Book Title: Samyagdrushti ane Mithyadrushti Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 9
________________ ૧૦૬ ] દર્શન અને ચિંતન દષ્ટિને અર્થ બતાવતાં કહ્યું છે કે આધ્યાત્મિક અને ચારિત્રલક્ષી તમાં શ્રદ્ધા સેવવી તે જ સમ્યગ્દર્શન. આપણે જોઈએ છીએ કે આ વ્યાખ્યામાં કોઈ એક ફિરકાની બાહ્ય આચારવિચારની પ્રણાલીઓને સ્પર્શ જ નથી; માત્ર તત્ત્વના વાસ્તવિક સ્વરૂપમાં શ્રદ્ધા ધરાવવાને જ પર્શ છે. તત્ત્વશ્રદ્ધા એ સમ્યગ્દષ્ટિ હોય તો પણ તે અર્થ છેવટને નથી. છેવટને અર્થ તે તત્વસાક્ષાત્કાર છે. તત્વશ્રદ્ધા એ તત્વસાક્ષાત્કારનું એક પાન માત્ર છે. જ્યારે એ સોપાન દઢ હોય ત્યારે જ યથોચિત પુસ્વાર્થથી તત્વને સાક્ષાત્કાર થાય છે, એટલે કે સાધક જીવનમાત્રમાં ચેતન તત્ત્વને સમાનભાવે અનુભવે છે અને ચારિત્ર્યલક્ષી તો માત્ર શ્રદ્ધાનો વિષય ન રહેતાં જીવનમાં વણાઈ જાય છે, એકરસ થઈ જાય છે. આનું જ નામ તત્ત્વસાક્ષાત્કાર અને એ જ સમ્યગ્દષ્ટિ શબ્દને અંતિમ તેમ જ એકમાત્ર અર્થ, આ અંતિમ અર્થમાં તવશ્રદ્ધારૂપ પહેલાનો અર્થ તે સમાઈ જ જાય છે, કેમ કે જ્યારે તવસાક્ષાત્કાર થાય ત્યારે શ્રદ્ધા તો જીવન્ત બને છે. ઉપરની ચર્ચાથી નીચનો ભાવ સંક્ષેપમાં ફલિત થાય છે. સમ્પ્રદાયગત અને રિસાગત માત્ર સ્થળ આચારવિચારની પ્રણાલિકા વગેરેમાં શ્રદ્ધા સેવવી તે સમ્યગ્દષ્ટિ શબ્દનો અર્થ. આ અર્થ દરેક સમ્પ્રદાયને ન્યાય આપે છે, અને અંદરોઅંદરના વિરોધને શમાવી એકબીજાને નજીક આણે છે. તવસાક્ષાત્કાર એ સમ્યગ્દષ્ટિ શબ્દને અંતિમ અને મુખ્ય અર્થ છે. આ અર્થ જેણે જીવનમાં સિદ્ધ કર્યો હોય તે જ ખરે સિદ્ધ, બુદ્ધ કે સંત છે. ઉપર સૂચવેલ ત્રણ અર્થેનું પરસ્પર તારતમ સમજવા માટે એક વ્યવહારુ દાખલે આપો ય ગણાશે. શિશુ અવસ્થાની કન્યા ઢીંગલીને મા કલ્પી તેની સાથે બાળકોનાં ઢીંગલાને બેસાડે છે ને તેમાં માતા તેમ જ સંતતિનો અર્થ જુએ છે. તે જ કન્યા ઠીક ઠીક ઉંમરે પહોંચતાં પોતાનામાં જ માતૃત્વની અનિવાર્ય શક્યતા વિષે શ્રદ્ધા સેવે છે. તે જ કન્યા સમય પાકતાં અને અનુગુણ સંજોગે મળતાં પિતાનામાં માતૃત્વને સાક્ષાત્કાર પણ કરે છે. ત્રણે અવસ્થામાં માતૃત્વ સમાન છે. પણ પહેલી અવસ્થામાંના માતૃત્વદર્શન કરતાં બીજી અવસ્થાનું માતૃત્વદર્શન અને છેવટનું માતૃત્વદર્શન એ સાવ ભિન્ન ભિન્ન છે. એ જ રીતે સમ્યગ્દષ્ટિ જેવા આધ્યાત્મિક ભાવનાસૂચક શબ્દના ઉપર વર્ણવેલ અર્થોનું તારતમ્ય કાંઈક સમજી શકાય અને ચકલા વગેરેના ચિત્રગત અર્થ કરતાં જીવતા ચકલાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10