Book Title: Samyag Darshanni Rit
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Shailendra Punamchand Shah

View full book text
Previous | Next

Page 8
________________ લેખકના હૃદયોદ્ગારો છે કે જેને સર્વ જૈનસમાજ યોગ્ય રીતે સમજીને આરાધે, તો જૈન ધર્મમાં આમૂલ ક્રાન્તિ આવી શકે તેમ છે અને અત્યારે જે એકાંત પ્રરૂપણાઓ ચાલે છે કે જે પાખંડ મતરૂપ છે તે અટકી શકે તેમ છે. ૩ માત્ર વ્યવહારનયને જ માન્ય કરી અને તેને જ પ્રાધાન્ય આપતું એક ઉદાહરણ છે: સમ્યગ્દર્શનનું સ્વરૂપ; માત્ર વ્યવહારનયને જ માન્ય કરનારા મોટા ભાગના જૈનો એવું માને છે કે, સમ્યગ્દર્શન એટલે સાત/નવ તત્ત્વોની (સ્વાત્માનુભૂતિ વગરની) શ્રદ્ધા અથવા સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની (સ્વાત્માનુભૂતિ વગરની) શ્રદ્ધા. સમ્યગ્દર્શનની આ વ્યાખ્યા વ્યવહારનયના પક્ષની છે, પરંતુ નિશ્ચયનયના મતે જે એકને અર્થાત્ આત્માને જાણે છે તે જ સર્વને અર્થાત્ સાત/નવ તત્ત્વોને અને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને જાણે છે કારણ કે એક આત્માને જાણતાં જ તે જીવ સાચા દેવ તત્ત્વનો અંશે અનુભવ કરે છે અને તેથી જ તે સાચા દેવને અંતરથી ઓળખે છે અને તેમ સાચા દેવને જાણતાં જ અર્થાત્ (સ્વાત્માનુભૂતિ સહિતની) શ્રદ્ધા થતાં જ તે જીવ તેવા દેવ બનવાના માર્ગે ચાલતા સાચા ગુરુને પણ અંતરથી ઓળખે છે અને સાથે – સાથે તે જીવ તેવા દેવ બનવાનો માર્ગ બતાવતા સાચા શાસ્ત્રને પણ ઓળખે છે. જ નિશ્ચય સમ્યગ્દર્શનની સાચી વ્યાખ્યા આવી હોવા છતાં વ્યવહારનયના પક્ષવાળાને સમ્યગ્દર્શનની આવી સાચી વ્યાખ્યા માન્ય નથી હોતી અથવા તેઓ આવી વ્યાખ્યાનો જ વિરોધ કરે છે અને તેથી કરીને તેઓ સમ્યગ્દર્શન એટલે સાત/નવ તત્ત્વોની કહેવાતી (સ્વાત્માનુભૂતિ વગરની) શ્રદ્ધા અથવા સાચા દેવગુરુ-શાસ્ત્રની કહેવાતી (સ્વાત્માનુભૂતિ વગરની) શ્રદ્ધા એટલું જ માનતાં હોઈને તેઓને ‘સ્વાત્માનુભૂતિ વગરની શ્રદ્ધા’ અને ‘સ્વાત્માનુભૂતિ સહિતની શ્રદ્ધા' વચ્ચેનો ફરક જ જાણતા હોતા નથી અથવા જાણવા જ માગતા નથી; તેથી કરીને તેઓ સમ્યગ્દર્શન કે જે ધર્મનો પાયો છે તેના વિશે જ અજાણ રહીને આખી જિંદગી ક્રિયા-ધર્મ ઉત્તમ રીતે કરવા છતાં પણ સંસારના અંત માટેનો ધર્મ પામતા નથી, જે કરુણા ઉપજાવે તેવી વાત છે. તેવી જ રીતે જેઓ માત્ર નિશ્ચયનયને જ માન્ય કરી અને તેને જ પ્રાધાન્ય આપે છે તેઓ માત્ર જ્ઞાનની શુષ્ક (કોરી) વાતોમાં જ રહી જાય છે અને આત્માની યોગ્યતા વિશે અથવા માત્ર પાયાના સદાચાર વિશે પણ ઘોર ઉપેક્ષા સેવીને, તેઓ પણ સંસારના અંત માટેના ધર્મથી તો દૂર જ રહે છે. તદ્ઉપરાંત આવા લોકોને પ્રાયઃ સ્વચ્છંદતાના કારણે અર્થાત્ પુણ્યને એકાંતે હેય માનવાના કારણે પુણ્યનો પણ અભાવ હોવાથી ભવનાં પણ ઠેકાણાં રહેતાં નથી, જે વાત પણ અધિક કરુણા ઉપજાવે તેવી જ છે. તેવી જ રીતે જૈનસમાજમાં એક નાનો વર્ગ એવો પણ છે કે જેઓએ વસ્તુ-વ્યવસ્થાને જ વિકૃત કરી નાખેલ છે; તેઓ દ્રવ્ય અને પર્યાયને એ હદે અલગ માને છે જાણે કે તે બે અલગ દ્રવ્યો ન હોય ! તેઓ એક અભેદ દ્રવ્યમાં ઉપજાવીને જણાવેલ ગુણ-પર્યાયને પણ ભિન્ન સમજે છે અર્થાત્ દ્રવ્યનું સમ્યક સ્વરૂપ સમજાવવા દ્રવ્યને અપેક્ષાએ ગુણ અને પર્યાયથી ભિન્ન જણાવેલ છે. તેને તેઓ વાસ્તવિક રીતે ભિન્ન સમજે છે; દ્રવ્ય અને પર્યાયને બે ભાવ ન માનતાં તેઓ તેને બે ભાગરૂપ માનવા સુધીની પ્રરૂપણા કરે છે અને

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 220