Book Title: Samyagdrushti ane Mithyadrushti
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ અમદષ્ટિ અને દિશાદષ્ટિ [ ૧૦૧ પણ છે. તેથી મને ગમ્ય વિષયદેશને સ્પર્શતા શબ્દોના અર્થની સાચી સમજણનું કામ પણ વધારે જટિલ હાઈ વધારે પુરુષાર્થની અપેક્ષા રાખે છે. હવે આપણે સમ્યગ્દષ્ટિ અને મિશ્રાદષ્ટિ તેમ જ તેના સમાનાર્થક આસ્તિક, નાસ્તિક જેવા શબ્દોને લઈ તેના અર્થની સમજણ વિષે વિચાર કરીએ. ઉક્ત શબ્દ બ્રાહ્મણ, બૌદ્ધ અને જેન એ ત્રણ પરંપરાઓ અને દરેક પરંપરાના અંતર્ગત નાનામોટા બધા ફિરકાઓમાં જાણીતા છે. જે કોઈ વ્યક્તિ જૈન પરંપરામાં જન્મી અને ઊછરી હોય તે તેને છેક નાની ઉંમરથી એ શબદોના અર્થ વિષે એવી સમજણ આપવામાં આવી હોય છે કે ભગવાન મહાવીર જેવા પુરુષોને સુદેવ લેખે માનવા, જૈન ગુરૂઓને સુગુરુ લેખે ધારવા અને જૈન પરંપરાગત આચારવિચારોને સ્વીકારવા તે સમ્યગ્દષ્ટિ; આથી વિરુદ્ધ જે કાંઈ હોય તેને સ્વીકારવું તે મિથ્યાષ્ટિ. કહેવાની જરૂર નથી કે નાની ઉંમરમાં વ્યક્તિની સમજણશક્તિ ડી ન હોવાથી તેને માટે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ જેવા શબ્દોને પારમાર્થિક તેમ જ અતીન્દ્રિય અર્થ સમજવો સહેલ ન હૈઈ ઉપર જણાવેલ પ્રાથમિક પૂલ અર્થ જ અંધબેસત થઈ શકે. પરંતુ ઉંમર અને સમજણશક્તિ વધવા સાથે પ્રથમ સમજાયેલ સ્થૂળ અર્થનું સંશોધન કે પરીક્ષણ ન થાય અને એ જ અર્થને વળગી રહેવામાં આવે તો શું પરિણામ આવે એ વિચારવું જરૂરી છે. એ અનિષ્ટ પરિણામ ધ્યાનમાં આવે તે તેને ખરા અર્થ સમજવાની દિશામાં જવાની પ્રેરણા ઉદ્ભવે. હાથી આદિ શબ્દોના ચિત્ર ઉપરથી કપેલ અર્થમાં પ્રત્યક્ષ દર્શનથી ઘટતો ફેરફાર અને સંશોધન થઈ તેને 5 અર્થ સમજવામાં આવે છે, તેવી રીતે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ કે આસ્તિક અને નાસ્તિક શબદના, કાચી સમજણ વખતે, ધારેલ અર્થમાં પ્રત્યક્ષ દર્શનથી સુધારે કે સંશોધન કરવાને અવકાશ નથી એ ખરું, છતાં ઉંમરલાયક થયા પછી અને બીજા વિષયોમાં પાકી સમજણ થયા પછી પણ જે શબ્દોને એને એ અર્થ ધારી રાખવામાં આવે તે સામાજિક વર્તમાન જીવનમાં અને આધ્યાત્મિક જીવનમાં ઘણી જ અસંગતિઓ, ત્રુટિઓ અને વિસંવાદો આવવા પામે છે. દાખલા તરીકે, શરૂઆતના સ્થૂળ અર્થ પ્રમાણે જૈન વ્યક્તિ પિતામાં સભ્ય દૃષ્ટિનું અસ્તિત્વ માનવા-મનાવવા તેમજ મિથ્યાદષ્ટિને અભાવ સાબિત કરવા એટલું તો અવશ્ય કરશે કે જૈન સિવાયની બીજી કોઈ પણ પરંપરામાં પૂજાતા ઈશ્વર કે દેવને તે કુદેવ લેખશે, તે પરંપરાના ગુરુએને કુગુરુ લેખશે, અને તે પરંપરાના આચાર-વિચારને અધર્મ-ધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10