Book Title: Samyagadrushti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 11
________________ ર શુશ્રુષા :- શુશ્રુષા અર્થાત્ તત્ત્વને સાંભળવાની ઇચ્છા. ગ્રંથિભેદ થવાથી તત્ત્વનો તીવ્ર પક્ષપાત હોય છે અને સ્વશક્તિ અનુસાર તત્ત્વને જાણીને તત્ત્વને સેવવાનો પરિણામ હોય છે. સમ્યગ્દદ્વિાત્રિંશિકા/પ્રસ્તાવના યુવાન, વિચક્ષણ, સંગીતના શોખીન અને કામિનીયુક્ત ભોગીને કિન્નરના ગીતના લયો પકડવામાં જેવો રસ હોય તેના કરતાં અધિક રસ જિનોક્ત તત્ત્વના શ્રવણનો સમકિતીને હોય છે. ભોગનું સુખ આ ભવમાં વિશ્રાંત થનાર હોવાથી અતિ તુચ્છ છે, જ્યારે જિનોક્ત તત્ત્વના બોધથી થતું સુખ વર્તમાનમાં આહ્લાદક અને જન્માંતરમાં શુભની પરંપરા સર્જનાર હોવાથી કલ્યાણનું કારણ છે. સંસારમાં ધન, કુટુંબાદિ પ્રાપ્તપૂર્વ છે. તેથી તેમાં સમ્યગ્દષ્ટિનો બલવાન રાગ નથી કે ગાઢ આકર્ષણ નથી; પરંતુ ‘આ પરમાત્માના વચનના પરમાર્થને પામીને હું શીઘ્ર સંસારનો અંત કરું' એવી અનુપરત ઇચ્છા વર્તે છે, અને તેનું આ તત્ત્વશ્રવણ જ તત્ત્વબોધમાં વિશ્રાંત પામે છે. ધર્મરાગ :- ધર્મરાગ એટલે સંપૂર્ણ નિરવદ્યભાવવાળા ચારિત્રધર્મની સ્પૃહા. ભોગશાળીના સ્ત્રી આદિના અભિલાષથી અધિક પ્રકર્ષવાળો ધર્મરાગ સમ્યગ્દષ્ટિને છે, છતાં પોતે બાહ્યક્રિયા કરી નિર્લેપતાની પરિણતિરૂપ ભાવચારિત્ર પ્રગટ કરી શકે તેમ નથી, તેવો નિર્ણય, શાસ્ત્રવચનથી અને સ્વકૃતિસાધ્યતાદિના સમ્યક્ સમાલોચનથી કરીને, સંયમપ્રાપ્તિના ઉપાયભૂત સ્વકૃતિસાધ્ય ભગવદ્ભક્તિ આદિ અનુષ્ઠાનમાં યત્ન કરીને શક્તિસંચય કરે છે. જેમ ઘેબરપ્રિય બ્રાહ્મણ તથાવિધ સંયોગથી તુચ્છ અન્નાદિ ખાય તોપણ ઘેબરની બલવાન ઇચ્છા મ્લાન થતી નથી, તેમ વિપરીત એવી સંસારની ભોગાદિ પ્રવૃત્તિમાં પણ સમ્યગ્દષ્ટિ જીવોની, અસંગઅવસ્થાને પ્રગટ કરવાના અનન્ય ઉપાયભૂત ચારિત્રગ્રહણની ઇચ્છા મ્લાન થતી નથી. ગુરુદેવાદિ પૂજા :- સમ્યગ્દષ્ટિ જીવોને તત્ત્વશુશ્રુષામાં જેવો બદ્ધ રાગ છે તેવો જ તત્ત્વસેવનનો બદ્ધ રાગ છે. તેથી સંયમના અર્થી સમ્યગ્દષ્ટિ જીવો તત્ત્વની પ્રાપ્તિના અનન્ય રાહબર એવા ચારિત્રસંપન્ન ગુરુ, અને યોગમાર્ગના પ્રરૂપક તીર્થંકરની ભક્તિ શક્તિના પ્રકર્ષથી કરે છે, અને તદ્ગુણપરિણત ચિત્ત હોવાથી ચારિત્રનાં આવા૨ક કર્મોનો નાશ કરે છે અને સંયમની શક્તિ સંચિત કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 160