Book Title: Shant Sudharas Part 1
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 5
________________ આ ગ્રંથના કર્તા શ્રીવિનયવિજય ઉપાધ્યાયનું ચરિત્ર અને વિસ્તૃત ઉપોદઘાત બીજા વિભાગમાં આવશે. બની શકશે તો શાંતરસને રસ ગણવા સંબંધીની સાહિત્યવિષયક ચર્ચા પણ બીજા ભાગમાં કરવાની તક હાથ ધરવામાં આવશે. શ્રી અધ્યાત્મકલ્પદ્રુમમાં એ ચર્ચા મૂકવાની હતી તે રહી ગઈ છે, તે વિચારનો અમલ આ પુસ્તકના બીજા ભાગમાં કરવાની ઈચ્છા છે. બીજો ભાગ પણ લગભગ આ પ્રથમ વિભાગ જેવડો જ થશે એમ લાગે છે. સર્વને ગાવાની અથવા અભ્યાસ કરવાની સગવડ થવા માટે ઉપયોગી લાગશે તો માત્ર મૂળ ગ્રંથને બીજા ભાગમાં પૃથક્ આપવાની પણ ઈચ્છા છે અને સમાન ભાવનાઓ (યશ સોમ અને સકળચંદજી ઉપાધ્યાયની ) વચ્ચે વચ્ચે મૂકી છે તે પૈકી બાકીની રજુ કરવામાં આવશે. કેટલાક ગ્રંથો પચાવી હૃદયમાં ઉતારવા યોગ્ય હોય છે, આત્માને ઉદ્દેશીને એની પ્રગતિ અને સાધ્યસામિપ્યની નજરે જ રચાયેલા હોય છે અને શાંતિના પ્રેરક અને સાધ્યને નજીક લાવનાર હોય છે તે પૈકીને આ ગ્રંથ હેઈ એને નવલકથાની પેઠે વાંચી જવાને નથી, અને તે જેટલી વાર બને તેટલી વાર વાંચી હૃદયમાં ઉતારવા યોગ્ય છે. કેટલીક વાતો વ્યવહાર નજરે ન બેસે તો વિચારવા યોગ્ય છે, પણ અંતે આ ગ્રંથમાં બતાવેલ રસ્તે જ સિદ્ધિ છે એ વિચારપૂર્વક જ આ ગ્રંથ પચાવવાનો છે. આવા પાંચ ગ્રંથ મેં જેન સાહિત્યમાંથી ધારી રાખ્યા છે તે પૈકી શ્રી અધ્યાત્મકલ્પદ્રુમ પછી આ બીજો ગ્રંથ છે. જે હેતુથી ગ્રંથકર્તાએ આ ગ્રંથ રચ્યો છે તે મુદ્દો ધ્યાનમાં રાખી તે પર વિસ્તારથી વિવેચન કર્યું છે. જ્યાં અપૂર્વ ભાવ જણાય ત્યાં બલિહારી મૂળ લેખકની છે, જ્યાં કિલષ્ટતા જણાય ત્યાં મારી જવાબદારી છે. અભ્યાસક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 526