________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
( ૨૧૫)
સેવાકી
(૩૨૫) આ લેખ એજ મહાવીર–મંદિરના અગ્રભાગમાં આવેલા એક બીજા દેવાલયના દ્વારની બારસાખ ઉપર કેતલે છે. લેખ ત્રણ પંક્તિમાં લખાએલે હાઈ તેની પહેળાઈ૩ ૬” અને લંબાઈ ૨” છે. આ લેખ સારી સ્થિતિમાં છે અને તે નાગરી લિપિમાં લખાએલે છે. ૩ ની નિશાની ધ્યાનમાં લેવા લાયક છે, જેમકે વઢારા, છેડતીયા વિગેરે, અને તે કીતિપાલના નાડોલવાળા તામ્રપત્ર લેખમાં પણ વપરાએલી છે. કેટલાક વર્ષો સ્પષ્ટ રીતે કતરેલા નથી, જેમ કે ઘણારાણા માં મ ની ડાબી બાજુની ઉપલી લીટી નથી અને તેથી તે અક્ષર = જે દેખાય છે. ૨ અને ૩ ને બદલે એકલે ૨ જ વાપરે છે. અંતિમ પ્રાર્થનાની કડી સિવાય સર્વલેખ સંસ્કૃત ગદ્યમાં લખાએલે છે. શબ્દ સમુચ્ચય સંબંધી નીચેના શબ્દ ધ્યાનમાં લેવા જેવા છે – " ગરાત અને મહાસાહgય (પક્તિ–૧) તથા નવ અને ટ્રાય (પક્તિ-૨,). બીજા ઘણું લેખમાં ગત ને અર્થ ભૂમિ કરવામાં આવે છે. મહારા મત પ્રમાણે તેને હિન્દીમાં “જગહ” અથવા “જગ્યા” ( ગુજરાતીમાં) અને મરાઠીમાં “ જાગો ” કહેવાય છે તે જ આ “જગત” છે. વાદળાય ને અર્થ દેશી ભાષાના “સહણી” (તબેલાને ઉપરી) શબ્દના જેવો થાય છે. “ના” માં આવેલા નીલકંઠ મહાદેવના અંદરના બારણાની બાજુ ઉપર કતરેલા લેખમાંના બે પરમારવંશના રજપુત રાજાઓને આ શબ્દ ઈલ્કાબ તરીકે લગાડે છે. આજ મંદિરમાંના એક બીજા લેખમાં નવ અને દાવ શબ્દ વપરાએલા છે. આ બન્ને શબ્દ “અહટ” (અરઘટ્ટ ) શબ્દની સાથે વાપરેલા છે. આ ઉપરથી એમ સૂચિત થાય છે કે નવ અથવા નવા ને
* “ જગતી' ને ખરો અર્થ જૈનગ્રંથોમાં મુખ્ય મંદિરની આસપાસ ( ચારે બાજુ ) પ્રદક્ષિણું દેવાને જે માર્ગ હોય છે, તે છે. મારવાડમાં આને
ભમતી ' પણ કહે છે. કેટલીક જગ્યાએ “ ભ્રમણ માર્ગ” પણ કહેવામાં આવે છે. સંગ્રાહક.
૬૨ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org