Book Title: Sevadi Gamna Lekho Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf View full book textPage 4
________________ ગામના લેખો. નં. ૩૨૩-૩૨૪] (૨૧૪) : અંવલોકન, આવ્હેણુદેવના વિ. સં. ૧૨૧૮ ને નાડેલવાળા લેખમાં ડેરક સગચ્છ તથા આબુ ઉપરના લેખેમને સંરકગચ્છ અને આ ષડરકચ્છ એ બધાં એકજ છે. એમાં સંશય જેવું નથી. ગેડવાડ પ્રાંતના બાલી જીલ્લાના મુખ્ય ગામ બાલીથી વાયવ્ય કોણમાં દશ માઈલને છેટે આવેલું સાંડેરાવ એજ સદર અથવા ખંડેરક છે. તે સ્થાને આવેલા મહાવીરના મંદિરમાંના એક લેખમાં પણ આ નામ વપરાએલું દષ્ટિગોચર થાય છે. મારવાડમાં આવેલા ગામનાં નામે ઉપરથી પાડવામાં આવેલા જૈન લોકોના ગચ્છના અનેક દાખલાઓમાને આ એક છે. (૩૨૪) આ લેખના વિષયમાં એજ પુસ્તકમાં નીચે પ્રમાણે લખવામાં આવેલું છે જૈન મહાવીર-મંદિરના અગ્રભાગમાં આવેલા એક દેવગ્રહની પાસે આ લેખ મળી આવે છે. જેના ઉપર આ લેખ કેતરે છે તેનું નામ સુરભિશિલા છે. કારણ કે તેના ઉપર એક સવત્સા ગાય અને બે બાજુએ સૂર્ય તથા ચંદ્ર સ્થાપન કરેલા છે. આ લેખ કેટલેક ઠેકાણે ખંડિત થએલે છે અને અક્ષરે પણ ઘણા જીર્ણ થઈ ગયેલાં છે. પ્રથમની ત્રણ પંક્તિ સિવાય તેની કોઈ ઉપયોગિતા જણાતી નથી. અને આ ત્રણ પંક્તિઓ સ્પષ્ટ રીતે વાંચી શકાય છે. તેની મિતિ “મદદ સુરી ૧૧” એમ છે. તે વખતે કટુકદેવ મહારાજાધિરાજ હિતે અને નઠ્ઠલ નાડેલ) માં રાજ્ય કરતે હતે. તથા યુવરાજ જયતસિંહ સમી પાટી (સેવાડી ) ની અમલદારી કરતે હતે ...આ લેખની મિતિ ૩૧ તે, ચાલુક્ય વંશના રાજા સિદ્ધરાજ જયસિંહે શરૂ કરેલી સિંહસવની હેવી જોઈએ. અને તે વિ. સ. ૧૨૦૦ અગર ઈ. સ. ૧૧૯૩ ની બરાબર થાય છે. એક બીજા લેખથી એમ સિદ્ધ થયું છે કે ગોડવાડને પ્રાંત સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં આવેલે હતો તેથી આ ૩૧ મું વર્ષ સિંહસંવતનું જ છે એમ નિશ્ચિત રીતે સિદ્ધ થાય છે. ૬ ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8