Book Title: Sevadi Gamna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249663/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સેવાડા ગામના લેખે. નંબર ૩૨૩ થી ૩૩૦ સુધીના (૭) લેખે સેવાડી નામના ગામમાં છે. આ ગામ, મારવાડના જોધપુર રાજાના ગોડવાડ પ્રાંતમાં આવેલા બાલી જીલ્લાના મુખ્ય શહેર બાલી નગરથી અગ્નિકેણમાં પાંચ માઈલ દૂર આવેલું છે. આ લેખોની નકલે પણ શ્રીયુત ડી. આર. ભાંડારકર તરફથી જ મળેલી છે. આમાંના પ્રારંભના ૩ લેખે એપિગ્રાફિ ઈન્ડિકાના ૧૧ માં પુસ્તકમા, ઉકત ભાંડારકર મહાશય તરફથી જ “મારવાડના ચાહમાને” એ શીર્ષક નીચે જે વિસ્તૃત નિબંધ લખાયેલું છે તેમાં મુદ્રિત થયા છે. તેથી તેમનું વર્ણન તેમના શબ્દમાં–ઇગ્રેજીના અનુવાદ રૂપે આપવામાં આવે છે. (૩૨૩). વાડીમાં આવેલા મહાવીર દેવાલયને અગ્રભાગમાં રહેલા ભેંયરાના દ્વારની બારસાખ ઉપર આ લેખ કરવામાં આવેલ છે. તે ઘણે જ જીર્ણ થઈ જવાના લીધે સરલતાથી વાંચી શકાય તેવું નથી. જ્યારે હું (શ્રીયુત ભાંડારકર) ત્યાં હાજર હતા ત્યારે પુનઃ તેમાં લાખ પૂરવામાં આવી હતી. પરંતુ તેનું કારણ મહારા જાણવામાં આવ્યું નથી. હારા હાથે જ લીધેલી તેની નકલ ઉપરથી શકયતા પૂર્વક લગભગ પૂરેપૂરે લેખ હું વાંચી શકું છું. તે આઠ પંક્તિઓમાં લખાયેલે હેઈ ૨’ ૧” પહોળા અને કફ” લાંબે છે. લિપિ નાગરી છે. ૨ અક્ષર સ્પષ્ટ રીતે તેમાં જણાય છે. જેમ કે વાલિત (પતિ ૧) વાધિપ: (પંક્તિ ૪) વિગેરે. પ્રારંભમાં મેં તથા અંતમાં મિતિ સિવાય આ લેખ સંસ્કૃત પદ્યમાં લખેલો છે. પદ્યની સંખ્યા ૧૫ છે અને તે કમથી અંકેવડે જણાવેલી છે. બીજી પંક્તિમાં વપરાએલે “બાપા” પ્રયોગ ભાષાની દૃષ્ટિએ ખલાયેલ–અશુદ્ધ છે. કેટલેક ઠેકાણે છે અને વ બને તે માટે જ વાપરેલે દષ્ટિગોચર થાય ૬૨૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ ગામના લેખા. ન. ૩૨૨--૭૨૭ ] ( ૨૧૨ ) અવલાકન ‹ ખત્તક છે. સયુક્તાક્ષરમાં ” ને બદલે હૈં પણ વાપરેલા છે, જેમ કે, પુમ્યાયામત ( ૫ કિત ૩ ), વિતર્નમ્ ( ૫તિ ૬) વિગેરે. શબ્દકોષ રચના વિષે ખેલતાં મ્હારે કહેવુ જોઈએ કે--સાતમી પતિમાં આવેલે શબ્દ ધ્યાન ખેંચે તેવા છે. જોધપુર રાજ્યના પાલી પ્રાંતના મુખ્ય શહેર પાલી ગામમાંના એક જૈનમંદિરમાંના એક લેખમાં આ શબ્દ વાપરેલા મે જોયા હતા. વળી, આબુ ઉપરના લેખેામાં પણ આ શબ્દ આવેલા છે. જેમ કે ત્યાંના ન`ખર ૧ (Vo| VIII P 213) ના લેખમાં આ શબ્દ આવેલા છે, જયાં તેના અગાખલા ' એવા થાય છે, અને આ અર્થ અહિં પણ 'ધબેસતા જ છે. વળી, ખીજે એક શબ્દ જે ‘ ભુક્તિ ' આવેલા છે. તેના અર્થ ફકત ઃ રાજ્યના પ્રાંત ’એવા ન થતાં અમુક ગામોના સમૂડુ અથવા જીલ્લે ’ એમ આ અનુસ ́ધાનમાં એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે પતિ ૬ માં માથે યંત્ર સંતો એમ વિચિત્ર વાકય વાપરેલું છે. શબ્દશઃ તેના અર્થ “ ત્ર્યંબક (શિવ) ના આવવાથી માઘમાં ” એમ થાય છે. અને હુને ખાત્રી છે કે તેના ભાવાર્થ માઘ માસમાં આવનાર કૃષ્ણપક્ષની ચતુર્દશી કે જેને સર્વ લેકે શિવરાત્ર તરીકે માને છે તે છે. ( થાય છે. લેખમાં, પ્રારભે સાળમા તીર્થંકર શાંતિનાથની સ્તુતિ છે. બીજી કડીમાં અહિલનુ નામ આવે છે અને ત્રીજી કડીમાં તેના પુત્ર જીતું નામ છે. તથા તે નીતિશાસ્ત્રમાં નિપુણ અને ચાહમાન વ’શના હતા એમ કહેવામાં આવ્યું છે. તેનો પુત્ર અશ્વરાજ અને અશ્વરાજને કુટુકરાજ નામે પુત્ર થયે. ( કડી ૪-૫ ) ૬ ઠ્ઠી કડીમાં એમ કથન છે કે તેની જાગીરદારીમાં સમીપાર્ટી ( સેવાડી ) નામે ગામ છે અને ત્યાં એક સ્વર્ગવિમાન જેવુ* ઉત્તમ મહાવીર દેવનુ મંદિર છે. સાતમી કડીથી પછી આગળ એક ભિન્નવશની યાદિ આવે છે. આ કડીમાં એમ કથન છે કે-કેઇ એક યશદેવ કરીને પુરૂષ હતા કે જે સેનાને સ્વામી ( ચાધિપ ), શુદ્ધસ્વભાવવાળા, રાજ્યની સભામાં અગ્રભાગ લેનારે અને મહાજના ( વિણક ) ના સમૂહને અગ્રેસર હતા. તે ૬૨૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન”નલેખસગ્રહ, ( ૨૧૩ ) [ સેવાડી સમાનચિત્તવાળે એવા યદેવ પેાતાનાં સગાં સહેાદરા ઉપર, મિત્રો ઉપર તથા `ડેરકચ્છના સદ્ગુણી અનુયાયિઓ ઉપર કૃપા દર્શાવવામાં કદી પાછી પાની કરતા નહિ; એવી હકીકત આઠમી કડીમાં આવેલી છે. તેને પુત્ર ખાહુડ નામે થયે જે વિશ્વકર્માની માફક વિદ્વાનાની પરિષદ્રમાં ખ્યાતિ પામ્યા હતા. ( કડી ૯ ) ખાહુડના પુત્ર થલ્લક હતા જે જૈન ધર્મના અનુરાગી અને રાજને પ્રસાદપાત્ર હતા. (કડી ૧૦) પ્રતિવષે` માઘ માસમાં શિવરાત્રિના દિવસે કઠુકરાજ પ્રસન્ન થઈને થલ્લકને ૮ દ્રુમ્મ ખક્ષિસ આપતા હતા, (કડી ૧૧-૧૨ ) તે એવી ઈચ્છાથી કે, તેનાથી, યશેદેવના બનાવેલા ' ખત્તક ’ ( ગેાખલા ) માંના શાંતિનાથ દેવની પૂજા કરવામાં આવે. અને આ દાન યાવચ્ચ દ્રવિાકો સુધી ચાલતુ રહે એવી ઈચ્છા ૧૩ મી કડીમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ૧૪ મી કડીમાં જણાવ્યુ છે કે સમીપાટીના જિનાલયમાં એ શાંતિનાથનુ બિંબ ( પ્રતિમા ) તેના ( થલ્લકના ) પિતામહે ( યાદેવે ) કરાવ્યુ` છે. છેલ્લી કડીમાં, જો કોઈ મનુષ્ય આ દાન અધ કરશે તે તેને મહાપાતક લાગશે, એમ સૂચવ્યુ' છે. અંતમાં સવત્ ૧૧૭૨ ( એટલે કે ઇ.સ. ૧૧૧૫) ની માત્ર સાલ આપી છે. આ ઉપરથી ( એક વાત) એમ વિદિત થાય છે કે, આ દાન આપનાર અન્ધરાજના પુત્ર કઠુકરાજ હતા. પરંતુ, તે વખતમાં એ રાજ્યકર્તા હોય એમ ભાસતુ` નથી. કારણ કે તે રાજા છે, એમ એક પણ કડીમાં કહેલું નથી, અને આપણે ઉપર જોયુ તેમ છઠ્ઠી કડીમાં શમીપાટી ( સેવાડી ) તેની ‘ભુક્તિ ' માં હતું. અહીં રાજ્ય શબ્દ કે જે આ પદ્યને ઢીક અનુકૂળ પડે તેવું છે તે, તેમજ તેના અર્થના બીજો કેાઈ પણ શબ્દ વાપરવામાં આવ્યા નથી. આ ઉપરથી એમ જણાય છે કે ઈ. સ. ૧૧૧૫ માં જે આ લેખની મિતિ છે તે યુવરાજ પદે હતા અને કેટલાક ગામાના જાગીરી તરીકે ઉપભેગ કરતા હતા. ૬૨૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ ગામના લેખો. નં. ૩૨૩-૩૨૪] (૨૧૪) : અંવલોકન, આવ્હેણુદેવના વિ. સં. ૧૨૧૮ ને નાડેલવાળા લેખમાં ડેરક સગચ્છ તથા આબુ ઉપરના લેખેમને સંરકગચ્છ અને આ ષડરકચ્છ એ બધાં એકજ છે. એમાં સંશય જેવું નથી. ગેડવાડ પ્રાંતના બાલી જીલ્લાના મુખ્ય ગામ બાલીથી વાયવ્ય કોણમાં દશ માઈલને છેટે આવેલું સાંડેરાવ એજ સદર અથવા ખંડેરક છે. તે સ્થાને આવેલા મહાવીરના મંદિરમાંના એક લેખમાં પણ આ નામ વપરાએલું દષ્ટિગોચર થાય છે. મારવાડમાં આવેલા ગામનાં નામે ઉપરથી પાડવામાં આવેલા જૈન લોકોના ગચ્છના અનેક દાખલાઓમાને આ એક છે. (૩૨૪) આ લેખના વિષયમાં એજ પુસ્તકમાં નીચે પ્રમાણે લખવામાં આવેલું છે જૈન મહાવીર-મંદિરના અગ્રભાગમાં આવેલા એક દેવગ્રહની પાસે આ લેખ મળી આવે છે. જેના ઉપર આ લેખ કેતરે છે તેનું નામ સુરભિશિલા છે. કારણ કે તેના ઉપર એક સવત્સા ગાય અને બે બાજુએ સૂર્ય તથા ચંદ્ર સ્થાપન કરેલા છે. આ લેખ કેટલેક ઠેકાણે ખંડિત થએલે છે અને અક્ષરે પણ ઘણા જીર્ણ થઈ ગયેલાં છે. પ્રથમની ત્રણ પંક્તિ સિવાય તેની કોઈ ઉપયોગિતા જણાતી નથી. અને આ ત્રણ પંક્તિઓ સ્પષ્ટ રીતે વાંચી શકાય છે. તેની મિતિ “મદદ સુરી ૧૧” એમ છે. તે વખતે કટુકદેવ મહારાજાધિરાજ હિતે અને નઠ્ઠલ નાડેલ) માં રાજ્ય કરતે હતે. તથા યુવરાજ જયતસિંહ સમી પાટી (સેવાડી ) ની અમલદારી કરતે હતે ...આ લેખની મિતિ ૩૧ તે, ચાલુક્ય વંશના રાજા સિદ્ધરાજ જયસિંહે શરૂ કરેલી સિંહસવની હેવી જોઈએ. અને તે વિ. સ. ૧૨૦૦ અગર ઈ. સ. ૧૧૯૩ ની બરાબર થાય છે. એક બીજા લેખથી એમ સિદ્ધ થયું છે કે ગોડવાડને પ્રાંત સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં આવેલે હતો તેથી આ ૩૧ મું વર્ષ સિંહસંવતનું જ છે એમ નિશ્ચિત રીતે સિદ્ધ થાય છે. ૬ ૨૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. ( ૨૧૫) સેવાકી (૩૨૫) આ લેખ એજ મહાવીર–મંદિરના અગ્રભાગમાં આવેલા એક બીજા દેવાલયના દ્વારની બારસાખ ઉપર કેતલે છે. લેખ ત્રણ પંક્તિમાં લખાએલે હાઈ તેની પહેળાઈ૩ ૬” અને લંબાઈ ૨” છે. આ લેખ સારી સ્થિતિમાં છે અને તે નાગરી લિપિમાં લખાએલે છે. ૩ ની નિશાની ધ્યાનમાં લેવા લાયક છે, જેમકે વઢારા, છેડતીયા વિગેરે, અને તે કીતિપાલના નાડોલવાળા તામ્રપત્ર લેખમાં પણ વપરાએલી છે. કેટલાક વર્ષો સ્પષ્ટ રીતે કતરેલા નથી, જેમ કે ઘણારાણા માં મ ની ડાબી બાજુની ઉપલી લીટી નથી અને તેથી તે અક્ષર = જે દેખાય છે. ૨ અને ૩ ને બદલે એકલે ૨ જ વાપરે છે. અંતિમ પ્રાર્થનાની કડી સિવાય સર્વલેખ સંસ્કૃત ગદ્યમાં લખાએલે છે. શબ્દ સમુચ્ચય સંબંધી નીચેના શબ્દ ધ્યાનમાં લેવા જેવા છે – " ગરાત અને મહાસાહgય (પક્તિ–૧) તથા નવ અને ટ્રાય (પક્તિ-૨,). બીજા ઘણું લેખમાં ગત ને અર્થ ભૂમિ કરવામાં આવે છે. મહારા મત પ્રમાણે તેને હિન્દીમાં “જગહ” અથવા “જગ્યા” ( ગુજરાતીમાં) અને મરાઠીમાં “ જાગો ” કહેવાય છે તે જ આ “જગત” છે. વાદળાય ને અર્થ દેશી ભાષાના “સહણી” (તબેલાને ઉપરી) શબ્દના જેવો થાય છે. “ના” માં આવેલા નીલકંઠ મહાદેવના અંદરના બારણાની બાજુ ઉપર કતરેલા લેખમાંના બે પરમારવંશના રજપુત રાજાઓને આ શબ્દ ઈલ્કાબ તરીકે લગાડે છે. આજ મંદિરમાંના એક બીજા લેખમાં નવ અને દાવ શબ્દ વપરાએલા છે. આ બન્ને શબ્દ “અહટ” (અરઘટ્ટ ) શબ્દની સાથે વાપરેલા છે. આ ઉપરથી એમ સૂચિત થાય છે કે નવ અથવા નવા ને * “ જગતી' ને ખરો અર્થ જૈનગ્રંથોમાં મુખ્ય મંદિરની આસપાસ ( ચારે બાજુ ) પ્રદક્ષિણું દેવાને જે માર્ગ હોય છે, તે છે. મારવાડમાં આને ભમતી ' પણ કહે છે. કેટલીક જગ્યાએ “ ભ્રમણ માર્ગ” પણ કહેવામાં આવે છે. સંગ્રાહક. ૬૨ ૫ Page #6 -------------------------------------------------------------------------- ________________ ગામના લેખ. નં. ૩૨૫-૩૨૬ ] (૨૧૬ ) અવલોકન, અર્થ “ જવના દાણું કરવાનું છે. હૃાર શબ્દનો અર્થ મરાઠી “હારા” ( એક જાતની ટેપલી, જેનો ઉપગ દાણું માપવામાં થાય છે તે) થાય છે. આ હકીકતને....( એક બીજા લેખથી) સબીતી મળે છે. - આ લેખની મિતિ વિક્રમ સંવત્ ૧૧૬૭ ના ચિત્રશુદી ૧ ની છે અને તે વખતે અધરાજ મહારાજાધિરાજ હતે. કટુકરાજ યુવરાજની પદ્ધી ઉપર હતું. તે પછી લેખમાં ઉબલરાકની આવેલી રકમ લખેલી છે. આ ઉબલરાક, ઉત્તિમરાજને પુત્ર અને પૂઅવિને પાત્ર છે. આ પૂઅવિને મહાસાહણીયને ઈલ્કાબ લગાડેલે છે. લેખમાં, એ વંશના બીજા પણ લોકોનાં નામે લખેલાં છે. શમીપાટીના મંદિરમાંની ‘જગતી’ માં આવેલા શ્રીધર્મનાથદેવની પૂજા માટે આ ભેટ આપવામાં આવી છે અને આ ભેટ મદ્રાડ, મેદ્રચા, છે છડીઆ અને મડીગ્રામના દરેક ફૂપ (અરહટ)માંના એક એક “હારક ” જેટલા જવના દાણાની હતી. શમીપાટી તે ખરેખર સેવાડિ જ છે જેનો ઉચ્ચાર સેવાડી પણ કરવામાં આવે છે. અને નિવિવાદપણે કહેવું જોઈએ કે ધર્મનાથદેવ તે એજ દેવાલયમાં બેસાડેલા દેવ હશે જેના દ્વાર ઉપર આ લેખ કરે છે. વળી સેવાડિથી ચાર માઈલ આવેલું છેછલી તે જ છેછડિઆ હેવું જોઈએ. બીજા ગામનો ચેકસ ભાસ લાગે તેમ નથી. (૩૨૬), આ લેખની મિતિ સં. ૧૨૧૩, ચૈત્ર વદિ ૮ ભેમ (મંગળ) વારની છે. નડલ (નાડેલ) માં દડપતિ વઈજા અને મહ. જશ દેવ આદિ પંચકુલની સમક્ષ, ચાંદેવ અને જસણગે ( કારકુને ) લખી આપ્યું કે –સીવાડી (સેવાડી) ના રહેનાર વણિક (વાણિયા) મહણાના પુત્ર જિણઢાકે. મહાવીર દેવના મંદિરની જગતીમાં સ્થાપના કરેલા શ્રી પાર્શ્વનાથ દેવની પૂજા માટે, સમીપાટીની મંડ. પિકા (માંડવી) માં, પ્રતિ માસ એક, એમ બાર માસ માટે ૧૨ ૬૨૬ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૨૧૭) [ સેવાડા રૂપીઆ આપ્યા છે. તેમાં, પ. પાલ્ડ, ગાં. માલાનિણિ, કુમારપાલ, રાજયણ, વડહરિચંદ્ર, કેહલ આદિ લેકે શાક્ષી થએલા છે. આવી હકીકત છે. લેખના છેવટના ભાગમાં એક બીજો લેખ જોડેલે છે પરંતુ તે અપૂર્ણ છે. એટલે ભાગ વિદ્યમાન છે તેમાં જણાય છે કે--વાદ્રાડા ગામના ઠકકુર (ઠાકર) આજપુત્ર મેખપાલ અને સજણપાલે પાર્શ્વનાથ દેવ (ની પૂજાદિ) માટે પાડીઆ (ગામ?) ના અરહટ પ્રતિ ૧ “જવાહર ” આ. વિગેરે હકીકત જણાય છે. (૩૭) આ લેખ, સં. ૧૨૫૧ ના કાર્તિક સુદી ૧ રવિવાર છે. આ (સેવાડિ?)ગામના લોકોએ નારીએળ વિગેરેના મૂલ્યમાંથી અમુક ભાગ પિતાના ગુરૂ શ્રી શાલિભદ્રસૂરિની મૂર્તિની પૂજા માટે શ્રી સુમતિસૂરિને આપ્યું છે. એમ હકીકત છે. (૩૨૮) સંવત્ ૧૨૯૭ ની સાલમાં સુદિ ૨ ગુરૂવારના દિવસે, રાજાઉંડ નામના ગામના વાસી ડુડ નામના રહસ્થ પિતાની સ્ત્રી તથા બીજા કુટુંબના માણસે (કે જેમનાં નામે ૯ બમાં આપ્યાં છે) રાશે દેવકુલિકા કરાવા. (૩૨૯) સંવત્ ૧૧૯૮ના આસેજ વદી ૧૩ રવિવારના દિવસે, અરિષ્ટને મિની પૂર્વની બાજુમાં આવેલી અપવારિકા (ઓરડી) ની આગળ ભીત અને દ્વારપત્ર (કમાઇ) કરવા સંબંધી સઘળા શ્રાવકેએ મળીને. નિષેધ કર્યો છે (2) પ૦ અશ્વદેવે આ લખ્યું છે. (૩૩૦) આ લેખમાં, સંવત્ ૧૩ર૧ ના ચિત્ર વદિ ૧૫ સેમવારના દિવસે, મહારાજકુલ શ્રીચાચિગદેવે, કરહેડા ગામના શ્રી પાર્શ્વનાથની પૂજા Page #8 -------------------------------------------------------------------------- ________________ ગામના લેખ.. 370 ] (218 ) * અવલોકન, અર્થે સમપર્વના ટાંકણે નાડેલની માંડવીમાં (કાંઈક) દાન આખ્યાને ઉલ્લેખ છે. આ લેખ, ગુરાં (ગેર) પીરથીરાજજીના ઉપાશ્રયમાંથી મળી આવે છે એમ શ્રીયુત ભાંડારકરે નોટ કરી છે. આમાં જણાવેલું કરેહડા સ્થાન, મેવાડના સાયરા જીલ્લામાં આવેલું છે અને એ સેવાડીથી તે 8 કેસ (મારવાડના ગાઉ) દૂર છે. એ સ્થાન એક તીર્થસ્થળ તરીકે પ્રસિદ્ધ છે. 326 થી આ 330 સુધીના લેખે છપાયા નથી. શ્રીયુત્ ભાંડારકરની હસ્તલિખિત પ્રતિકૃતિ ઉપરથી અહિં મુદ્રિત કરવામાં આવ્યા છે. તેમના સ્થાને લેખ સાથે ટીપેલાં ન હોવાથી અત્રે ઉલ્લેખ કરી શકો નથી.