Book Title: Saptashati Guru Charit Samnuvad
Author(s): Rang Avdhut
Publisher: Avdhut Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન ( પ્રથમ આવૃતિનુ ) પ. પૂ. સદ્ગુરુ વાસુદેવાન દસરસ્વતી સ્વામીમહારાજશ્રીએ સસ્કૃતમાં તેમજ મરાઠીમાં દત્તાત્રેય ભગવાનની લીલા ગતું પ્રચુર સાહિત્ય પીરસ્યું છે. પૂ શ્રી. ના શબ્દોમાં કહીએ તે આદ્ય શંકરાચાર્ય પછી કેઇએ વૈવિધ્યપુર્ણ વરદ આધ્યાત્મિક સાહિત્ય પીરસ્યુ હોય તે તે પૂ. સ્વામી મહારાજશ્રીએ, એમના બધા જ ગ્રંથો એક યા બીજેરૂપે ગુરુચરિત્રને જ ગાય છે. ઘણીવ!ર એમ પણ લાગે છે કે, એ સિવાય બીજો વિષય જ નથી શુ' ? પરંતુ એ બધા જ ગ્રંથો સ્વયં દત્તાત્રેય ભગવાનની આજ્ઞાથી અને પ્રેરણાથી જ તેમણે જે રીતે લખાવ્યા તેમ લખાયા હોવાથી આપણી મતિ એમાં ચાલે એમ નથી. છતાં એક વાત ચોકખી દેખાય છે કે, ગુરુચરિત્રને એમણે વિવિધ રીતે, છંદની, સાહિત્યની, વરદ ઉપાસનાની તે ગૂઢ રહસ્યાદ્ઘાટનની અનેકવિધ દૃષ્ટિએ જૂદા જૂદા ગ્રંથામાં ચિત કર્યું છે. એવા આ પ્રથા પૈકી એક ગ્રંથ તે સપ્તશતીગુરુચરિત્ર; આ ગ્રંથ મૂળ મરાઠી ગ્રંથ ગુરુચરિત્રને ટૂંકમાં ૭૦૦ મરાઠી એવીએમાં સ્વામી મહારાજે ગ્રથિત કર્યાં હતા. પૂ. શ્રી. ને જ્યારે શ્રીગુરુલીલામૃત ગ્રંથ રચવાની આજ્ઞા મળી ત્યારે શ્રીગુરુલીલામૃતમાં જ કહ્યું છે; ‘ મૂંગા વેદ વદે ક્ષણે, કહે ગુરુ જો ખેલ ' એ પ્રમાણે એ ગ્રંથ રચાઈ જવાના તો હતા જ, પણ એ ગ્રંથ લખતાં પહેલાં ભક્તિપૂર્વક, સરસ્વતીની ઉપાસના, ગુરુની કૃપાયાચના અને હૃદય અને બુદ્ધિમાં રહેલી અશુદ્ધિઓના નિવારાણાર્થે કંઇક ઉપાસના કરવી એવા સત્સંકલ્પ થતાં સ્વામી મહારાજશ્રીના ઉપર્યુક્ત મરાઠી ગ્ર ંથના સમનુવાદ કરવાની પ્રેરણા થઈ. અને “ એક ભક્તિથી પ્રેરિત લેખને થયા ઉઘુક્ત । કેવળ હમ્બુદ્ધિ માટ। ભાટ હું તે। શ્રીગુરુને ॥” એમ આ ગ્રંથના ઉપોદ્ઘાતમાં સ્વયં પૂ. શ્રી,એ લખ્યા પ્રમાણે આ ગ્રંથ રચાયે। શ્રીગુરુલીલામૃત ગ્રંથની પાંચમી આવૃત્તિ નીકળવાની તૈયારી છે ત્યારે તે વરદ ગ્રંથ લખાતાં પૂ. શ્રી એ કેવી વાઙમયી તપશ્ચર્યા કરી છે તેને આ ગ્રંથના વાચનથી ખ્યાલ આવશે તે પણ આ પ્રકાશનની સાકતાના સંતાષ થશે, બાકી આ ગ્રંથના પારાયણની પણ ઔપાસનિક દૃષ્ટિએ અગત્ય છે જ છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 74