Book Title: Sazzay Sagar Part 03
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah

View full book text
Previous | Next

Page 4
________________ પ્રસ્તાવના આયંબિલની ઓળી તો ઘણાય ભાગ્યશાળીઓ કરે છે. શ્રી પાલરાસ પણ સૌ સાંભળતા હોય છે, પરંતુ ઝાડના મૂળીયા જેમ ઉડા અને જરૂરી છાણ - માટી-પાણી સહિત ખાતરયુક્ત રાખવાથી સવિશેષ ખીલી ઉઠે છે તેમ શ્રીપાલરાસના રહસ્યોને એક-બે વાર નહિ, પણ ખોરાકની જેમ હમેશ નજર સામે રાખીને વાગોળીએ, તે ફરિયાદ નહિં રહે છે–શ્રીપાલ-માયણને તે તે ભવે તુર્ત જ ફળ્યા, અને અમને કેમ ફળતા નથી? જુઓ, એકાંતસ્થાનમાં સ્વસ્થ ચિર વિચારણીય આ રહ્યા શ્રી પાલ અને મયણાના આધ્યાત્મિક જીવન હશે૧. રાજાનો ડર અને દાયજાની લાલસા રાખ્યા વિના પોતે સમજેલ તાવ જ્ઞાનને નીડરપણે રજુ કરવાની મયણાની હિંમત. ૨. અને તે કારણે પોતાની ઉપર આવી પડેલું ધર્મસંકટ. દેઢીયા સાથે પરણાવતા પિતા પ્રત્યે લેશમાત્ર દુર્ભાવ નહિ લાવતાં, પોતે જે કર્મ સિદ્ધાંત સમજી છે તેને જ આધાર સ્વકર્મે થવા યોગ્ય થતું જાણ મનથી જરાય વિચલિત થતી નથી તે તેની અતૂટ શ્રદ્ધા. ૩. પોતાની પાસે રહેવાથી તને નુકસાન થશે, તું બીજે ગમે ત્યાં ચાલી જા” એમ ઉંબરાણે સમજાવવા છતાં મયણું સતીત્વનું પ્રતિપાદન કરે છે. ૪. ઉંબર રાણે માગી છે દાસી અને મળી છે રાજકુંવરી, છતાં નીતિ વિરુદ્ધ થતું જાણી રાજાને આમ ન કરવા વિનંતિ કરે છે તે તેની ખાનદાની અને નીતિમત્તાનું ઉત્તમ દષ્ટાંત પુરૂં પાડે છે. ૫. જે કાર્યમાં જેટલી તન્મયતા તેટલે અંશે તે કાર્યની સિદ્ધિ.' શ્રીપાલ અને મયણું ખરેખર દુઃખી હતા, દુઃખ જલ્દી દૂર થાય તે તેમની ઇચ્છા હતી. મુનિચંદ્ર સૂરિએ બતાવેલ સિદ્ધચયંત્રની વિધિ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા બેસી ગઈ, તેથી તેઓ તે વિધિમાં એવા તે તન્મય થઈ ગયા કે ફક્ત નવ જ દિવસમાં યંત્રના હવણ જળથી કોઢ રોગ દૂર થઈ ગયો. જે કે કઈપણ કાર્યસિદ્ધિ માટે પાંચ સમવાયી કારને સમજવાથી મનની શંકાઓ દૂર થઈ જશે. ૬. “મારી પાસે નથી, તમે મને આપો” “બા બેઠે જપે અને જે આવે તે ખપે. એ સ્વભાવવાળાને કુદરત હંમેશાં ખેંચમાં જ રાખે છે. ૭. પરંતુ, મારી પાસે છે, તમે વાપરે. પિતાની વસ્તુને સદુપયોગ થાય તે જોઈ રાજી થનારને ત્યાં લક્ષ્મીની રેલમછેલ થતી હોય છે, પરંતુ ગમે તે રીતે વધુ મેળવવાની ભાવનાએ તથા આજે દાયજાની રામાયણને લીધે કેટલાય પરિવારો બરબાદ થયા છે. -

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 726