક સ્વર્ગાપવર્ગાદિની સુખલક્ષ્મી પામવા માટેનું અવધ્ય કારણ ગણાય, તે સ્વાભાવિક જ છે. -પૂ.આ.દેવ.શ્રીમવિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 348