Book Title: Samyag Darshanni Rit
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Shailendra Punamchand Shah

View full book text
Previous | Next

Page 12
________________ પૂર્વભૂમિકા દુર્લભતર-દુર્લભતમ બતાવવામાં આવી છે. આવી દુર્લભતમ વસ્તુ મેળવીને આપણે તેનો ઉપયોગ, પરમ દુર્લભ કહેવાય તેવી શ્રદ્ધા પ્રાપ્ત કરવામાં અને તેના ફલસ્વરૂપ એવો વૈરાગ્ય પ્રાપ્ત કરવામાં જ લગાડવા યોગ્ય છે. તે યોગ્યતાની પ્રાપ્તિ પણ એકમાત્ર આત્મપ્રાપ્તિ(સમ્યગ્દર્શનપ્રાપ્તિ)ના લક્ષ્યથી થવી જોઈએ, અન્યથા નહીં. કેમ કે એકમાત્ર સમ્યગ્દર્શનની પ્રાપ્તિન થવાથી જ અનંતાનંત કાળથી આપણે આ સંસારમાં અનંત દુઃખ સહન કરતાં કરતાં ભ્રમણ કરી રહ્યા છીએ અર્થાત્ સમ્યગ્દર્શન જ મોક્ષનો પરવાનો છે. આ રીતે આપણે અનંત વાર દુર્લભ એવું મનુષ્ય-જન્મ આદિ પ્રાપ્ત કરીને પણ એક સમ્યગ્દર્શનની પ્રાપ્તિન થવાથી અનંત કાળ નિગોદમાં પસાર કર્યો છે. કેમ કે એક વાર આપણે નિગોદમાંથી નીકળી ૨૦૦૦ સાગરોપમમાં મોક્ષ પ્રાપ્ત નથી કરતાં, તો નિયમથી ફરીથી નિગોદને જ પ્રાપ્ત કરીએ છીએ. એક જીવ અપેક્ષાએ નિગોદમાં રહેવાનો કાળ (કાયસ્થિતિ) ૨.૫ પુલ પરાવર્તન જેટલો છે અર્થાત્ તે જીવ ર.૫ પુદ્ગલ પરાવર્તન કાળ સુધી સતત નિગોદમાં જ જન્મ-મરણ કરતો રહી શકે છે. ૨.૫ પુદ્ગલ પરાવર્તન કાળ પછી જો તે જીવ થોડા કાળ માટે પ્રત્યેક એકેન્દ્રિયમાં જઈ પાછો નિગોદમાં આવે, તો બીજા ૨.૫ પુદ્ગલ પરાવર્તન કાળ સુધી તે જીવ નિગોદમાં જ જન્મ-મરણ કરતો રહી શકે છે. કોઈ એક જીવ સાથે આવું અસંખ્યાત વાર પણ થઈ શકે છે અર્થાત્ કોઈ એક જીવ અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન કાળ સુધી એકેન્દ્રિયમાં રહી શકે છે. તે જીવને અનંતાનંત કાળ સુધી અનંતાનંત દુઃખ સહન કરવા પડે છે. અર્થાત્ નિગોદથી નીકળી ફરીથી મનુષ્ય-જન્મ આદિ પ્રાપ્ત કરવો અત્યંત અત્યંત કઠિન/મુશ્કેલ છે. એટલા માટે ભગવાને એકેન્દ્રિયમાંથી બહાર નીકળવાને ચિંતામણી રત્નની પ્રાપ્તિથી પણ અધિક દુર્લભ જણાવેલ છે. આ તથ્ય/સત્યને યાદ કરીને વર્તમાન જીવનને એકમાત્ર આત્મપ્રાપ્તિમાં જ લગાવવા યોગ્ય છે, આ વાતને રોજ યાદ કરવી જોઈએ. ખરેખર આ વાત ક્યારેય ભૂલવા જેવી તો નથી જ. આ કારણથી જ અમે આ પુસ્તકમાં મુક્તિ ઝંખનાર મુમુક્ષુ જીવોને માટે સમ્યગ્દર્શનની વિધિનું યથાસંભવ વર્ણન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઈચ્છા દુઃખનું કારણ છે. માટે જ્યાં સુધી સર્વ ઈચ્છાઓનું યોગ્ય શમન (નાશ) ન થાય ત્યાં સુધી સુખ મળવું અસંભવ જ છે. ઈચ્છાઓનો નાશ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે યોગ્યતા રૂપે પણ છે, કેમ કે ઈચ્છાઓના નાશથી જ વૈરાગ્યનો જન્મ થાય છે. જ્યાં સુધી એક પણ સાંસારિક ઈચ્છા છે ત્યાં સુધી સંસારનો નાશ નથી થતો. ઈચ્છા મનમાં ઉત્પન્ન થાય છે એ કારણે પહેલા મનમાંથી સંસારનો નાશ થવો આવશ્યક છે. મનમાંથી સંસારનો નાશ થતાં જ બહારમાં માત્ર યંત્રવત્ કાર્ય થતું રહે છે, પરંતુ સંસારનું આંતરિક ચાલક બળ ખતમ થઈ જાય છે. ઈચ્છા આ સંસારનું એંજિન છે. અનાદિથી જીવ ઇચ્છાપૂર્તિ માટે ભાગી રહ્યો છે, પણ આજ સુધી જીવની ઈચ્છાપૂર્તિ થઈ નથી, કેમ કે જ્યારે કોઈ ઈચ્છાપૂર્તિ થાય છે ત્યાં સુધીમાં બીજી અનેક નવી

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 220