Book Title: Samyagdrushti ane Mithyadrushti
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ [ ૯ તે તેનાથી દેરવાતું જીવન ખેડખાંપણવાળું જ હેવાનું. તેથી એ વિચારવું પ્રાપ્ત થાય છે કે સાચી દષ્ટિ એટલે શું અને બેટી દષ્ટિ એટલે શું? આ વિચારીએ તે પહેલાં જાણું લેવું જરૂરી છે કે આપણે નાની ઉંમરથી કેવી રીતે શબ્દોના અર્થો પકડીએ છીએ અને વ્યવહારમાં પડયા પછી અનુભવની વૃદ્ધિ સાથે એ અર્થોમાં કેવી રીતે સુધારા કે પુરવણી કરતા જઈએ છીએ. બાળક છેક નાનું હોય ત્યારે એ ચિત્ર દ્વારા ચકલ, ઘોડો, હાથી અને મોટર જેવા શબ્દોનો અર્થ ગ્રહણ કરે છે. અમુક અમુક પ્રકારનો આકાર અને રંગ ધરાવનાર વસ્તુ તે બાળકને મન તે વખતે ચકલા, ઘોડે કે હાથી છે. પણ એ બાળક જેમ જેમ મોટું થાય અને જીવનવ્યવહારમાં પડે તેમ તેમ પ્રથમ ગ્રહણ કરેલ અર્થમાં તેને ફેરફાર અને સુધારે વધારે કરવો પડે છે. ઝાડ ઉપર બેઠેલ અને આકાશમાં ઊડતાં ચકલાં એ માત્ર ચિત્રગત ચકલાં નથી. આકૃતિ અને રંગની સમાનતા હોય તેય ઊડતાં અને ચિત્રગત ચકલાં વચ્ચે મહદ્ અંતર છે. આ અંતર જણાતાં જ ઉંમરલાયક બાળક પ્રથમનો અર્થ છોડી ન અર્થ પકડે છે અને પછી કહે છે કે અમુક આકૃતિ અને અમુક રંગવાળું ચકલું પણ આપમેળે બેસે–ઊઠે છે, ચણે છે, છોડે છે અને ચીં ચીં અવાજ પણ કરે છે. ચિત્રગત ઘેડા અને ચાલતા-દોડતા તેમ જ ઘાસ ખાતા ઘોડા વચ્ચે કેટલુંક સામ્ય હોવા છતાં પણ મહદ્ અંતર હોય છે. ઉંમરલાયક થયેલ વ્યક્તિ છેડા ઉપર બેસે, તેને દોડાવે અને તેની સજીવ અનેક ચર્યા જાઓ ત્યારે તે ચિત્ર ઉપર ગ્રહણ કરેલ ઘેડાના અર્થને વિસ્તારી તેને નવો અર્થ ગ્રહણ કરે છે. હાથી શબ્દના અર્થની બાબતમાં પણ એમ જ છે. સડક ઉપર મટર દોડતી હેય ને રસ્તો ઓળંગવો હોય ત્યારે ચિત્ર દ્વારા ગ્રહણ કરેલ મેટર શબ્દનો અર્થ જ ધ્યાનમાં રહે તે એ માણસ અવશ્ય ચગદાઈ જાય, અને ચિત્ર દ્વારા ગ્રહણ કરેલ હાથીની અર્થે મનમાં રહે છે તે માણસ કદી હાથી ઉપર બેસવાનું સુખ માણું ન શકે કે તેના પગ તળે ચગદાવાનો ભય જ ન રહે. જેમ જેમ વ્યવહારનું ક્ષેત્ર વિસ્તરતું જાય અને નવા અનુભવે થતા જાય તેમ તેમ આપણે નાની ઉંમરથી એન્ન કરેલ ભાણાભંડોળના અર્થોમાં હંમેશાં વિકાસ અને સુધારે કરતા જ રહીએ છીએ, એટલે કે આપણી દષ્ટિને ઉતરોત્તર સમ્યક-યથાર્થ કરતાં રહીએ છીએ. તે જ આપણું જીવન ખલના વિના ચાલે છે. જે આપણે પ્રથમ પ્રહણ કરેલ શબ્દને અર્થ ઉત્તરોત્તર થતા નવા અનુભવને આધારે ને વધારીએ તે આપણું જીવનતંત્ર કદી સુસંવાદી બની શકે નહિ અને ડગલે ને પગલે મૂંઝવણ ઊભી થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10