Book Title: Samyag Darshanni Rit Author(s): Jayesh Mohanlal Sheth Publisher: Shailendra Punamchand Shah View full book textPage 9
________________ સમ્યગ્દર્શનની રીત આગળ તેમાં પણ સામાન્ય-વિશેષ એવા બે ભાગની કલ્પના કરે છે. આ રીતે વસ્તુ-વ્યવસ્થાની જ વિકૃત રીતે પ્રરૂપણા કરીને તેઓ પણ સંસારના અંત માટેના ધર્મથી તો દૂર જ રહે છે. તે ઉપરાંત આવા લોકોને પણ પ્રાય: સ્વચ્છંદતાના કારણે પુણ્યનો અભાવ થવાથી ભવનાં ઠેકાણાં નથી રહેતાં, જે વાત પણ અત્યંત કરુણા ઉપજાવે તેવી જ છે. અત્યારે જૈન સમાજમાં પ્રવર્તતી તત્ત્વ વિશેની આવી ગેરસમજોને દૂર કરવા અમે અમારા આત્માની અનુભૂતિપૂર્વકના વિચારો, શાસ્ત્રના આધારસહિત આ પુસ્તકમાં પ્રસ્તુત કરીએ છીએ, જેનો વિચારચિંતન-મનન આપ ખુલ્લા મનથી અને ‘સારું તે જ મારું ' અને સાચું તે જ મારું ' એવો અભિગમ અપનાવીને કરશો, તો અવશ્ય આપ પણ તત્ત્વની પ્રતીતિ જરૂર કરી શકશો એવો અમને વિશ્વાસ છે. અત્રે અમારા માટે જે અમે સંબોધન વાપરેલ છે તે કોઈ માનવાચક શબ્દ ન સમજવો, પરંતુ તેનો અર્થ ત્રિકાળવર્તી આત્માનુભવીઓ છે; કારણ કે ત્રિકાળવર્તી આત્માનુભવીઓની સ્વાત્માનુભૂતિ એક સમાન જ હોય છે. આ પુસ્તક તૈયાર કરવામાં અમે જે જે ગ્રંથોનો આધાર લીધેલ છે, તે માટે અમે તેમના લેખકો એવા આચાર્ય ભગવંતોના, તે ગ્રંથોની ટીકા રચનારાઓના, અનુવાદકોના તથા પ્રકાશકોના હૃદયપૂર્વક આભારી છીએ. દરેક ગ્રંથની ગાથાનો અન્વયાર્થ અને ભાવાર્થ “ ” માં આપેલ છે. અમને આ પુસ્તક તૈયાર કરવામાં અનેક લોકોએ અલગ-અલગ રીતે સહકાર આપેલ છે, તે સર્વેના અમે ત્રણી છીએ; તેથી તે સર્વેનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમારા આત્માની અનુભૂતિપૂર્વકના વિચારોને આપ પરીક્ષા કરીને અને અત્રે આપેલ શાસ્ત્રોના આધારથી સ્વીકાર કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરો કે જેથી આપ પણ ધર્મરૂપ પરિણમો અને મોક્ષમાર્ગ ઉપર અગ્રેસર બની અંતે સિદ્ધત્વને પામો એ જ અભ્યર્થના સહ. પ્રસ્તુત પુસ્તકમાં જાણ્યે-અજાણ્યે મારાથી કાંઈ પણ જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધે મારા મિચ્છામિ દુક્કડં ! ઉત્તમ ક્ષમા ! મુંબઈ, ૧૨/૧૨/૨૦૧૮. c.A. જયેશ મોહનલાલ શેઠPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 220