Book Title: Samyagdrushti ane Mithyadrushti
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૧૨ ] દર્શન અને ચિંતન લેખશે, એટલું જ નહિ, પણ એ વ્યક્તિ જૈન પરંપરાનાં શાસ્ત્રો સિવાયનાં બીજાં બધાં જ શાસ્ત્રોને મિથ્યાશ્રુત કે કુશ્રુત લેખી તેને ત્યાજ્ય અને ઉપેક્ષણીય ગણશે. તે વ્યક્તિ એવા જૈનેતર શ્રતના પરિચયથી હંમેશાં અલગ રહેવાનો કાળજીપૂર્વક પ્રયત્ન કરશે. આનું પરિણામ એ જ આવે, અને આવેલું આજે પણ જોવાય છે, કે આવા સંસ્કારવાળી વ્યક્તિ બીજી રીતે ગમે તેટલી સમજણમાં આગળ વધી હોય, સામાજિક, આર્થિક, રાજકીય કે સંક્ષણિક ક્ષેત્રમાં તે ગમે તેટલી પ્રતિષ્ઠિત હોય, છતાં આધ્યાત્મિક અને ધાર્મિક કહી શકાય એવાં શાસ્ત્રીની બાબતમાં તેની જિજ્ઞાસા અને સમજણની સીમા બહુ તે એણે માનેલ જૈન શાસ્ત્ર સુધી જ સીમિત રહેવાની. જૈન શ્રત સિવાયનું બીજું ધાર્મિક અને આધ્યાત્મિક મૃત ગમે તેટલું વિવિધ તેમ જ ગમે તેટલું ઉપાગી હોય તે પણ તેવી વ્યક્તિ એમાંથી કોઈ લાભ ઉઠાવી શકશે નહિ, પોતાની જિજ્ઞાસાને સંતોષી શકશે નહિ અને પરિણામે અલ્પમાં બહુ માની લેવાની ટૂંકી સમજણ પિલાતી જ રહેશે. એવી વ્યક્તિ જિજ્ઞાસા અને બુદ્ધિના નાનામાં નાના ખૂણામાં મોટામાં મોટા સમજણના મહેલની કલ્પનાથી રાચશે. સામ્પ્રદાયિક સમજણ તે આનું જ નામ છે, અને તેનું પરિણામ જિજ્ઞાસા, સમજણ તેમ જ વિવેકની અતિ સંકુચિતતા અને બીજાથી પિતાને સાવ જુદા અને ઊંચા માનવાની વૃત્તિમાં જ આવે છે. સામાજિક, રાજકીય અને આર્થિક જેવા વ્યવહાર સામાન્ય રીતે ઠીક ચાલતા હોય તો ઉપર ઉપરથી જેનારને એવી સામ્પ્રદાયિક સંકુચિતતા બાધાકારક નહિ લાગે, પણ સહેજ ઊંડા ઊતરી વિચાર કરીશું તો જણાશે કે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ જેવા શબ્દના શરૂઆતમાં ગ્રહણ કરેલ સ્થૂળ અર્થની સમજણુને પરિણામે આવેલી સંકુચિતતા તે માત્ર વ્યકિતને જ નહિ પણ સમાજ સુદ્ધાને ભારેમાં ભારે હાનિકારક નીવડે છે. આ હાનિ ધળ ધાર્મિક અગર આધ્યાત્મિક પ્રદેશ પૂરતી જ નથી રહેતી, પણ તેની અસર સામાજિક અને રાજકીય જેવા વ્યાવહારિક ક્ષેત્રમાં પણ વધારેમાં વધારે આવે છે, કેમ કે ધાર્મિક અને આધ્યાત્મિક વિષયમાં શરૂ થયેલ સંકુચિતતા માત્ર ત્યાં જ નથી અટકતી, પણ તે વ્યક્તિ અને સમાજને બીજા સમાજોથી દૂર રહેવા પ્રેરે છે, એને એકરસ થતાં રોકે છે. તેથી જ આપણે જોઈએ છીએ કે જૈન અને જૈનેતર એવા બે. જુદા સમાજ કપાયા છે. અને તેથી જ જ્યાં સંસ્કાર અને વિચારની સમાનતા હેય ત્યાં પણ એક સમાજની વ્યક્તિને બીજા સમાજની વ્યક્તિ સાથે લગ્નસંબંધથી કે સમાનભાવે ખાનપાનના વ્યવહારથી જોડાતાં ભારે મુશ્કેલી અનુભવવી પડે છે. મુસ્લિમ અને ક્રિશ્ચિયન જેવા સમાજની વાત ન કરીએ, તેય આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10