Book Title: Sankheshwar Mahatirh
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

Previous | Next

Page 6
________________ પ્રકાશકનું નિવેદન સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન શાન્તમૂર્તિ મુનિરાજ શ્રી જયન્તવિજયજીના નામથી હવે વિઠત-જગત ભાગ્યે જ અજાણ્યું હશે. તેમની પ્રૌઢલેખિનીથી લખાયેલ વિહાર-વર્ણન, આબૂ (ગુજરાતી), બ્રાહ્મણવાડા, હેમચંદ્ર-વચનામૃત, અબુંદ પ્રાચીન જૈન લેખ સદેહ, વગેરે અનેક મહત્ત્વના ગ્રંથે અગાઉ પ્રકટ કરવા અમે ભાગ્યશાળી થયા છીએ. ત્યારપછી તેમને આ મહાન ગ્રંથ પ્રગટ કરતાં ખરેખર, અમને ખૂબ આનંદ થાય છે. શખેશ્વરજી અતિ પ્રાચીન, મહાપ્રભાવક અને મહત્વનું તીર્થ છે. ઈતિહાસવેત્તા મુનિરાજ શ્રી જયન્તવિજયજીએ તે મહાતીર્થનું શુદ્ધ ઐતિહાસિક દૃષ્ટિએ સુંદર વર્ણન કરી તેની મહત્તામાં વધારો કર્યો છે. અતિ પરિશ્રમ લઈને શોધખોળ પૂર્વક તૈયાર કરેલે તેમને આ ગ્રંથ પુરાતત્ત્વવેતાઓ-વિદ્વાનો અને તીર્થ પ્રેમીઓમાં આદરપાત્ર થઈ પડશે, તેમાં કંઈ શંકા નથી. શંખેશ્વર તીર્થ સંબંધી ફેટાઓ, પંચતીને નકશે, સુંદર છપાઈ, પાકું બાઈન્ડીંગ અને જેકેટને લીધે પુસ્તકની બાહ્ય આકૃતિ પણ મને હર બની છે. આવા મહાન ગ્રંથને પ્રકટ કરવાનું અમને જે સદ્દભાગ્ય પ્રાપ્ત થયું છે, તે માટે અમે મુનિરાજ શ્રી જયન્તવિજયજીના અત્યંત આભારી છીએ. પરમ ગુરુભક્ત સેવાભાવી શ્રીયુત વૃદ્ધિલાલ મગનલાલ વીરવાડિયા અને તેમના મિત્રની પ્રેરણાથી દેવગુરુના પરમ ભક્ત શ્રાદ્ધવ સ્વ. શેઠ મોતીલાલ મૂળજીભાઈને શ્રેયાર્થે તેમના સુપુત્ર શ્રાદ્ધવર્ય શેઠ શકરચંદ ભાઈએ તથા શ્રાદ્ધવચ્ચે સ્વશેઠ જીવણલાલ કેશરીચંદના શ્રેયાર્થે તેમના સુપુત્ર શ્રીયુત શેઠ ધીરજલાલ ભાઈએ આ પુસ્તક છપાવવામાં અમને પાંચસો પાંચસો રૂપિયાની ઉદાર સહાયતા

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 562