Book Title: Saral Sanskritam Part 04
Author(s): Yashovijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 9
________________ સાધના સંરતની મીઠું જો રસોઈમાં સ્વાદ બક્ષે છે, ખાંડ જો મીઠાઈમાં મીઠાશ બક્ષે છે. હૃદય જો શરીરમાં / નાડીમાં ધબકાર બક્ષે છે તો, સ્વાધ્યાય સંયમમાં પ્રાણ બક્ષે છે, સંસ્કૃતભાષા સ્વાધ્યાયમાં પ્રાણ બક્ષે છે. તથા પ્રેક્ટિસ સંસ્કૃતભાષામાં પ્રાણ બક્ષે છે. તરવા માટેની કળાને દર્શાવનારા ૧૦૦ પુસ્તકો વાંચી જનાર માણસ જો તરવા જાય તો ડૂબી જ જાય છે. કારણ ? તેની પાસે પ્રેક્ટિકલ જ્ઞાન નથી. બસ, તે જ રીતે પ્રેક્ટિસ કર્યા વિના સંસ્કૃત સાગરમાં ડૂબી જવાય તેવું છે. ભલેને નિયમો કડકડાટ હશે. પણ તેનું એપ્લીકેશન જ નહી ફાવતું હોય તો નિયમ શા કામના? માટે જેટલી પ્રેક્ટિસ વધારે તેટલું સંસ્કૃત પાકું ! પ્રસ્તુત પુસ્તકમાં પ્રેક્ટિસ માટે નવા - નવા ઉપાયો અજમાવ્યા છે. છેલ્લે સંસ્કૃત વાક્ય સંરચના, આધુનિક શબ્દો, ચિત્રવાર્તા, Mind Games વગેરે પણ આપ્યું છે. ચાલો ત્યારે સંસ્કૃતની સફરે... "DAR લિ. શ્રીભુવનભાનુસૂરિ જન્મશતાબ્દી વર્ષ વિ.સં. ૨૦૬૭ શાંબ - પ્રદ્યુમ્ન મુક્તિગમન દિન ફાગણ સુદ-૧૩ જાગનાથ સંઘ, રાજકોટ ગુરુપાદપઘસઘનિવાસી પંન્યાસ યશોવિજય (પ્રથમ આવૃત્તિમાંથી સાભાર)

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 284