Book Title: Shant Sudharas Part 1
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 6
________________ દષ્ટિએ આ વિચારણા કરી છે એ ધ્યાનમાં રાખી એમાં પ્રવેશ કરવા વિજ્ઞપ્તિ કરું છું. બીજા ભાગમાં હજુ પણ વિશિષ્ટ ભાવો જણાશે એટલી ખાત્રી આપી આ ગ્રંથ અનેક વાર વાંચવા અને વાંચ્યા કરતાં પણું વધારે વિચારવા અને વિચારથી પણ વધારે જીરવવા અંતિમ પ્રાર્થના કરું છું અને આમાં રસ પડે તો બીજા ભાગને પણ તેટલા જ રસથી વધાવવા વિનતિ કરું છું. આ ગ્રંથની ગેયતામાં કેવી મજા છે, એની રચનામાં કેટલી નૂતનતા છે, એના ભાષાપ્રયોગમાં શી ભવ્યતા છે, એના રસમાં કેવી જમાવટ છે એ સુજ્ઞ વાચકે સ્વયં સંગ્રહવી, અનુભવવી અને એ વિચારણાને બીજા ભાગમાં પ્રકટ થનાર ઉદૂઘાત સાથે સરખાવવી. ખૂબ મજા આવે અને ઊંડા સંસ્કારો જાગે એવી વિશિષ્ટતા અત્ર ભરેલી છે. આ તો સાહિત્યની દષ્ટિએ વાત થઈ, પણ વ્યવહારની અનેક મુંઝવણને તદન જુદી ભાત પડે તેવી રીતે નિકાલ કરવાના આમાં કોયડા આપ્યા છે તે શોધવા જેવા છે. આ ગ્રંથ પર વિચાર કરતાં અનનુભૂત અભિલાષાઓ જાગે તેમ છે અને અપૂર્વ વિલાસ થાય તેમ છે એમાં જરા પણ અતિશયોક્તિ નથી. માત્ર દૈનિક છાપાની નજરે એના પર નજર ફેરવી જનારને આ વાંચન કશે લાભ કરે તેમ નથી. એમાં લેખક કે વિવેચકની શૈલી તરફ વિચાર કરવા કરતાં અંતર્ગત મંડાણો પર ધ્યાન આપવાની વાતો છે અને તેને માટે યોગ્ય વાતાવરણ, એકાગ્રતા અને બને તેટલી એકાંત જોઈએ. સાધ્યદષ્ટિ જાગૃત કરવાની એમાં પ્રેરણું છે અને જાગૃત થયેલી હોય તે તેને વધારે ચેતનવંતી બનાવવાના તેમાં વિશિષ્ટ પ્રયોગ છે. આ દષ્ટિએ આ ગ્રંથ પચાવવાનો છે. સાહિત્યમાં એનું અનેરું સ્થાન છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 526