Book Title: Samyag Darshanni Rit
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Shailendra Punamchand Shah

View full book text
Previous | Next

Page 6
________________ ૐ શ્રી મહાવીરાય નમઃ ૧ લેખકના હૃદયોદ્ગારો ૧. પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીને શાસ્ત્ર અને સ્વાનુભૂતિના આધારે બહુજન હિતાય, બહુજન સુખાય સમ્યગ્દર્શન કે જે મોક્ષમાર્ગનો દરવાજો છે, તે સમ્યગ્દર્શનની વિધિ અને તેના માટે આવશ્યક ભાવ વિશે અર્થાત્ શેની ભાવના ભાવવાથી સમ્યગ્દર્શન પ્રગટે તે અર્થાત સમ્યગ્દર્શન માટે ચિંતન-મનનનો વિષય અને તેના સ્પષ્ટીકરણ માટે દ્રવ્યગુણપર્યાયમય સપ વસ્તુ કે જે ઉત્પાદ-વ્યયધ્રુવરૂપ પણ છે તે અને ધ્યાન કે જે કેવળજ્ઞાન, કેવળદર્શન અને મુક્તિનું કારણ છે તેના વિશે વિશેષ સ્પષ્ટીકરણ સહિત સમજાવવાનો પ્રયાસ અમે આ પુસ્તકમાં કરેલ છે. આ પુસ્તક અમારું પૂર્વે પ્રકાશિત ‘દૃષ્ટિનો વિષય’ નામના પુસ્તકમાં નવું ચિંતન ઉમેરીને બનાવવામાં આવ્યું છે. મુમુક્ષુ જીવોને અમારો અનુરોધ છે કે આપ આ પુસ્તક શરૂઆતથી અંત સુધી અધ્યયન/વાંચન કરીને પોતાનો મત બનાવો અન્યથા નહીં. જો આપણે થોડુંક/અધૂરું વાંચીને કે અમુક અંશ વાંચીને પોતાનો મત બનાવી લઈએ તો તે આપણા માટે જ હાનિકારક છે. અહીંયા હાનિ એટલે અનંત સંસાર, જે બહુ જ દુ:ખદાયક છે. મને નાની ઉંમરથી જ સત્યની શોધ હતી અને તેને માટે સર્વ દર્શનનો અભ્યાસ કર્યો અને અંતે જૈનદર્શનના અભ્યાસ પશ્ચાત્ ૧૯૯૯માં ૩૮ વર્ષની ઉંમરે મને સત્યની પ્રાપ્તિ થઈ અર્થાત્ તેનો અનુભવ/ સાક્ષાત્કાર થયો. તપશ્ચાત્ જૈનશાસ્ત્રોનો પુનઃ પુનઃ સ્વાધ્યાય કરતાં અનેક વખત સત્યનો અર્થાત્ શુદ્ધાત્માનો અનુભવ થયો કે જેની રીત આ પુસ્તકમાં શાસ્ત્રોના આધારસહ સર્વે જનોના લાભાર્થે આપવાનો પ્રયત્ન કરેલ છે. દરેક જૈન સંપ્રદાયમાં સમ્યગ્દર્શન વિશેનાં તો અનેક પુસ્તકો છે કે જેમાં સમ્યગ્દર્શનના પ્રકારો, સમ્યગ્દર્શનના ભેદો, પાંચ લબ્ધિઓ, સમ્યગ્દર્શનનાં પાંચ લક્ષણો, સમ્યગ્દર્શનનાં આઠ અંગો, સમ્યગ્દર્શનના ૨૫ મળ, વગેરે વિષયો ઉપર વિસ્તારથી વર્ણન છે; પરંતુ તેમાં સમ્યગ્દર્શનના વિષય વિશેની ચર્ચા બહુ જ ઓછી જોવામાં આવે છે, તેથી અમે તેના ઉપર પ્રસ્તુત પુસ્તકમાં થોડો પ્રકાશ પાથરવાનો પ્રયાસ કરેલ છે. અમે કોઈ પણ મત - પંથમાં નથી. અમે માત્ર આત્મામાં છીએ અર્થાત્ માત્ર આત્મધર્મમાં જ છીએ, તેથી કરીને અત્રે અમે કોઈ પણ મત - પંથનું મંડન અથવા ખંડન ન કરતાં માત્ર આત્માર્થે

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 220